Headline 28th September 2021: Gujarati Top News Headlines Till 03 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 03PM: ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, ઉરીમાં આતંક પર પ્રહાર

[email protected] 03PM: ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, ઉરીમાં આતંક પર પ્રહાર

 | 2:53 pm IST
  • Share

એક તરફ લોકોને કોરોના રસી માટે ઘક્કા ખાવા પડી રહ્યાં છે. ત્યાં બીજી તરફ કોરોના રસીનો બગાડ થયું હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે જુલાઇ સુધીમાં 8 લાખ ડોઝનો બગાડ થયો છે. કોવિશીલ્ડ રસીના 5,13,761 ડોઝનો બગાડ થયો છે. જ્યારે કોવેક્સિન રસીના 3,19,705 ડોઝ બગડ્યા છે. જ્યારે સરકારને 3,19,54,590 ડોઝ મળ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂંજા વંશના સવાલ પર સરકારે જવાબ આપ્યા છે..સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાત સરકારનું વધતું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયું, ગૃહમાં કેગનો અહેવાલ રજૂ થયો

આજે સવારે 10 વાગ્યાથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં ગુજરાત પર દેવાના વિપક્ષના સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. ગુજરાતનું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019-20માં દેવામાં 26, 791 કરોડનો વધારો થયો છે. કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. બીજી બાજુ ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજ્ય સરકારે ગૃહમાં કોરોના રસીના ડોઝ વેસ્ટેજ ગયા હોવાનું સ્વીકાર્યું, જાણો આંકડાકીય માહિતી

એક તરફ લોકોને કોરોના રસી માટે ઘક્કા ખાવા પડી રહ્યાં છે. ત્યાં બીજી તરફ કોરોના રસીનો બગાડ થયું હોવાનું સામે આવ્યું છે. ચાલુ વર્ષે જુલાઇ સુધીમાં 8 લાખ ડોઝનો બગાડ થયો છે. કોવિશીલ્ડ રસીના 5,13,761 ડોઝનો બગાડ થયો છે. જ્યારે કોવેક્સિન રસીના 3,19,705 ડોઝ બગડ્યા છે. જ્યારે સરકારને 3,19,54,590 ડોઝ મળ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂંજા વંશના સવાલ પર સરકારે જવાબ આપ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ઉરીમાં આતંક પર પ્રહાર, PAK ઘુસણખોરોને સેનાએ પકડી પાડ્યા 5 દિવસમાં 4 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરની સીમા પર ભારતીય સેનાએ એક વખત ફરીથી પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડ્યા છે જેઓ ભારતમાં ઘુંસણખોરી કરવાનો કારસો રચી રહ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-4: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, જાણો તમારા શહેરના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં જ દેશમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચી ગયા છે. ભારતીય તેલ કંપનીઓએ લાંબા સમયથી સ્થિર પેટ્રોલના ભાવમાં આજે ફરી વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવ પણ સતત ત્રીજા દિવસે વધ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ડેવિડ વોર્નર માટે ખત્મ થયું IPL 2021, હવે હૈદરાબાદની ટીમ સાથે નહીં રમે

IPL 2021 ની આ સીઝન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ખાસ નહોતી. 10 મેચમાંથી 2 જીત સાથે ટીમ તળિયે છે. પ્લેઓફ રેસમાંથી તેમનું બહાર નીકળવું લગભગ નિશ્ચિત છે. જો કે, રાજસ્થાન રોયલ્સ પરની જીતથી ટીમ જોશથી ભરાઈ ગઈ છે અને ફેન્સ હજુ પણ કેટલાક ચમત્કારોની અપેક્ષા રાખી રહ્યા છે. IPL 2021 ની 40 મી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું. જેસન રોયે ડેબ્યૂ કરતી વખતે 60 રન બનાવ્યા અને ટીમને વિજય અપાવ્યો.

વધુ વાંચવા કરો ક્લિક-6: સારા અલી ખાને પહેરી આ સ્પેશ્યિલ ડાયલોગની સાડી, અચાનક આવી ગઈ ચર્ચામાં

અઠવાડિયા પહેલા એક મહિલા હોટલમાં સાડી પહેરીને ગઈ તો તેને અટકાવવામાં આવી. તો હવે બોલિવૂડની એકટ્રેસ સારા અલી ખાન અમિતાભના ખાસ ડાયલોગ ‘મેરે પાસ માં હૈ’ની સાડીના કારણે ચર્ચામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: કેટલાક જુના Android અને iPhoneમાં 1 નવેમ્બરથી નહિ ચાલે WhatsApp

Facebookની માલિકી ધરાવતું મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp 1 નવેમ્બર 2021થી કેટલાક જૂના Android અને iPhone મોડલ્સ માટે કામ કરવાનું બંધ કરી દેશે. KaiOS પર ચાલતા કેટલાક જૂના ફોન પણ નવેમ્બરથી મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp ને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. Whatsapp પહેલા જ જૂના મોડલ અને OS માટે સેવા બંધ કરી દીધી છે. કહેવામાં આવ્યું છે કે, જૂના ફોન માટે સેવા બંધ કરવી એ યુઝર્સને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: પ્રેતશિલાથી નીકળી પિંડદાન ગ્રહણ કરવા આવે પૂર્વજ, જાણો આ સ્થાનનું રહસ્ય

હિન્દુ ધર્મમાં, પિંડ દાનને (Pitru Paksha 2021) મોક્ષ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ માનવામાં આવે છે. પિતૃ પક્ષ 2021માં, પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં પિંડ દાન માટે ઘણી જગ્યાઓ પ્રખ્યાત છે, પરંતુ ગયામાં પિંડ દાનનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે રાજા દશરથના આત્માની શાંતિ માટે ભગવાન શ્રી રામ અને સીતાજીએ ગયામાં પિંડનું દાન કર્યું હતું. દર વર્ષે દેશ અને વિદેશમાંથી લાખો લોકો ગયામાં પિંડ દાન માટે આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો