હું તો ફાંસી આપનાર જલ્લાદ બનવા તૈયાર છું : આનંદ મહિન્દ્રા - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હું તો ફાંસી આપનાર જલ્લાદ બનવા તૈયાર છું : આનંદ મહિન્દ્રા

હું તો ફાંસી આપનાર જલ્લાદ બનવા તૈયાર છું : આનંદ મહિન્દ્રા

 | 11:25 pm IST

ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરમાં કઠુઆ જિલ્લામાં બળાત્કારની ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. અનેક લોકો રસ્તા પર ઊતરી વિરોધ નોંધાવી રહ્યા છે તેમ જ દોષિતોને ફાંસીની સજા આપવાની માગણી કરી રહ્યા છે.

આ પ્રકરણમાં હવે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ અવાજ ઉઠાવ્યો છે. કઠુઆ બળાત્કારની ઘટનાથી ચિડાયેલા આનંદ મહિન્દ્રાએ પોતાનો ગુસ્સો ટ્વિટર પર વ્યક્ત કર્યો હતો.

બળાત્કારીને ફાંસી આપવા માટે હું ફાંસી આપનાર જલ્લાદ બનવા તૈયાર છું, એવું આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું.

આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે જલ્લાદની નોકરી કોઈને ગમતી નથી. જો બળાત્કારી અને નાની છોકરીની હત્યા કરનારને સજા આપવી હોય તો હું એ નોકરી આનંદથી સ્વીકારીશ. હું શાંત રહેવાનો પ્રયત્ન કરું છું, જોકે આપણા દેશની આવી ઘટનાને કારણે મારું લોહી ઊકળી ઊઠે છે.

દરમિયાન કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર પ્રકરણે આખા દેશમાં વિરોધ નોંધાવાઈ રહ્યો છે. રવિવારે મુંબઈ સહિત પુણે, ઔરંગાબાદમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં વિરોધ ચાલુ છે. ઉપરાંત જુદી જુદી યુનિર્વિસટી અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.