HDFC bank cuts base rate by 55 bps to 8.10 percent, check details
  • Home
  • Business
  • મહામારી અને લોકડાઉન વચ્ચે આ બેંકે ગ્રાહકોને કર્યા ખુશ! હવે દર મહિને થશે મોટો ફાયદો

મહામારી અને લોકડાઉન વચ્ચે આ બેંકે ગ્રાહકોને કર્યા ખુશ! હવે દર મહિને થશે મોટો ફાયદો

 | 3:53 pm IST

કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા દેશની બેંકો તેમના ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવાની કોશિશ કરી રહી છે. લોકડાઉનમાં ગ્રાહકોને બેંકિંગ કામમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન થયા તે માટે બેંકો યોગ્ય પગલા ભરી રહી છે. ત્યારે આ દરમિયાન હવે દેશની મોટી પ્રાઇવેટ બેંકોમાંથી એક એચડીએફસી(HDFC Bank) બેંકે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ એચડીએફસી બેંકે લોકડાઉનમાં વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. બેંકે બેસ રેટમાં 0.55 ટકાનો ઘટાડો કર્યો છે અને વ્યાજદર 8.10 ટકા કર્યા છે. આ નિર્ણય બાદ બેસ રેટ પર આધારિત બધી લોનની EMI 0.55 ટકા ઘટી જશે. આપણે જણાવી દઈએ કે એ જુલાઈ 2010(પરંતુ 1 એપ્રિલ 2016 પહેલા) બધી હોમ લોન બેસ રેટ પર આધારિત છે. આ મામલે બેંકોને આ છૂટ હોય છે કે કોસ્ટ ઓફ ફંડ્સની ગણતરી એવરેજ ફંડ કોસ્ટના પ્રમાણે કરે અથવા એમસીએલઆરના હિસાબે કરે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો. તેથી હવે રેપો રેટ ઘટીને 4.40 ટકાની જગ્યાએ 4 ટકા થઈ ગયો છે. આ પહલા માર્ચ મહિનામાં રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ સાથે આરબીઆઈએ લોન મોરેટોરિયમની સમય મર્યાદાને 3 મહિના સુધી આગળ વધારવાની જાહેરાત કરી હતી. હવે લોન પર મોરેટોરિયમની સમય મર્યાદા ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ: N95 માસ્કના ભાવ અંગે અમિત ચાવડાએ સરકાર પર કર્યો આક્ષેપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન