Headline In 15th September 2021: Gujarati Top News Headlines Till 03 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 03PM: ગુજરાતના નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE માહિતી, Sputnik Lightને ભારતમાં ટ્રાયલને મળી મંજૂરી

[email protected] 03PM: ગુજરાતના નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE માહિતી, Sputnik Lightને ભારતમાં ટ્રાયલને મળી મંજૂરી

 | 2:55 pm IST
  • Share

મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટમાં તેમના આગમન સમયે જ ભાજપના સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી..સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ભુપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE માહિતી, તમામ પંથકમાંથી 6-6 MLAને મળશે સ્થાન!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે આજે શપથવિધિ કાર્યક્રમ છે. જેના માટે તાબડતોબ રીતે ભાજપા ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી લેવાયા છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળને લઈ સંદેશ પાસે EXCLUSIVE માહિતી મળી રહી છે. ભુપેન્દ્ર પટેલ સરકારમાં 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જેમાં તમામ પંથકમાંથી 6-6 MLAને સ્થાન મળવાની ગણતરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજકોટ: CMના આગમન સમયે BJP સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટમાં તેમના આગમન સમયે જ ભાજપના સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: નવા મંત્રી મંડળની શપથવિધિ પહેલા જ ભાજપ માટે પડકાર, અસંતોષ ખાળવા ભર્યું આ પગલું

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હવે મંત્રી મંડળનો વારો છે. મંત્રી મંડળમાં ક્યા-ક્યા ધારાસભ્યોને સમાવવા અને કોને પડતા મૂકવા? તેને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે અસંતુષ્ટ ધારાસભ્યોની નારાજગી દૂર કરવી ભાજપ માટે મોટો પડકાર છે. પાર્ટીમાં આંતરિક અસંતોષ ખાળવા માટે ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: રશિયાની Sputnik Lightને ભારતમાં ટ્રાયલને મળી મંજૂરી, એક જ ડોઝથી થઇ જશે કામ

ભારતમાં ખુબ જલ્દીથી કોરોનાની એક બીજી વેક્સિન (Covid Vaccine) મળી શકે છે. ડ્રગ્સ કંટ્રોલરે રશિયાની સ્પુતનિક લાઇટ (Sputnik Light)ને ભારતમાં ટ્રાયલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિંગલ ડોઝ વેક્સિન છે. એટલેકે તેમાં ફક્ત એક જ ડોઝ આપવાની જરૂર પડશે જે કોરોના સામે લડશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: તાલિબાનનું કાયદા મંત્રાલય કે ક્રૂર મંત્રાલય, આપશે આવી યાતનાદાયક સજા

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની વાપસી થઇ ગઇ છે. આ દરમિયાન તાલિબાન સરકારમાં એક નવું મંત્રાલય ચર્ચામાં છે. આ મંત્રાલય ખુબ જ ક્રૂર કાયદાઓને લાગૂ કરવા માટે બનાવાયુ છે. તેને અમેરિકન સેનાના હુમલા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તાલિબાન દ્વારા તેને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: લો બોલો! રતન ટાટાની આ કંપનીમાં 104 વર્ષથી કોઇ CEO જ નહોતા

ટાટા ગ્રુપને કંટ્રોલ કરનાર ટાટા સન્સને 104 વર્ષમાં પ્રથમવાર સીઇઓ મળી શકે છે. કંપનીના લીડરશિપ સ્ટ્રક્ચરને રિઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યું છે અને ગવર્નેંસ સ્ટાન્ડર્ડમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કંપનીમાં સીઇઓની પોઝિશન બનાવવા માટે વિચાર કરાઇ રહ્યો છે. આ વાત બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં સામે આવી છે. અત્યાર સુધી ટાટા સન્સની કામગીરી અને પોર્ટફોલિયોને કંપનીઓમાં રોકાણને તેમના કારોબારી ચેરમેન જોઇ રહ્યા હતા. પ્રસ્તાવિત યોજના અનુસાર, સીઇઓ 153 વર્ષ જૂના ટાટા ગ્રુપને બિઝનેસને દિશા દેખાડશે જ્યારે ચેરમેન શેરહોલ્ડર તરફથી સીઇઓના કામકાજ પર નજર રાખશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: આ ટીમ છે T20 વર્લ્ડ કપની ‘જાયન્ટ કિલર’, મોટી-મોટી ટીમોની મુશકેલીઓ વધશે

UAEમાં 17 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ 2021 શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે ભારતમાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તેને UAEમાં ખસેડવામાં આવી છે.  ભારતને આ વર્ષે T20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ એક એવી ટીમ છે જે આ ટુર્નામેન્ટમાં ‘જાયન્ટ કિલર’ સાબિત થઈ શકે છે. આ ટીમ મોટી ટીમોને હરાવવા અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કાઢવામાં સક્ષમ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ફરી એક વખત ચારેયકોર થઇ કંગનાની ચર્ચા, બાળપણમાં પણ ભજવ્યું હતું સીતાનું પાત્ર

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત ફિલ્મ ‘થલાઇવી’ને ચર્ચામાં રહી છે. જ્યારે હવે કંગનાએ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેણે નવી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનું નામ ‘સીતા- ધ અવતાર’ છે. આ એક મહાકાવ્ય નાટક છે. ફિલ્મમાં કંગના ટાઇટલ રોલ એટલે કે સીતાનો રોલ ભજવશે. આ જાહેરાત બાદ તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર બાળપણની તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતાં તેણે કહ્યું કે તેણે બાળપણમાં પણ સીતાની ભૂમિકા ભજવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Instagram ખતરનાક, તેમના માટે આવી રહ્યું છે નવું વર્ઝન

તમારા બાળકો પણ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, તો તમારે ખૂબ સાવચેત થઈ જવાની જરૂર છે. આનું કારણ એ છે કે ઇન્સ્ટાગ્રામ બાળકોને માનસિક રીતે બીમાર બનાવી રહ્યું છે અને તેઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ ફેસબુકની માલિકીની એક ફોટો અને વીડિયો શેરિંગ એપ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ રાશિના જાતકોને પડકારો સામે લડવામાં આવે મજા, મુશ્કેલ પરિસ્થિતિમાં કાઢી લે રસ્તો

જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિ એવી છે જે સૌથી અલગ તરી આવે છે તેમનો સ્વભાવ બીજા કરતા બિલ્કુલ અલગ હોય છે. તેઓ પર જેટલી મુશ્કેલી આવે એટલે તેઓ વધારે મજબૂત બની પરિસ્થિતિ સામે લડતા હોય છે. આ રાશિના જાતકો ગમે તેવા પડકારો ઉઠાવી લેવાથી ડરતા નથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં રસ્તો કાઢી લેતા હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન