Headline On 14th January 2020 Till 6 pm
  • Home
  • Featured
  • [email protected]: ભારતે કાંગારૂઓને આપ્યો 256 રનનો પડકાર, ધમકીભર્યા પત્રથી વિફર્યા પ્રજ્ઞા

[email protected]: ભારતે કાંગારૂઓને આપ્યો 256 રનનો પડકાર, ધમકીભર્યા પત્રથી વિફર્યા પ્રજ્ઞા

 | 5:54 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મુંબઈનાં વાનખેજે સ્ટેડિયમમાં રમાઈ રહેલા વન ડે મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 256 રનનો પડકાર આપ્યો છે. ભારત તરફથી  શિખર ધવને સૌથી વધારે 74 અને રાહુલે 47 રન બનાવ્યા હતા. ઉતરાયણનાં દિવસે રાજ્યમાં 2નાં મોત થયા છે અને 12 જેટલા લોકોનાં ગળા કપાયા છે. ઉત્તર ગુજરાતમાં બળાત્કારનો વધુ એક કિસ્સો સામે આવતા સનસનાટી વ્યાપી ગઈ છે. તો ધમકીભર્યા પત્ર પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે ધમકી આપનારાઓ સામે આવે. તેમણે કહ્યું છે કે અમે કબરમાં પણ તમને નહીં છોડીએ. કાશ્મીરમાંથી આતંકવાદીઓ સાથે ઝડપાયલા ડીએસપી દેવેન્દ્ર સિંહની તપાસ ગૃહ મંત્રાલયે એનઆઈને સોંપી છે, સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

 

વધુ વાંચવા ક્લિક કરો-1: ગોઝારી ઉત્તરાયણ: રાજ્યમાં કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયો, 2નાં મોત, ડઝનનાં ગળાં કપાયા

ઉત્તરાયણની મજા સમગ્ર ગુજરાત કરી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણની મોજ મસ્તી અકસ્માતોમાં મોત થવાની ઘટનાઓ બની છે. અમદાવાદ અને વડોદરા શહેરમાં અત્યારસુધીમાં અકસ્માતે બે યુવાનનાં મોત થઈ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: વૈષ્ણોદેવીમાં ફસાયેલા ખેડા અને આણંદના 160 પ્રવાસીઓને લઈને મોટા સમાચાર, મક્રરસંકાતિએ પરિવારજનોમાં ખુશી

જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા યાત્રીઓની મદદે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. જેમાં સંદેશ ન્યૂઝના જમ્મુ કાશ્મીરના સંવાદદાતા રજનીશ પરિહારે તંત્રને જગાડ્યું હતું. ગુજરાતમાં ખેડા અને આણંદના 160 લોકોને ચોપરથી સુરક્ષિત ખસેડાયા હતા. જેમાં વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલા ગુજરાતીઓ ફસાયા હતા. ત્યારે કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે પ્રવાસીઓની બસ ફસાઈ હતી.

વધુ વાંચવા ક્લિક કરો-3: ઉ. ગુજરાતમાં દીકરીઓ અસલામત! બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી 3 શખ્શોએ કર્યું ન કરવાનું કામ

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર અત્યાચારો અને બળાત્કારના કેસોમાં વધારો થતો ગયો છે. હવે રાજ્યમાં ઉત્તર ગુજરાતની દીકરીઓ અસુરક્ષિત જણાઈ રહી છે. હમણાંથી ઉત્તર ગુજરાતમાં યુવતીઓ પર બળાત્કારના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હાલ બનાસકાંઠાના શિહોરીમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: CDSના પદને અપાયેલી મંજુરી પાછળ રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને લઈ ખોલ્યુ રહસ્ય

કેદ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક અંગે 20-21 વર્ષથી મંથન ચાલી રહ્યું હતું. રક્ષા મંત્રી બન્યા બાદ મેં આ અંગે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તરત આ તેને મંજૂર કરીને પદની રચના કરવાના આદેશ આપ્યા હતા. રાજનાથ મંગળવારે જયપુરમાં ‘આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે’ના અવસરે જયપુરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-5: ધમીકભર્યા પત્રથી વિફર્યા સાધ્વી પ્રજ્ઞા, દુશ્મનોને પડકાર આપતા કહ્યું- કબરમાં પણ નહીં છોડીએ

ભોપાલની સાંસદ સાધ્વી પ્રજ્ઞાનાં નામે એક ધમકી ભરેલી ચિઠ્ઠી મળી છે. ઉર્દૂમાં લખેલી એ ચિઠ્ઠી મોકલનારે સાધ્વી પ્રજ્ઞા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીએમ યોગી આદિત્યનાથ પર પણ હુમલો કરવાની ધમકી આપી છે. ચિઠ્ઠીની સાથે પાવડર પણ મળ્યો છે. ફોરેન્સિક ટીમ સાધ્વી પ્રજ્ઞાનાં ઘરે પહોંચી અને ચિઠ્ઠીને જબ્ત કરી કેસની તપાસ શરૂ કરી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: DSP દેવેન્દ્ર સિંહનો પરસેવો છૂટી જાય તેવી તૈયારી શરૂ, ગૃહમંત્રાલયે NIAને સોંપી તપાસ

જમ્મુ-કાશ્મીરનાં ડીએસપી દેવેન્દ્ર સિંહનાં મામલાની તપાસ ગૃહમંત્રાલયે NIAને તપાસ સોંપી દીધી છે. દિલ્હી NIAની ટીમ કાશ્મીર પહોંચી ગઈ છે. ટીમમાં 6 સભ્યો છે. તેમને દિલ્હી લાવવાની તૈયારી છે. NIA દેવેન્દ્ર સિંહને કસ્ટડીમાં લઇને પુછપરછ કરશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ડીએસપી દેવેન્દ્ર સિંહ સાથે આઈબી અને મિલિટ્રી ઇન્ટેલિજન્સનાં અધિકારી પહેલાથી જ પુછપરછ કરી ચુક્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ઈરાન સાથે તણાવની વચ્ચે ભારતની મુલાકાતે આવી રહ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ!

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ પર આવતા મહિને આવી શકે છે. એક અધિકારીએ બ્લૂમર્ગને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષે ટ્રમ્પને ગણતંત્ર દિવસ સમારંભમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતુ, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ આવ્યા નહોતા.

વધુ વાંચવા ક્લિક કરો-8: મોદી સરકારને વધુ એક ઝાટકો, હવે જથ્થાબંધ મોંઘવારી આસમાને

કેન્દ્રની મોદી સરકારને મોંઘવારીના મોર્ચે વધુ એક ફટકો મળ્યો છે. મંગળવારે રજૂ થયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર મહીનામાં જથ્થાબંધ મોઘવારી દર 2.59 ટકાએ પહોંચ્યો છે. એક મહિના પહેલા નવેમ્બરમાં 0.58 ટકા હતી. જ્યારે એક વર્ષ પહેલા ડિસેમ્બર 2018માં મોઘવારી દરનો આંકડો 3.46 ટકાએ પહોંચ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-9: IndvsAus: 50 ઓવર પણ ન રમી ટીમ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયાને જીત માટે આપ્યો 256 રનનો લક્ષ્ય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ વન ડેની સિરીઝની શરૂઆત થઈ છે. સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી ન રહી અને સ્ટાર બેટ્સમેન માત્ર 10 રન બનાવી આઉટ થયો. ત્યાર બાદ કે.એલ.રાહુલ(47) અને શિખર ધવન(74) બનાવી આઉટ થયા. જોકે કેપ્ટન વિરાટ કોહલી માત્ર 16 રન બનાવી પેવેલિયન ભેગો થયો અને શ્રેય્યસ અય્યર માત્ર 4 રન બનાવી આઉટ થયો.

વધુ વાંચવા ક્લિક કરો-10: ક્રિકેટના દિગ્ગજ સાથે ફેબ્રુઆરીમાં મેદાન પર વાપસી કરશે MS ધોની, આ મેચમાં રમશે!

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 બાદથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. સંન્યાસની અટકળો વચ્ચે ધોની ક્રિકેટ મેદાન પર જલ્દી વાપસી કરે એવા સમાચાર મળ્યા છે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે. ત્યાં ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ તેમાં ધોનીને સામેલ કરવામાં આવ્યો નથી.

વધુ વાંચવા ક્લિક કરો-11: જાણો દીપિકા પાદુકોણના સાસરીવાળાની કહાની, આ વાત પર સસરાજી વારંવાર ગુસ્સો કરે છે

દીપિકા પાદુકોણ એક તરફ ભારે વિવાદોમાં સપડાઈ છે અને એમાં એને કરોડોનું નુકસાન થવાની પણ પુરી શક્યતા સેવાઈ રહી છે. પરંતુ એ સિવાય જો વાત કરીએ તો તેમના લગ્ન રણવીર સિંહ સાથે થયા. એ પણ એક વહુની જેમ બીજા ઘરમાં ગઈ છે. તો હાલમાં એક ટીવીને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન દીપિકા પાદુકોણે તેની સાસરી પક્ષ વિષે કેટલીક વાતો કરી હતી. દીપિકાએ જણાવ્યું હતુ કે, તેના સસરાનો કઈ રીતે ગુસ્સો સહન કરવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન