Headline on 13th October 2021: Gujarati Top News Headlines Till 03 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લખીમપુર હિંસા મામલે કોંગ્રેસની માંગ, આર્યન ખાનના જામીન સહિતના સમાચાર

લખીમપુર હિંસા મામલે કોંગ્રેસની માંગ, આર્યન ખાનના જામીન સહિતના સમાચાર

 | 2:52 pm IST
  • Share

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર આ અંગેનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ બુધવારે લખીમપુર ખેરી હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સહિત બે લોકોના મોત થયા હતા. સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: લખીમપુર હિંસા મામલે કોંગ્રેસ પ્રતિનિધિમંડળ મળ્યું રાષ્ટ્રતિને, મંત્રીને હટાવવાની કરી માંગ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ બુધવારે લખીમપુર ખેરી હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. આ બેઠક દરમિયાન તમામ નેતાઓએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને પદ પરથી હટાવવાની માંગ કરી છે.

વધુ વાંચો: PM Modi એ ગતિ શક્તિ યોજના કરી લોન્ચ, જાણો તેનાથી શું થશે ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે આર્થિક ક્ષેત્રો સાથે બહુસ્તરીય જોડાણ માટે 16 મંત્રાલયોને જોડતું ડિજિટલ પ્લેટફોર્મ પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના લોન્ચ કરી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે, આજે 21મી સદીનું ભારત સરકારી તંત્રની જૂની વિચારસરણીને પાછળ રાખીને આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે રેલ અને રોડ સહિત 16 મંત્રાલયોને જોડે છે.

વધુ વાંચો: વડોદરામાં મા-દીકરીના શંકાસ્પદ મોતનો કોયડો ઉકેલાયો

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. પતિએ જ પત્ની અને માસુમ પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં પતિની કરતૂતોનો પર્દાફાશ થયો છે.

વધુ વાંચો: અરવિંદકુમાર બન્યા ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયાધીશ

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર આ અંગેનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર હાલ કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત છે અને તેમણે વર્ષ 1987 માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી.

વધુ વાંચો: અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના ડૉક્ટર સહિત બેના મોત

સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સહિત બે લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બીજો વ્યક્તિ એક યુપીએસ કાર્યકર હતો જે ઘટના સમયે જમીન પર કામ કરી રહ્યો હતો. દુર્ઘટનાને કારણે, નજીકના મકાનોમાં આગ લાગી, જેના કારણે ઘણું નુકસાન થયું.

વધુ વાંચો: કઝાકિસ્તાનમાં ચીન અને પાકિસ્તાન પર વરસી પડ્યા વિદેશ મંત્રી એસ.જયશંકર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાન સત્તા પર પરત ફર્યા બાદ પાકિસ્તાનની ભૂમિકા પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન એવા કેટલાક વૈશ્વિક નેતાઓમાંથી એક છે જેમણે તાલિબાન સરકારને મદદ અને સપોર્ટ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાન પર આર્થિક પ્રતિબંધો ન લાદવાની વિનંતી કરી છે.

વધુ વાંચો: LPGના ભાવમાં બમણો વધારો, અહીં 1 લીટર દૂધ 1195 રૂપિયામાં

મોંઘવારીનો માર માત્ર ભારતમાં જ નથી, પરંતુ તે અન્ય દેશોમાં પણ છે. ભારતમાં એલપીજીની કિંમત સતત વધી રહી છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં પણ પડોશી દેશોમાં પણ એલપીજીના ભાવમાં મોટો વધારો થયો છે. શ્રીલંકામાં એલપીજીની કિંમત બમણી થઈ ગઈ છે.

વધુ વાંચો: શાહરૂખના કારણે આર્યનને કર્યો ટારગેટ- શત્રુઘ્ન સિંહા

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ ઘણા લોકોએ શાહરૂખ ખાનને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા પણ શાહરૂખના સમર્થનમાં આવ્યા છે.

વધુ વાંચો: તારીખ પે તારીખ ! આર્યન ખાનને કેમ નથી મળી રહ્યા જામીન ?

સુશાંતસિંહ રાજપૂતના મોત પછી બોલિવૂડ સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સને લઈને અનેક કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ NCBની ક્રૂઝની એક પાર્ટીમાં રેડ કરવામાં આવી હતી. જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન આ ડ્રગ્સ કેસમાં આરોપી છે. અભિનેતાના પુત્રને હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. મેજીસ્ટ્રેટ કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે.

વધુ વાંચો: ડેવિડ વોર્નરનું હૈદરાબાદ સામે છલકાયું દુઃખ, “કારણ વગર કેપ્ટનશીપમાંથી હટાવ્યો”

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડેવિડ વોર્નરે આજે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ડેવિડ હોર્નરને સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો છે. પરંતુ તેને હટાવવા પાછળનું કારણ ન જણાવતા દુઃખી થયો હતો. સ્ટાર બેટ્સમેને દાવો કર્યો હતો કે સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીએ તેને IPL ની વર્તમાન સિઝનમાં કેપ્ટનશિપમાંથી હટાવવાનું કોઇ કારણ આપ્યું નથી.

વધુ વાંચો: કોણ બનશે ભારતીય ટીમના નવા કોચ ? વિરેન્દ્ર સેહવાગને આ 2 દિગ્ગજો આપશે ટક્કર

શાસ્ત્રીનું કાર્યકાળ આ વર્ષે જ ટી-20 વર્લ્ડકપ પછી પૂર્ણ થઈ રહ્યો છે. રવિ શાસ્ત્રી ટી-20 વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચનું પદ છોડી દેશે. ટી-20 વર્લ્ડકપની પછી ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર થશે. રવિ શાસ્ત્રી સિવાય બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર.શ્રીધર અ બેટ્સમેન કોચ વિક્રમ રાઠોરના રસ્તા ભારતીય ટીમથી અલગ થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો