Headline In 15th September 2021: Gujarati Top News Headlines Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 12PM: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 4 વાગે, દેશમાં કોરોનાના 27,176 કેસ નોંધાયા

[email protected] 12PM: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 4 વાગે, દેશમાં કોરોનાના 27,176 કેસ નોંધાયા

 | 11:57 am IST
  • Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક ચાલી રહી છે. નવા મંત્રીમંડળને લઈને આજે ગાંધીનગરમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus) 27,176 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ચાર દિવસથી સતત 30 હજારથી ઓછા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સત્તા પર આવેલ તાલિબાને ભલે કહ્યું હોય કે તે કોઇ સાથે બદલો નહી લે. સહિતના અત્યાર સુધીના મહત્ત્વનાં સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1:  ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 4 વાગે થશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યાલય ખાલી કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. જેના માટે તાબડતોબ રીતે ભાજપા ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી લેવાયા છે. ગાંધીનગર રાજભવનમાં મંડપ યથાવત્ રખાયો છે. જો વરસાદ હશે તો મંત્રીમંડળની શપરથવિધિ મહાત્મા મંદિરમાં યોજાશે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં 26 મંત્રીઓને સમાવી શકાશે.

વધુ વાંચવા કરો ક્લિક-2:   ગાંધીનગરમાં મોટા બદલાવ: પંકજ જોશી CMના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વની બેઠક ચાલી રહી છે. નવા મંત્રીમંડળને લઈને આજે ગાંધીનગરમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેના પહેલાં જ ગાંધીનગરમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. આજે CM ભુપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કરી છે. ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. જેમાં પંકજ જોશીને CMના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે, જ્યારે IAS અવંતિકાસિંઘને CMO સચિવ બન્યાં છે. અશ્વિનીકુમારના સ્થાને અવંતિકાસિંઘને મુકાયાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: દેશમાં કોરોનાના 27,176 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 75.89 કરોડ લોકોને લગાવાઇ વેક્સિન

દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus) 27,176 નવા કેસ નોંધાયા છે. છેલ્લા ચાર દિવસથી સતત 30 હજારથી ઓછા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ 75.89 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 38,012 લોકોએ કોરોનાને હરાવ્યો, ત્યારબાદ સ્વસ્થ લોકોની સંખ્યા વધીને 3,25,22,171 થઈ ગઈ.

વધુ વાંચવા કરો ક્લિક-4: શું તમામ લોકોને Covid બૂસ્ટર ડોઝ આપવો જરૂરી? જાણો WHO અને FDAના વૈજ્ઞાનિકોનો અભિપ્રાય

કોરોનાના આકરા કાળ બાદ વેક્સિન તેમજ સાવધાની એકમાત્ર ઉપાય છે. ત્યાર બાદ હવે સવાલ એ સતાવી રહ્યો છે કે શુ ખરેખર Covid Booster Dose તમામ લોકોએ લેવો જરૂરી છે? આ મામલે નિષ્ણાંતોનો અલગ અલગ અભિપ્રાય છે. કેટલાક નિષ્ણાંતો કહે છે કે જરૂરથી બૂસ્ટર ડોઝ (Booster Dose) લેવો જોઇએ તો કેટલાક માની રહ્યા છે કે તમામ લોકોને બૂસ્ટર ડોઝની (Booster Dose) કોઇ જરૂર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-5:  કાબુલમાં બંદુકની અણીએ ભારતીય નાગરિકનું અપહરણ, ભારતના વિદેશ મંત્રાલયનો કરાયો સંપર્ક

અફઘાનિસ્તાનમાં સત્તા પર આવેલ તાલિબાને ભલે કહ્યું હોય કે તે કોઇ સાથે બદલો નહી લે, પરંતુ એવું હકીકતમાં નથી. તાલિબાન તેવા દરેક વ્યક્તિને શોધીને તેમની સાથે બદલો લઇ રહ્યું છે જે પહેલા અફઘાનિસ્તાન સરકારની સાથે હતા.

વધુ વાંચવા કરો ક્લિક-6:   શું તમે પણ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરો છો? Swiggy-Zomato તમારા ખિસ્સા કરશે ખાલી

શું તમે પણ ઓનલાઇન જમવાનું ઓર્ડર કરો છો તો આગામી દિવસોમાં તમારા ખિસ્સામાં વધારે ભાર પડી શકે છે. ખરેખર જીએસટી કાઉન્સીલ કમિટી આ અંગે વિચાર કરી રહી છે. આ કમિટીએ ફુડ ડિલિવરી એપ્સને ઓછામાંઓછુ 5% GSTના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. એવામાં Swiggy, Zomato વગેરેથી જમવાનું ઓર્ડર કરવું મોંઘુ પડી શકે છે. શુક્રવારે જીએસટી કાઉન્સીલ કમિટીની મિટીંગ થશે. મિટીંગના એજન્ડામાં આ અંગે વાત કરવાનું પણ સામેલ છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:  ‘ડર હતો કે મારી સાથે દુષ્કર્મ…’, અભિનેત્રી સાથે લૂંટારાઓએ કરી બંદૂકની અણી પર 7 લાખની લૂંટ

શહેરમાં દિવસે-દિવસે વધતી જતી લૂટપાટ, મારામારી તેમજ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેમા બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ લૂટપાટ જેવા બનાવો બનતા રહે છે. થોડાક દિવસ પહેલા નમસ્તે ઇંગ્લેન્ડની અભિનેત્રી અલંકૃતા સહાયની સાથે ચંડીગઢમાં ધોળા દિવસે લૂટપાટની ખબર સામે આવી હતી. ત્રણેય લૂટારાઓએ ચપ્પુની અણી પર અભિનેત્રી સાથે સાડા 6 લાખ લૂટ્યા હતા. જ્યારે વધુ એક અભિનેત્રી સાથે લૂટપાટ થઇ હોવાની ખબર સામે આવી છે 

વધુ વાંચવા કરો ક્લિક-8:   17 મી ઓક્ટોબરે IPL ની બે ટીમોની હરાજી, 2022માં 10 ટીમો રમશે

બીસીસીઆઇએ તેની ટી૨૦ ઔઆઇપીએલ લીગની બે નવી ટીમો માટેની હરાજીની તૈયારીઓ કરી લીધી છે અને ૧૭મી ઓક્ટોબરે ટીમોની હરાજી થઇ શકે છે. પાંચમી ઓક્ટોબર સુધી હરાજીના દસ્તાવેજ ખરીદી શકાશે. ૨૦૨૨ની સિઝનથી આઇપીએલમાં આઠના બદલે ૧૦ ટીમો ભાગ લેશે. આગામી વર્ષના જાન્યુઆરીમાં ખેલાડીઓની મેગા હરાજી થઇ શકે છે. બીસીસીઆઇને બે નવી ફ્રેન્ચાઇઝી દ્વારા પાંચથી છ કરોડ રૃપિયાનો નફો થઇ શકે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: સપ્ટેમ્બરમાં સૂર્યના નક્ષત્રમાં રાહુ કરશે ગોચર, સાવધાન આ રાશિની વધી જશે મુશ્કેલી

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને (Rahu Nakshatra Transit) ખુબજ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં જો રાહુ નબળો પડે તો જાતકોને કષ્ટ ભોગવવા પડે છે. રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો અને ધન રાશિમાં નીચ સ્થાનનો માનવામાં આવે છે. તે આદ્રા, સ્વાતિ અને શતભિષા નક્ષત્રનો સ્વામી છે. રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં રાહુ વૃષભ રાશિ પર સંચાર કરી રહ્યો છે. 19 સપ્ટેમ્બરે રાહુ રોહિણી નક્ષત્રમાં સૂર્ય કૃત્તિકા નક્ષત્રમાં ગોચર કરશે. જાણો આ સમયમાં કોની મુશ્કેલીઓ વધશે કોને પડશે તકલીફ.

વધુ વાંચવા કરો ક્લિક-10:  iPhone 13 અને iPhone 13 Pro ની સિરીઝ ભારતમાં લોન્ચ, 1TB સુધીની મળશે સ્ટોરેજ

Appleએ મંગળવારે વર્ચ્યુઅલ લોન્ચ ઇવેન્ટમાં iPhone 13 અને iPhone 13 Pro સિરીઝની જાહેરાત કરી હતી. iPhone 12 લાઇનઅપની જેમ iPhone 13 પણ ચાર મોડલ્સ – iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone Pro Maxમાં લોન્ચ કરવામાં આવ્યા છે. નવા આઇફોનના કેમેરામાં ઘણો સુધારો કરવામાં આવ્યો છે અને બેટરીના mAhમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કેમેરામાં નવો સિનેમેટિક વીડિયો રેકોર્ડિંગ મોડ પણ ઉમેર્યો છે, જે વીડિયોગ્રાફી માટે એક ખાસ ફીચર હશે. ચારેય નવા આઇફોન તમામ નવા A15 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે અને iOS 15 સાથે આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન