Have Your Whatsapp Been Ban? This is the reasons for being ban
  • Home
  • Technology
  • શું તમારું વોટ્સએપ બેન થઇ ગયું છે, તો જાણો તેના પાછળના મહત્વપૂર્ણ કારણો

શું તમારું વોટ્સએપ બેન થઇ ગયું છે, તો જાણો તેના પાછળના મહત્વપૂર્ણ કારણો

 | 3:51 pm IST

આજે આપણે વાત કરીશું એવા વિષય પર જેના કારણે ઘણા બધા વોટ્સએપ યૂઝર્સ પરેશાન થતા હોય છે. આપણે વાત કરીશું વોટ્સએપ બેન વિશે. જેને લઈને ઘણા લોકોનું વોટ્સએપ બેન થઈ ગયું છે કે બેન થવા જઇ રહ્યું છે. તો એક સવાલ તમારા મનમાં થતો હશે કે વોટ્સએપ બેન થવાનું મુળ કારણ શું છે? તો જણાવીશું કેટલાક મુદ્દાઓ પર જેને લઈને વોટ્સએપ બેન થવાની શક્યતા ખુબ વધારે રહે છે.

આ છે તેના કારણો

તમે કોઈને ખોટા મેસેજ મોકલી રહ્યા છો કે કોઈ એવા કિવર્ડનો ઉપયોગ કર્યો છે કારણ કે વોટ્સએપ તમારા એવા વર્ડ્સને ડિટેક્ટ કરી લે છે અને અંતે વોટ્સએપ તમને ટેમ્પરરી બેન કરી નાંખે છે.

કોઈ પ્રકારની ખરાબ વસ્તુને પ્રમોટ કરી રહ્યાં છો કે પછી કોઈ જ્ઞાતિને લઈને ખોટા મેસેજ

બીજાના નંબર પર વોટ્સએપ ફેક એકાઉન્ટ બનાવવું, ડિટેઈલ્સ તેમજ પ્રોફાઈલ પણ ફેક હોય તો બેન થવાની શક્યતા રહે છે.

વારંવાર મેસેજ સેન્ડ કરવા કે જે તમારા કોન્ટેક્ટમાં નંબર સેવ જ નથી તો વોટ્સએપ સર્વર તમને વાયલેન્ટ પર્સન સમજીને તમને બેન કરી શકે છે.

વોટ્સએપના સર્વરને હેક કરવાની કોશિશ કરવી એટલે કે વોટ્સએપ જેવી કોઈ થર્ડ પાર્ટી એપને ઉપયોગમાં લેવી જેવી કે જીબી વોટ્સએપ, વોટ્સએપ પ્લસ.

વોટ્સએપ QR કોડનો ઉપયોગ કરીને બીજા કોઈ વ્યક્તિની ચેટ વાંચવી.

લોકો દ્વારા સતત બ્લોક થતુ રહેવું જેના કારણે વોટ્સએપ તમને વાયલેન્ટ વ્યક્તિ માની લે છે અને બેન કરી નાંખે છે.

જો કોઈ વ્યક્તિ દ્વારા તમારી પ્રોફાઈલનું રિપોર્ટ કરવામાં આવે તો પણ તમે વોટ્સએપ દ્વારા બેન થઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન