મોતને હાથતાળી આપી બ્રહ્માંડનું રહસ્ય ઉજાગર કરનારા સ્ટીફન હૉકિંગ સાથે જોડાયેલ મોટી વાતો - Sandesh
  • Home
  • World
  • મોતને હાથતાળી આપી બ્રહ્માંડનું રહસ્ય ઉજાગર કરનારા સ્ટીફન હૉકિંગ સાથે જોડાયેલ મોટી વાતો

મોતને હાથતાળી આપી બ્રહ્માંડનું રહસ્ય ઉજાગર કરનારા સ્ટીફન હૉકિંગ સાથે જોડાયેલ મોટી વાતો

 | 10:30 am IST

દુનિયાના પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે બુધવારના રોજ બ્રિટનને કેમ્બ્રીજ સ્થિત તેમના ઘરે નિધન થયું. સ્ટીફન હૉકિંગના બાળકો લુસી, રોબર્ટ, અને ટિમે નિવેદન રજૂ કરીને કહયું કે અમને ખૂબ જ દુખ છે કે અમારા પ્રેમાળ પિતા આજે અમને છોડીને જતા રહ્યા. જાણો બ્લેક બોલ અને બિગ બેંગ થિયરી અંગે કહેનાર હૉકિંગ સાથે જોડાયેલ મોટી વાતો…

– દુનિયાભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કૉસ્મોલૉજિસ્ટ હૉકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ માટે જાણીતા છે
– 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે સ્ટીફન હૉકિંગનો જન્મ થયો હતો
– ગૈલીલિયોના મૃત્યુના ઠીક 300 વર્ષ બાદ હૉકિંગનો જન્મ થયો હતો. 1988મા તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે તેમનું પહેલું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું
– ત્યારબાદ કૉસ્મોલોજી પર આવેલ તેમનું પુસ્તક કર્યું 1 કરોડથી વધુ નકલો વેચાઇ હતી. તેને દુનિયાભરમાં સાયન્સ સાથે જોડાયેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક મનાય છે.
– 1963મા સ્ટીફન હૉકિંગ જ્યારે માત્ર 21 વર્ષના હતા, ત્યારે તેમણે Amyotrophic Lateral Sclerosis (ALS) નામની બીમારી થઇ ગઇ. તેના લીધે તેમના વધુ અંગોએ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
– સ્ટીફન હૉકિંગ વ્હિલચેર દ્વારા જ મુવ થતા હતા. આ બીમારીની સાથે આટલા સમય સુધી જીવીત રહેનાર સ્ટીફન હૉકિંગ પહેલાં વ્યક્તિ હતા
– અંદાજે 21 વર્ષની ઉંમરમાં બીમાર થયા બાદ પણ તેમણે પોતાના અભ્યાસને ચાલુ રાખ્યો અને તમામ ચોંકાવનારી શોધ દુનિયાની સામે મૂકી. હૉકિંગ એક વ્હિલચેરના સહારે ચાલતા હતા અને એક કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા આખી દુનિયા સાથે જોડાતા હતા
– 2014મા સ્ટીફન હૉકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થિઅરી ઑફ એવરીથિંગ’ રિલીઝ થઇ હતી
– પ્રોફેસર સ્ટીફન હૉકિંગે 1965મા ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેન્ડિંગ યુનિવર્સીસ’ વિષય પર પોતાનું પીએચડી પૂરું કર્યું હતું
– ખૂબ જ દિલચસ્પ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ તેમના પિતાએ મેડિકલ સાથે જોડાવાની સલાહ આપી. યુનિવર્સિટી કૉલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું, એવામાં તેમણે ફિઝિકસની પસંદગી કરી. ત્રણ વર્ષ બાદ તેમને નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઑનર્સ ડિગ્રી મળી.