પ્લેનમાં બેસીને જમવુ હોય તો પહોંચી જાઓ લુધિયાનાના હવાઈ અડ્ડા પર

1341

લુધિયાનાના ફીરોઝપુર રોડ પર એરબસ A320ને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. જેમાં બેસીને લોકો જમી શકે છે. આ પ્લેન રેસ્ટોરન્ટ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લોકોમાં આ પ્લેન રેસ્ટોરન્ટનું આકર્ષણ વધ્યું છે. ભારતમા પહેલીવાર આવો પ્રયોગ કરાયો છે. હાલ નવું નવુ હોવાને કારણે પ્લેન રેસ્ટોરન્ટ લોકોમાં આકર્ષણ બન્યું છે. આ રેસ્ટોરન્ટને હવાઈ અડ્ડા નામ આપવામાં આવ્યું છે.