દેહવ્યપાર કરતી યુવતી સાથે ગ્રાહક બની આવતા યુવકને પ્રેમ થતાં લગ્ન કર્યા અને... - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • દેહવ્યપાર કરતી યુવતી સાથે ગ્રાહક બની આવતા યુવકને પ્રેમ થતાં લગ્ન કર્યા અને…

દેહવ્યપાર કરતી યુવતી સાથે ગ્રાહક બની આવતા યુવકને પ્રેમ થતાં લગ્ન કર્યા અને…

 | 9:47 pm IST

સમગ્ર ગુજરાતમાં થરાદનુ વાડીયા ગામ દેહવ્યાપારમાં પ્રખ્યાત છે.દુર દુર થી લોકો અહી આવે છે.જોકે દેહવ્યાપાર કરતી વાડીયાની યુવતી પાસે રોજ આવતા ગ્રાહક યુવક સાથે પ્રેમ થતાં બન્ને જણાએ પ્રેમ લગ્ન કર્યા હતા.સંતાનમાં ત્રણ બાળકો છે.પરંતુ યુવતીના મા-બાપે છોકરીને ફોસલાવી વાડીયા ગામે બોલાવી ફરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલતાં તેના પતિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્થ પોલીસની મદદથી તેની પત્નિને છોકરાઓ સાથે પરત મેળવતાં વિખૂટા પડેલા પ્રેમ પરિવાર એક થતાં હર્ષના આસુ સરી પડયા હતા.

થરાદ પોલીસ મથકે આજે કઈક અલગ જ કહાની સાથે અભયમ મહિલા હેલ્થ પોલીસ આવતાં કિસ્સો થરાદ શહેરમાં ટોક ઓફ ટાઉન બનાવા પામ્યો હતો.સરહદી પંથકમાં દેહવ્યાપાર તરીકે પ્રખ્યાત એવા થરાદના વાડીયા ગામે દેહવ્યાપરનો ધંધો કરતી યુવતી પાસે રોજીંદા આવતો વાવ તાલુકાનો એક યુવાન ગ્રાહકને પ્રેમ થઈ ગયો હતો.પ્રેમ થતાં યુવતીના મા-બાપને મહીને ર૦ હજાર આપવાની શરતે અન્ય કોઈ ગ્રાહક સાથે દેહવ્યાપાર ના કરવો તેવી શરત યુવકે કરી હતી.

જોકે યુવતીને આ બધુ ના ગામતાં આ યુવકને મળી પાલનપુર ખાતે કોર્ટ મેરેજ કરી લીધા હતા.ત્યાર બાદ ડીસા રહેતા ત્રણ સંતાનો થયા હતા.જોકે યુવતીના મા-બાપને આ બધુ ના ગામતાં ફોસલાવી ફરી વાડીયા ગામે બોલાવી હતી.યુવતીને ફરી દેહવ્યાપારના ધંધામાં કેલી દીધી હતી.જેને લઈને તેના પતિએ અભયમ મહિલા હેલ્થ પોલીસની મદદ લેતાં અભયમ મહિલા હેલ્થમાંથી કાઉન્સેલર જીનલબેન પો.કો.સરોજબેન પાયલોટ વસતાભાઈ થરાદ પોલીસની મદદથી વાડીયા ગામે જઈ મા-બાપના ચુંગાલમાંથી યુવતીને છોડાવી સંતાનો સાથે તેના પતિને સોપતાં વિખૂટા પડેલા પરિવારમાં હર્ષના આસુ સરી પડયા હતા.