યુવરાજની ફિયોન્સી હેઝલ કિચે એક કંપની પર વંશિય ભેદનો આક્ષેપ કર્યો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • યુવરાજની ફિયોન્સી હેઝલ કિચે એક કંપની પર વંશિય ભેદનો આક્ષેપ કર્યો

યુવરાજની ફિયોન્સી હેઝલ કિચે એક કંપની પર વંશિય ભેદનો આક્ષેપ કર્યો

 | 10:42 pm IST
  • Share

વિસ્ફોટક બેટ્સમેન યુવરાસિંહની વાગદત્તા હેઝલ કિચનું નામ મુજબ હિંદુ લાગતી ન હોવાથી જયપુરમાં અમેરિકન ફાઇનાન્સ કંપનીએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. કંપનીના આ વર્તન બાદ હેઝલ કિચે ટ્વિટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હેઝલે ટ્વિટ કર્યું કે, મિસ્ટર પીયૂષ શર્મા, જયપુરમાં તમે જાતિવાદી માણસ છો.

તેઓએ મને નાણાં આપવાનો ઇનકાર કર્યો કારણ કે, મારું નામ હિંદુ ધર્મ મુજબ લાગતું નથી. હેઝલે બીજી ટ્વિટ કરી લખ્યું મારું નામ હેઝલ કિચ છે. હું જન્મથી હિંદુ છું પરંતુ મને નાણાં આપવા કે ન આપવા મામલે મારા નામને લઈ શું વાંધો છે. યુવરાજ પણ આ વિવાદમાં કૂદી પડયો હતો અને પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. યુવરાજે ટ્વિટ કરી આ એક ચોંકાવનાર વ્યવહાર હતો. વંશિય ભેદભાવ ન કરવો જોઇએ. મને આશા છે કે, પીયૂષ શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો