he fell on me after Saying 'I love you'

‘આઈ લવ યુ’ કહી એ મારા પર આખો ઢળી પડયો

 | 4:15 pm IST
  • Share

યૌવનની સમસ્યા: સોક્રેટિસ

સોક્રેટિસજી,

ખૂબ મથામણને અંતે મેં તમારી પાસેથી માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો છે. હું જાણું છું કે તમે ગમે તેવી ભૂલ ભૂલામણીમાંથી પણ રસ્તો કાઢી આપો છો… મારી એક ફ્રેન્ડ તમારી સલાહથી આપઘાત કરતા અટકી હતી અને આજે સુખી જીવન જીવી રહી છે…! મને સ્વપ્ને ય ખ્યાલ ના હતો કે હું ય સંબંધોમાં એવી ફસાઈશ કે કોઈ રસ્તો જ નહીં સૂઝે. સર… મારું નામ રતિ છે. હું એક કંપનીમાં જોબ કરું છું. મારા પરિવારમાં અમે બે બહેનો અને એક નાનો ભાઈ છે. મારી મોટી બહેન રાધિકા ગવર્નમેન્ટમાં જોબ કરે છે. મારા પપ્પા એક રેડિમેડ ગારમેન્ટનો સ્ટોર ચલાવે છે. રાધિકા મારી સાથે મોટી બહેન કરતા ફ્રેન્ડ તરીકે વધુ વર્તે છે. અમે નાની નાની બાબતો પણ એકબીજાને શેર કરતા હોઈએ છીએ. એને સ્કૂલમાં હતી ત્યારે અમારી સોસાયટીના એક કુમુદ નામના છોકરા સાથે ‘લવ’ થઈ ગયો હતો.

એ મને એની બધી વાતો કહેતી. જોકે, એ લવમાં એકબીજાને ગમવા અને વાતો કરવાથી વધુ કંઈ હતું નહીં. હું પણ તેઓ સાથે ઘણીવાર રહેતી. એટલે ખ્યાલ આવી જતો હતો. પછી કુમુદ તો આઈટીના અભ્યાસ માટે બેંગલુરુ જતો રહ્યો અને રાધિકા પણ અભ્યાસમાં ડૂબી ગઈ. એ ખૂબ હોંશિયાર હતી અને એને જીપીએસસી પાસ કરીને મામલતદાર તરીકેની જોબ પણ મળી ગઈ. મમ્મી-પપ્પાએ તેને લગ્ન કરવા માટે મૂરતિયા શોધવાની વાત કરતાં તેણે પ્રારંભમાં તો પછી વાત… પછી વાત… ક્યાં ઉતાવળ છે, એમ કહી વાત ટાળ્યા કરી. મને તેના કુમુદ પ્રત્યેના પ્રેમની ખબર હતી એટલે તે કારણસર જ એ ના પાડતી હોવાનો ખ્યાલ હતો. મેં એને તે કુમુદ ખાતર જ લગ્નની ના પાડતી હોવાનું કહેતાં તેણે એ વાતનો એકરાર કર્યો.

મેં તેને સમજાવી કે એ તો જસ્ટ ફ્રેન્ડશિપ જેવો સંબંધ હતો. એવા સંબંધો તો સોસાયટીઓમાં અને કોલેજોમાં હાલતા ચાલતાં થઈ જાય! ત્યારે ઉંમરે ય નાની હતી અને ક્યારેય પ્રેમ હોવાનો એકરાર તો થયો ના હતો. તો પછી ખાલી એની પાછળ પાગલ બનવું એ કેટલું યોગ્ય છે? પરંતુ માની નહીં. મમ્મી-પપ્પા ઘણાં છોકરા અંગે કહેતા એને તેને જો કોઈ સાથે લવ હોય તો તે લવ મેરેજ કરાવવા પણ તૈયાર હતા, પરંતુ તેણે તો સ્પષ્ટ શબ્દોમાં પોતે લગ્ન જ કરવા માંગતી ના હોવાનું કહી દીધું. વળી, એની નોકરી પણ એવી હતી કે બદલીઓ થયા કરતી.

મમ્મી-પપ્પાએ પણ બધું નસીબ પર છોડી એનીમેળે જ એ લગ્ન કરશે એમ માની મન મનાવી લીધું. દરમિયાન મેં ય સ્ટડી કરીને એક કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે જોબ શોધી લીધી છે. રાધિકાએ લગ્નનો ઇન્કાર કરતા મમ્મી-પપ્પા હવે મને પરણાવવા માંગે છે. મેં તેઓને થોડા સમય પછી કહીશ એમ કહી સમજાવી લીધા છે. પરંતુ ત્યારે શું ખબર કે જિંદગી કેવા વળાંક પર આવીને ઊભી રહેશે? અચાનક જ એક દિવસ કુમુદ અમારે ત્યાં આવી ચડયો. હું આશ્ચર્યમાં પડી ગઈ. મમ્મી-પપ્પા પણ તેને જાણતા હતાં. એટલે આવકાર આપ્યો! તે કોઈ મોટી ફર્મમાં આઈટી એન્જિનિયર હતો. ખૂબ મોટો પગાર હતો. એણે મને બાદમાં મળવાનું કહેતાં બીજા દિવસે ‘જોબ’ પરથી આવતા આવતા તેને મળવા જવાની હતી, ત્યાં જ એ રસ્તામાં મળી ગયો.

એણે મને નજીકના રેસ્ટોરન્ટમાં બેસીને વાત કરવા ઓફર કરી અમે બંને ત્યાં ગયા. તેણે મને રાધિકા વિશે પૃચ્છા કરી. રાધિકા તેને પ્રેમ કરતી હોવાથી લગ્ન પણ કર્યા ના હોવાની વાત કરતા એ ખુશીથી ઉછળી પડયો અને તેણે પોતે પણ રાધિકાને પ્રેમ કરતો હોવાથી લગ્ન ના કર્યા હોવાનું કહેતા હું પણ ખુશ થઈ ગઈ. એણે મને રાધિકાને તે વાત જણાવવા કહ્યું અને પોતે તેનો મોબાઈલ નંબર પણ લીધો! બંને રેસ્ટોરન્ટમાંથી જુદા પડયા ત્યારે કુમુદે મને ધબ્બો મારતા કહ્યું કે તે ખૂબ જ ખુશ થયો છે. એ પછી મેં રાધિકાને ફોન કરતાં તેણે ખુશ થતા થતા કહ્યું, હા, કુમુદનો ફોન આવી ગયો છે. બસ, હવે હું બે ચાર દહાડામાં જ ઘરે આવું છું. પછી બધી વાત!

ત્યારબાદ કુમુદ બીજા દિવસે પણ મને મળ્યો અને બંનેએ રેસ્ટોરેન્ટમાં કોફી પીતાં પીતાં ગપ્પાં માર્યા. કુમુદ ખરેખર ફૂટડો હેન્ડસમ હતો અને પાછો બોલવામાં તો એટલો ફાંકડો હતો કે કોઈને પણ ગમી જાય. રાધિકાની તપસ્યા ફળતી લાગતાં એ પોતે ખુશ હતી. ચારેક દિવસ બાદ રાધિકા આવી એ પછી બંને ગુટુર ગુટુર કરવા માંડયા. હું પણ મોટેભાગે સાથે રહેતી એટલે જોયા કરતી.  મજાક મસ્તી ચાલતી અને કુમુદ વાત વાતમાં મને પણ ઘસેડતો. રાધિકાએ મમ્મી-પપ્પાને પોતે ‘કુમુદ’ સાથે લગ્ન કરવા તૈયાર હોવાનું કહેતાં તેઓના મનમાં ખુશી સમાતી નહોતી.

થોડા દિવસ બાદ કુમુદ બેંગલુરુ જવા રવાના થયો ત્યારે તેણે રાધિકાને ત્યાં ફરવા આવવા અને સાથે મને પણ લાવવા આગ્રહ કર્યો હતો. લગ્ન પહેલાં જવું કે નહીં એવી અવઢવ બાદ રાધિકા અને મેં એક વીકની રજા લીધી અને બેંગલુરુ પહોંચ્યા. કુમુદ મોટા ફ્લેટમાં એકલો જ રહેતો હતો. અમને તેણે આવકાર્યા. હોટલમાં જ જમવાનું રાખ્યું હતું. ખૂબ ફર્યા અને ખૂબ મજા કરી. રાધિકા અને કુમુદ તો બેડરૂમમાં સાથે જ સૂતા. હું બીજા બેડરૂમમાં સૂતી. મોડેથી ઊંઘ ના આવતા હું તેઓ જાગે છે કે કેમ? તે જોવા તેના બેડરૂમ તરફ ગઈ, તો દરવાજો ખુલ્લો હતો અને આછી લાઈટ વચ્ચે તેઓ બંને એકદમ નિર્વસ્ત્ર થઈને એકબીજામાં એકાકાર થઈ ગયા હતાં. હું તેઓ જોઈ ના જાય તે રીતે ઝડપથી મારા બેડરૂમમાં જતી રહી. બંને જે સ્થિતિમાં હતાં, તે દ્રશ્ય મારી નજરમાંથી ખસતું ના હતું.

એ દ્રશ્ય બીજી રાત્રે પણ જોવા મળ્યું. મેં છુપાઈને એ આખી પ્રક્રિયા ખૂબ રસપૂર્વક જોઈ. હું ય રોમાંચિત થઈ ઊઠી. તેઓ બંને ખુશ હતાં એટલે હું ય ખુશ જ હતી. અમારે બેંગલુરુથી ઘરે આવવાની આગલી રાતે મેં તેઓના બેડરૂમ તરફ જવાનું માંડી વાળ્યું અનેે આંખો મીંચીને ઊંઘવા પ્રયાસ કર્યો. પણ ઊંઘ આવતી ના હતી. એટલામાં મારી છાતી પર કંઈ સ્પર્શ થતાં હું ઝબકી ગઈ અને જોયું તો કુમુદ બેડ પર બેઠો હતો અને તે એનો હાથ હતો.

મેં બોલવા પ્રયાસ કરતાં એણે મારા મોં પર હાથ મૂકી બોલતી રોકી અને બોલ્યો. ડાર્લિંગ… રાધિકા ઘસઘસાટ ઊંઘી ગઈ છે. આઈ લવ યુ..! કહી એ મારા પર આખો ઢળી ગયો અને મને બાથમાં ભીડી કિસ કરવા માંડયો… મેં એને ધક્કો મારી દૂર કરી એક તમાચો ઝીંકી દીધો. છતાં એ ખસ્યો નહીં અને બોલ્યો, ડાર્લિંગ મને તો તું જ વધારે ગમે છે. તું મારી સાથે સંબંધ નહીં બાંધે તો હું રાધિકાની સાથે લગ્ન નહીં કરું. મેં જવાબ આપ્યા વિના જ એને ધક્કો મારતાં એ જતાં જતાં બોલ્યો ‘મેં કહ્યું તે યાદ રાખજે..!’

બીજા દિવસે એણે તો જાણે કશું જ ના થયું હોય એમ બેફિકરાઈ દર્શાવી. મેં પણ પરાણે રાધિકાને કશો ખ્યાલ ના આવે તેનું ખાસ ધ્યાન રાખ્યું. એરપોર્ટ પર અમને વિદાય કરતી વેળા એ બોલ્યો, રતિ મને યાદ રાખજે… ભૂલી ના જતી! એના કહેવાનો અર્થ હું સમજી ગઈ હતી. પછી એણે મને ફોન કરીને પણ ધમકાવી કે તેની સાથે સંબંધ બાંધશે તો જ રાધિકા સાથે પરણશે! અને બાદમાં તે હલકટે ખરેખર લગ્ન પછી…પછી… કરીને પાછા ઠેલ્યા છે. પાછો મને ફોન કરી કહે છે કે તું કહે એટલે તરત લગ્ન બોલ!

સોક્રેટિસજી આ પરિસ્થિતિમાં મારે શું કરવું એ સમજાતું નથી, મારે રાધિકાનો વિચાર કરવાનો છે! તમે જ કહો હું શું કરું?

ઓહ માય ગોડ, રતિજી તમારી સમસ્યા ખરેખર મુંઝવણમાં મૂકી દેનારી છે, પરંતુ સૌપ્રથમ તો તમને અભિનંદન કે તમે કુમુદની હવસને વશ ના થયા. તમે ધાર્યું હોત તો તમે ય મોજ ઉડાવી હોત. પરંતુ તે ભવિષ્ય માટે ખતરનાક સાબિત થાત! તમે કોઈ કાળે એ હવસખોરને વશ ના થતાં. એ ભલે કહે કે તમે સંબંધ બાંધવાનું સ્વીકારશો તો જ તે લગ્ન કરવા તૈયાર થશે! હકીકતમાં તમે ના પાડશો તો ય એ રાધિકા સાથે લગ્ન કરવા તૈયાર થવાનો જ! એને રાધિકા પ્રત્યે પ્રેમ તો છે જ! તમારી સાથેનો પ્રસંગ એક સ્ખલન છે. થોડા સમય પછી એને એની ભૂલનો પસ્તાવો થશે એ તમારી માફી પણ માગશે! બસ તમારે એને કશો જવાબ નથી આપવાનો! સમજ્યા? અને છતાં એથી ઊંધું થાય તો તમારે રાધિકાને બધુ સ્પષ્ટ કહી દેવાનું કે જેથી તેનું જીવન પણ ના બગડે! હા, તેઓના લગ્ન બાદ તમે ય વહેલાસર લગ્ન કરી લેજો.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો