HDFC બેન્કને '૨૪,૦૦૦ કરોડની FDI માટે મંજૂરી - Sandesh
  • Home
  • India
  • HDFC બેન્કને ‘૨૪,૦૦૦ કરોડની FDI માટે મંજૂરી

HDFC બેન્કને ‘૨૪,૦૦૦ કરોડની FDI માટે મંજૂરી

 | 1:28 am IST

નવી દિલ્હી, તા. ૧૩

ભારતીય બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત કરવા કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કને વધારાની શેરમૂડીના રૂપમાં રૂપિયા ૨૪,૦૦૦ કરોડનાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપી દીધી છે. નાણાપ્રધાન પીયૂષ ગોયલે કેબિનેટ બેઠક પછી જણાવ્યું હતું કે એચડીએફસી બેન્કમાં આ વિદેશી રોકાણ ૭૪ ટકાની અનિવાર્ય મર્યાદામાં જ થશે. હાલમાં બેન્કનું વિદેશી ઇક્વિટી હોલ્ડિંગ ૭૨.૬૪ ટકા છે. ગોયલે એમ પણ કહ્યું કે બેન્ક મૂડી વધતાં બ્રાન્ચ નેટવર્કમાં ડિજિટલ બેન્કિંગ પહોંચનો વિસ્તાર થશે. બીજી તરફ સરકારી બેન્કોની લાભપ્રદતા હાલમાં પ્રભાવિત થઈ છે. આ બેન્કોને તેમની એનપીએ માટે જોગવાઈ કરવી પડી રહી છે.

હોમક્રાફ્ટની ભાગીદારી ખરીદીને પગલે મધ્યમવર્ગ માટેની આવાસ યોજનાને મળશે વેગ

એચડીએફસીના રિયલ એસ્ટેટ ફંડે એટીએસ જૂથની કંપની હોમક્રાફ્ટના કેટલાક ભાગની ખરીદી કરી લીધી હોવાથી ૩૦ કરોડ ડોલરની મૂડીનું નિર્માણ થશે, તેનો ઉપયોગ પરવડે તે ભાવે મધ્યમ આવક ધરાવતાં લોકોને આવાસસુવિધા મળી રહે તે માટે ચાલતી પરિયોજનાના વિકાસ માટે થશે. એટીએસ જૂથના સંસ્થાપક ગીતાંબર આનંદે આ વર્ષે માર્ચમાં મધ્યમ આવક ધરાવતાં વર્ગનાં લોકો માટે આવાસ યોજના વિકસાવવા માટે એક સાહસની શરૂઆત કરી છે, તે સાહસ ૩૦થી ૭૦ લાખ રૂપિયામાં આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવશે. હોમક્રાફ્ટે મહત્ત્વની ભાગીદારી એચડીએફસી કેપિટલ એફોર્ડેબલ રિયલ એસ્ટેટ ફંડને વેચી દીધી છે.

;