HCAની બેઠકમાં અઝહરુદ્દીનની ‘નો એન્ટ્રી’ પર બબાલ – Sandesh
NIFTY 10,393.05 +14.65  |  SENSEX 33,855.29 +80.63  |  USD 64.4400 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • HCAની બેઠકમાં અઝહરુદ્દીનની ‘નો એન્ટ્રી’ પર બબાલ

HCAની બેઠકમાં અઝહરુદ્દીનની ‘નો એન્ટ્રી’ પર બબાલ

 | 4:44 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન પૈકી એક અઝહરુદ્દીન ઉપ્પલમાં હૈદારાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા પરંતુ તેને સામેલ ન કરાતાં હંગામો થયો હતો. HCAના અધ્યક્ષ જી. વિવેક દ્વારા લોઢા કમિટીની ભાલામણોને લાગુ કરવા માટે બોલાવાયેલી આ બેઠકમાં સામેલ થવા અઝહરુદ્દીન પહોંચ્યો ત્યારે તેમને સામેલ થવા દીધા નહોતા.

અઝહરે કહ્યું કે, એક કલાકથી વધુ સમય સુધી મને મિટિંગમાં સામેલ થવા દીધો નહોતો. આ સમયે ત્યાં ઉપસ્થિત ઘણા અધિકારીઓ અને સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિચ હનુમંત રાવ, બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એ. શિવપાલ યાદવ, પૂર્વ બોલર વેંકટપતિ રાજુ સહિત અન્ય સભ્યોએ અઝહરને બેઠકમાં સામેલ કરવાની માગ કરી હતી.

તે પછી અઝહરને મિટિંગમાં જવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અઝહરે ગત વર્ષે એચસીએના અધ્યક્ષપદ માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે અધ્યક્ષ બની શક્યો નહોતો.