He Will Never Able To Forgive Sadhvi For Godse Remark : PM Modi
  • Home
  • Election 2019
  • સાધ્વી પ્રજ્ઞા પર PM મોદી લાલઘુમ, કહ્યું- દિલથી ક્યારેય માફ નહીં કરી શકુ

સાધ્વી પ્રજ્ઞા પર PM મોદી લાલઘુમ, કહ્યું- દિલથી ક્યારેય માફ નહીં કરી શકુ

 | 4:06 pm IST

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના નિવેદન પર ભોપાલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર બરાબરના ભરાયા છે. સાધ્વીના આ નિવેદન બાદ ભાજપ હાઈકમાન્ડ પણ ડેમેજ કટ્રોલમાં જોડાયું છે. માત્ર ભાજપના અધ્યક્ષ અમિત શાહ જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આકરા શબ્દોમાં પ્રજ્ઞા ઠાકુરની આકરી નિંદા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા શબ્દોમાં કહ્યું છે કે, પ્રજ્ઞા અને બાકીના લોકો જે ગોડસે અને બાપૂ વિષે નિવેદનબાજી કરી રહ્યાં છે જે અયોગ્ય છે. સાથે જ તેમણે કહ્યું છે કે, પ્રજ્ઞાએ ભલે માફી માંગી લીધી હોય પણ દિલથી તેમને ક્યારેય માફ નહીં કરી શકું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગાંધી અને ગોડસેના સંબંધો ભયંકર ખરાબ છે. ટીકા પાત્ર છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાતો ના થઈ શકે. આ મામલે જે કંઈ બોલનારાઓએ 100 વાર વિચાર કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ ઉમેર્યું હતું કે, ભલે તેમણે માફી માંગી લીધી હોય પણ હું દિલથી તેમને ક્યારેય માફ નહીં કરી શકું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલ લોકસભા બેઠકના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું, પણ પ્રજ્ઞાના નિવેદનોના કારણે પાર્ટીએ બેકફૂટ પર જવું પડ્યું છે. બીજી બાજુ વિપક્ષ પણ સતત આ મામલે ભાજપ પર આક્રમક બન્યો છે. વિપક્ષનું કહેવું છે કે, ભોપાલ બેઠક પરથી ચૂંટણી યોજાઈ ગયા બાદ પીએમ મોદી તેમનો પ્રજ્ઞાનો વિરોધ કરી રહ્યાં છે, પણ આ તેમણે પહેલા કરવું જોઈતુ હતું.

આ અગાઉ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસે મામલે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, સાધ્વી, કેન્દ્રીય મંત્રી અનંત હેગડે અને સાંસદ નલીન કટીલના નિવેદનો તેમના અંગત નિવેદનો છે અને પાર્ટીને તેની સાથે કોઈ જ લેવાદેવા ન્નથી. શાહે ત્રણેય નિવેદનોને અનુશાસન સમિતિ પાસે મોકલવાની વાત પણ કરી છે. અનુંસાશન કમિટી ત્રણેય નેતાઓ પાસે જવાબ માંગશે અને 10 દિવસની અંદર પોતાનો અહેવાલ સોંપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન