Do you have such star, then you can shine out in management
  • Home
  • Astrology
  • આવા ગ્રહો ધરાવતી વ્યક્તિ પહોંચે છે મેનેજમેન્ટ ક્ષેત્રે સફળતાના શિખર પર

આવા ગ્રહો ધરાવતી વ્યક્તિ પહોંચે છે મેનેજમેન્ટ ક્ષેત્રે સફળતાના શિખર પર

 | 4:19 pm IST

આજે વિશ્વને જેટલી જરૃર ઇજનેરો, ટેકનોક્રેટ્સ કે ડોકટરોની છે તેના કરતાંય વધું મેનેજરોની છે. કોઇપણ સંસ્થા કે ઓફિસો કે વેપાર યોગ્ય મેનેજમેન્ટ વિના ચાલી જ ન શકે. તેથી જો તેજસ્વી વિદ્યાર્થી હોય અને ઉચ્ચ મેનેજમેન્ટની ડીગ્રી મેળવી શકે તો તેના માટે આગળ વધવાની વિપુલ તકો પડેલી હોય છે.  મેનેજમેન્ટ ક્ષેત્રે પણ ઘણાં બધાં વિષયો અને વિવિધ કાર્યોમાં તજજ્ઞતાની જરૂરિયાત રહેલી હોય છે. જેમાં હિસાબ- કિતાબ, લે-વેચ, સ્ટોક-આર્થિક વ્યવહારો તેમજ વ્યવસ્થા અનને સંકલન પણ જરૂરી હોય છે. આ ઉપરાંત પણ ઘણાં બધાં પેટા વિભાગો- વિષયો હોય છે. જો યોગ્ય મહેનત, આવડત અને પ્રમાણિકતા હોય તો એમાં પણ ટોચના સ્થાને પહોંચી શકાય છે.  

ઇજનેરી- ટેકનોલોજી અને સાથોસાથ એમબીએ ડીગ્રીવાળા ઉચ્ચ આસને બેઠેલા જોવા મળે છે. ઘણાં એમબીએ કે તેનાથી વધુ ઉચ્ચ ડિગ્રીવાળા પણ વધુ સારી કંપનીઓમાં ઉચ્ચ સ્થાને હોય છે તો આમ મેનેજમેન્ટ શબ્દ ઘણો વિશાળ તકોનો ખજાનો બની શકે છે. ટેકનોક્રેટ્સ- ઇજનેરી ડિગ્રી માટે શનિ/ બુધ અગત્યના છે. ઘણીવાર કુંડળીમાં મંગળની સ્થિતિ વધુ મદદરૃપ બને છે. આ ક્ષેત્રમાં સફળતા મેળવેલી વ્યકિતઓમાં મોટા ભાગની વ્યકિતઓ સામાન્ય રીતે મિથુન રાશિ- કન્યા રાશિ- ધન રાશિ, મીન રાશિ કે તુલા રાશિ યા જન્મ લગ્ન કે જન્મ સૂર્યમાં હોય છે.

વળી તેમની કુંડળીમાં લગ્નેશ બળવાન હોય છે. લગ્નાધિપતિ પણ શુભસ્થાને હોય છે. સાથોસાથ કર્મેશ- લાભેશ કે ભાગ્યેશ સાથે બુધનો સંબંધ જોવા મળે છે. બુધ બળવાન હોય તો ઘણું શુભ કરે છે તેમજ શનિ કે મંગળ વધું ઉપયોગી બને છે. બુધની સ્થિતિ વધું બળવાન બુદ્ધિશાળી બનાવી ઉત્તમ મેનેજમેન્ટના ગુણ આપે છે. પરિણામે જન્મકુંડળીમાં જેમ બુધની સ્થિતિ શુભ- બળવાન તેમજ વ્યકિત વધું હોંશિયાર મેનેજર બને છે.

કેન્દ્ર ત્રિકોણમાં બુધ કે પછી બુધની રાશિ યા કર્મેશ- ભાગ્યેશ કે પછી લાભેશ સાથેના સંબંધ કે પછી 9, 10, 11 કે 4 થે સ્થાને બુધ બળવાન સ્વગૃહી- ઉચ્ચનો ઉત્તમ ફળ આપે છે. ઘણીવાર બુધ સાથેના પરિવર્તન યોગો, શુક્ર, સૂર્ય, ચંદ્ર સાથેના સંબંધો પણ વ્યકિતને શ્રેષ્ઠ મેનેજમેન્ટની શક્તિ ગુણ આપે છે. ઘણીવાર આવી વ્યકિતઓ ડોકટર, એન્જિનિયર કે ટેકનોક્રેટ હોય છે. મેનેજમેન્ટની ડીગ્રી હોય તેઓ વધુ કમાતા જોવા મળે છે.

ગુગલના સીઇઓ ભારતીય મૂળના મદ્રાસમાં જન્મી- મદ્રાસમાં શિક્ષણ લીધાં પછી ખડગપુર ખાતે ઈજનેરની ડીગ્રી મેળવી અમેરિકામાં વિશેષ અભ્યાસ કરીને એમબીએ થઇને ઉચ્ચ કક્ષાની નોકરીમાં જોડાયેલા સુંદર રાજન પિચાઈ ગુગલના સીઈઓ તરીકેનો હોદ્દો સંભાળે છે. તેમની કુંડળી જોઈએ તો…

સુંદર રાજન પિચાઈની કુંડળી
તુલા લગ્ન
3જે – ગુરુ
4થે – રાહુ
8મે શુક્ર – શનિ
9મે – સૂર્ય
10મે – મંગળ – બુધ – કેતુ – ચંદ્ર

આ કુંડળીમાં તુલા લગ્ન હોય તેનો સ્વામી શુક્ર વૃષભના સ્વગૃહી થઇને ધનસ્થાનને જુએ છે. રાજયોગ કારક શનિ કે જે ટેકનોક્રેટ ઇજનેરી ક્ષેત્રનો ગ્રહ છે. તે પણ લગ્નેશ સાથે છે. મેનેજમેન્ટ ગ્રહ બુધ પોતે ભાગ્યેશ થઇને કર્મ સ્થાનમાં ચંદ્ર સાથે (કર્મેશ) અને મંગળ (ધનેશ) સાથે બળવાન છે.

આ ઉપરાંત વિદ્યા- શિક્ષણ- ડહાપણ- જ્ઞાનનો કારક ગ્રહ ગુરૃ સ્વગૃહી થઇ ભાગ્યકારક થઇ ભાગ્યસ્થાનને જુએ છે. આથી ઉચ્ચ શિક્ષણ ઉચ્ચ ડીગ્રી ઇજનેરી, પીએચડી, મેનેજમેન્ટ વગેરે વિદેશમાં કરી શક્યા. રાજયોગ કારક શનિની દૃષ્ટી કર્મસ્થાને ઉચ્ચપદ સ્થાને બુધ પર છે અને ચંદ્ર મંગળનો લક્ષ્મીયોગ 10મે બળવાન થયો છે. વળી નીચભંગ, રાજગોય ચંદ્ર- મંગળ દ્વારા રચાયો છે. આમ ટોચના સ્થાને પહોંચવા બુદ્ધિ- શિક્ષણ અને ભાગ્ય મદદરૃપ છે.