He is wedded to Congress Party : Conress President Rahul Gandhi
  • Home
  • Featured
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો ધડાકો, હા, મારા લગ્ન થઈ ચુક્યા છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો ધડાકો, હા, મારા લગ્ન થઈ ચુક્યા છે

 | 5:17 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના લગ્ન નથી થયા તે સૌકોઈ જાણે છે. બધા જ લોકો જાણવા માંગે છે કે રાહુલ ગાંધી ક્યારે લગ્નના ફેરા લેશે. પરંતુ બે દિવસ માટે હૈદારાબાદની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ પોતે જ આ વાતનો ધડાકો કર્યો છે.

એક વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષને તેમના લગ્નની યોજના બાબતે પુછવામાં આવતા કહ્યું હતું કે, હા, મારા લગ્ન થઈ ગયાં છે.

ફરીવાર વડાપ્રધાન બનવાનો સવાલ જ નથી

રાહુલ ગાંધીએ ભવિષ્યવાણી કરત જણાવ્યું હતું કે, 2019માં ભારતીય જનતા પાર્ટી 230 બેઠકો પણ જીતી નહીં શકે. માટે નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બને તેવો સવાલ જ ઉભો થતો નથી.

તેલંગાણામાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ

કોંગ્રેસ અને અન્ય બીન ભાજપી દળોની બહુમતની સ્થિતિમાં વડાપ્રધાન કોણ બનશે તે પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે, તેઓ આ દિશામાં કામ કરશે. પાર્ટીના રાજ્ય એકમ સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા સ્વતંત્ર છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેલંગાણાની સત્તામાં કોંગ્રેસને વાપસી થશે.

દેશમાં અસહિષ્ણુતા

2014ની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં હાથ ખાલી રહી ગયા બાબતે તેમણે કહ્યું હતું કે, પાર્ટી આંધ્રમાં પોતાની સ્થિતિ સુધારી રહી છે. તેમણે દેશમાં વધતી અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, દેશમાં અલ્પસંખ્યક અસુરક્ષીત મહેસુસ કરી રહ્યાં છે. તેમણે ખેડૂતોની સમસ્યાઓ અને બેરોજગારોને રોજગાર આપવાનું આહવાન કર્યું છે.

સાથે જ રાહુલ ગાંધી સંવાદદાતા સમ્મેલનમાં પોતાના લગ્નને લઈને કહ્યું હતું કે, હાં, મારા લગ્ન થઈ ચુક્યા છે. હું પાર્ટી સાથે લગ્ન કરી ચુક્યો છું.