hazel keech and yuvraj singh celebrate third wedding anniversary
  • Home
  • Featured
  • યુવરાજ-હેઝલના લગ્નનાં ત્રીજા વર્ષે પત્નીએ PHOTO શેર કરી લખ્યું- હવે પહેલા જેવું નથી રહ્યું…

યુવરાજ-હેઝલના લગ્નનાં ત્રીજા વર્ષે પત્નીએ PHOTO શેર કરી લખ્યું- હવે પહેલા જેવું નથી રહ્યું…

 | 12:31 pm IST

યુવરાજ સિંહ અને હેઝલ કીઝનાં લગ્નને 3 વર્ષ પૂરા થયાં. આ દંપતીએ 30 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નની વર્ષગાંઠના પ્રસંગે હેઝલે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ યુવરાજે પણ રોમેન્ટિક તસવીર પણ શેર કરી હતી.

યુવરાજે ફોટો શેર કરતાં લખ્યું, ‘ મુબારક પત્ની, આપણે ત્રણ વર્ષ પૂરા કર્યા, એવું લાગે છે કે ત્રીસ વર્ષ વીતી ગયા! હેપ્પી એનિવર્સરી.’ યુવરાજની આ પોસ્ટ પછી બધા ખેલાડીઓએ અભિનંદન રૂપે કોમેન્ટ કરી. ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘટગેએ પણ બંનેને તેમની વર્ષગાંઠ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બિપાશા બાસુ અને હરભજનસિંહે પણ આ ક્યૂટ દંપતીને તેમની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા હતા. હેઝલ કીઝે જે ફોટો શેર કર્યો તેમાં લખ્યું, ‘3 વર્ષ પછી હવે આપણે હવે પહેલા જેવા નથી રહ્યા. છતાં પણ આજે હું તને જ પસંદ કરીશ બેબી. હું તને પ્રેમ કરું છું. લગ્નની ત્રીજી વર્ષગાંઠના અભિનંદન. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન