Headline In 14th September 2021: Gujarati Top News Headlines Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 20 ઈંચ સુધીનો વરસાદ, દેશમાં સતત 5મા દિવસે કોરોનાના નવા કેસ ઘટ્યા

[email protected] 12PM: ગુજરાતમાં બારે મેઘ ખાંગા: 20 ઈંચ સુધીનો વરસાદ, દેશમાં સતત 5મા દિવસે કોરોનાના નવા કેસ ઘટ્યા

 | 11:56 am IST
  • Share

ગુજરાતમાં વરસાદ પડતાં 207 ડેમો પૈકી 23ડેમો સંપૂર્ણ છલકાયા છે, અઠવાડિયા ૫હેલા ગુજરાતમાં માંડ 04 ડેમો 100 ટકા ભરાયેલા હતા, એટલું જ નહિ પરંતુ રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગને પગલે 36 ડેમો એવા છે જેમાં 90 ટકા કરતાં વધુ પાણી ભરાયું છે, ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: શપથવિધિના બીજા જ દિવસે CM ભુપેન્દ્ર પટેલ એક્શનમાં: બપોરે 1 વાગ્યે પૂરગ્રસ્ત જામનગરનું હવાઈ નિરીક્ષણ કરશે

ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ શપથવિધિ બાદ રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પ્રવર્તમાન પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એક્શનમાં આવી ગયા છે. સોમવારે ભુપેન્દ્ર પટેલે ર્સ્વિણમ સંકુલ- 1ના ત્રીજા માળે પહોંચીને મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમને પહેલી મીટિંગ કરી હતી. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સમીક્ષા કરી હતી. આ દિશામાં આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે બીજા દિવસે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ ભારે વરસાદના કારણે જામનગરની મુલાકાતે જવાના છે. બપોરે 1 વાગે તેઓ હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી એક બેઠક કરશે અને રાજ્યમાં પડી રહેલા વરસાદ અને વરસાદ બાદની સ્થિતિ અંગે સમીક્ષા કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ભાદરવો ભરપૂર: ગુજરાતમાં વરસાદની તોફાની ઈનિંગ, 36 ડેમ પર હાઈ એલર્ટ, 23 ડેમ સંપૂર્ણ છલકાયા

ગુજરાતમાં વરસાદ પડતાં ૨૦૭ ડેમો પૈકી ૨૩ ડેમો સંપૂર્ણ છલકાયા છે, અઠવાડિયા ૫હેલા ગુજરાતમાં માંડ ૪ ડેમો ૧૦૦ ટકા ભરાયેલા હતા, એટલું જ નહિ પરંતુ રાજ્યમાં વરસાદની તોફાની ઈનિંગને પગલે ૩૬ ડેમો એવા છે જેમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી ભરાયું છે, ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસ ઘટ્યા, મૃત્યુઆંકમાં વધારો નોંધાયો

કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. ભારતમાં 9 સપ્ટેમ્બરથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આજે સતત પાંચમા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલય તરફથી તાજેતરના જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 25,404 નવા કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 339 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 37,127 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે એટલે કે 12,062 એક્ટિવ કેસ ઘટી ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: તાલિબાનને ‘આશરો’ આપવા પર અમેરિકા પાકિસ્તાન પર બરાબરનું ભડકયું, ભારતના કર્યા વખાણ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના લોહિયાળ કબ્જામાં મદદ કરનાર પાકિસ્તાનને અમેરિકાએ બરાબરનું આડે હાથ લીધું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માન્યું કે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને આશરો આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન અંગે વૈશ્વિક સમુદાયની નીતિઓ પ્રમાણે ચાલવું જોઇએ. અફઘાનિસ્તાનના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે આવવાની જરૂર છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: RBIની ચેતવણી: એક ભૂલથી ખાલી થઇ જશે તમારું બેન્ક એકાઉન્ટ, જાણો છેતરપિંડીથી બચવાના ઉપાય

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) વારંવાર બેન્કના ગ્રાહકોને ઓનલાઇન ફ્રોડથી એલર્ટ કરતું રહે છે. RBIએ બેન્ક કસ્ટમર્સને KYC Updationના નામ પર થઇ રહેલી છેતરપિંડીને લઇ ચેતવણી આપી છે. RBIએ બેન્કના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ કોઇપણ કિંમતે પોતાની ખાનગી માહિતી કોઇની પણ સાથે શેર ના કરો. જો આમ કર્યું તો તમારું બેન્ક ખાતું ખાલી થઇ શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: જ્યારે આ અભિનેત્રી પાસે પોલીસકર્મીએ માંગી બિકિની તસવીર, એક્ટ્રેસે આવી રીતે ફોડ્યો ભાંડો

આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર પોતાની તસવીરો અપલોડ કરવા પુરતુ સિમિત નથી રહ્યું. અહિંયા લોકો પોતાના દીલની વાતો પણ કહે છે. કેટલાક લોકો ખરાબ અનુભવોને પણ વગોળે છે તો કેટલાક પોતાની સાથે થયેલા ગંદા કામને લોકો સમક્ષ લાવવા માટે સોશિયલ મીડિયાની મદદ લેતા રહે છે. આવું જ કંઇ એક ટીવી અભિનેત્રીએ પણ કર્યું હતું, જ્યારે તેની સાથે એક પોલીસકર્મીએ એવું કંઇ માંગી લીધુ હતું કે તેને શરમ આવી ગઇ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: શું તમે જાણો છો દર વર્ષે શા માટે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે ભગવાન ગણેશ?

સનાતન ધર્મ અનુસાર પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીએ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા ચાલતી આવે છે એટલે જ અથવા તો દેખાદેખીમાં આપણે ઘરોમાં ભગવાન ગણેશજીને સ્થાપિત કરી દઇએ છીએ.ખરા અર્થમાં શું જાણીએ છીએ કે શા માટે આપણે હર વર્ષ અને ક્યા ઉદ્દેશ્ય સાથે ભગવાનને સ્થાપિત કરીએ છીએ. આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે. મહાભારતને લખવા માટે વેદવ્યાસજીએ ગણેશજીની આરાધના કરી અને મહાભારત લખવાની પ્રાર્થના કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-8: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: વલસાડના કપરાડામાં 10 ઈંચ, હજુ 48 કલાક ભારેથી અતિભારે!

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વલસાડ, નવસારી, સુરત, ડાંગમાં સવારથી વરસાદે બેટિંગ શરૂ કરી હતી. દરમિયાન વલસાડના કપરાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. તેવી જ રીતે નવસારીના ખેરગામમાં 2.56 ઈંચ, વાંસદા 2.16 ઈંચ, ચીખલી 2.28 ઈંચ અને સુરતના ઓલપાડમાં 1.4 ઈંચ અને કામરેજમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધરમપુરના ભેંસદરા આશ્રામના શિક્ષક લવારી નદીના ધસમસતા પાણીમાં તણાઈ જતાં તંત્ર દોડતું થઇ ગયું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-9: ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ: રાજકોટ, જુનાગઢ, ખેડા, આણંદમાં ધોધમારની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે પરંતુ સોમવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં આભ ફાટયું હોય તેવો ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હતા. જોકે હજુ રાજ્યના આગામી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા એલર્ટ પણ હવામાન ખાતા તરફથી જાહેર કરાયાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર શું હવે દબાણ વધશે? ગૌતમ ગંભીરનુ નિવેદન

IPL 2021 નો બીજો તબક્કો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ પહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે કેપ્ટન વિરાટ કોહલીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ થોડા દિવસોમાં શરૂ થનારી લીગમાં દબાણ હેઠળ રહેશે, કારણ કે તેઓ એક અલગ પડકારનો સામનો કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન