ચૂંટણી ટાણે કેજરીવાલને ઝટકો, EVM પરની અરજી હાઈકોર્ટે ફગાવી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચૂંટણી ટાણે કેજરીવાલને ઝટકો, EVM પરની અરજી હાઈકોર્ટે ફગાવી

ચૂંટણી ટાણે કેજરીવાલને ઝટકો, EVM પરની અરજી હાઈકોર્ટે ફગાવી

 | 3:36 pm IST

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની EVM પરની અરજીને ફગાવી દીધી છે. પાર્ટીએ MCDની ચૂંટણીમાં મતદાન માટે EVM ની સાથે VVPAT મશીન એટેચ કરવાની ભલામણ કરી હતી. 23 એપ્રિલના રોજ થનારી નગરનિગમની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ કોઈ પણ પ્રકારની ગડબડીમાંથી બચવા માટે આ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી કે કોર્ટ છેલ્લી ઘડીએ આવા મામલે ચૂકાદા આપી શકે નહીં.

વાત જાણે એમ હતી કે આમ આદમી પાર્ટી ઈચ્છતી હતી કે 23 એપ્રિલે થનારી નગર નિગમની ચૂંટણીમાં એવા ઈવીએમ મશીનો વપરાય કે જેમાં કાગળની ચબરખી નિકળે તેવી વીવીપીએટી મશીન એટેચ હોય. જસ્ટિસ એ કે પાઠકે કહ્યું કે VVPAT (વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ)વાળી જનરેશન-2 અને જનરેશન-3 ઈલેક્ટ્રોનિક મશીન લગાવવાનો આદેશ હાલ આપી શકાય નહીં.

વોટર વેરિફાઈટ પેપર ઓડિટ મશીન કે વીવીપીએટી મશીન મતદાતાઓને તેમણે જેને વોટ આપ્યો હોય તે પાર્ટીના ચૂંટણી ચિન્હવાળી ચબરખી આપે છે. આ સ્લિપ થોડીવાર બાદ આપોઆપ સીલ્ડ બોક્સમાં પડે છે. આપની સાથે એમસીડી ચૂંટણીના ઉમેદવાર મોહમ્મદ તાહિરે પણ આ અરજી દાખલ કરી હતી. તેમનો તર્ક હતો કે ચૂંટણીમાં ઉપયોગ થનારી મશીનો સાથે છેડછાડ થઈ શકે છે.

આ અરજીને ફગાવતા પહેલા જે દલીલો થઈ તે દરમિયાન કોર્ટે દિલ્હીના સ્ટેટ ઈલેક્શન કમિશનને પૂછ્યું કે સુબ્રહ્મણ્યમ સ્વામીના મામલે સુપ્રીમ કોર્ટના અવલોકનને ધ્યાનમાં રાખીને વીવીએપીએટી ઈવીએમની પસંદગી કેમ ન થઈ? કોર્ટે કહ્યું કે આવી મશીનોની ખરીદી થવી જોઈએ.

ચર્ચામાં દિલ્હી પોલ પેનલે કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા MCD ચૂંટણીમાં EVMની વિશ્વસનીયતા પર આ પ્રકારના સવાલો ઉઠાવવાથી જનતામાં ખોટો સંદેશો જશે.