Headline On 16th February 2020 Till 6 pm
  • Home
  • Gujarat
  • [email protected] PM: ટ્રમ્પનાં કાર્યક્રમનું બદલાયું નામ, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ગરમી

[email protected] PM: ટ્રમ્પનાં કાર્યક્રમનું બદલાયું નામ, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ગરમી

 | 5:49 pm IST

અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ ‘કેમ છો ટ્રમ્પ’ રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, ‘નમસ્તે ટ્રમ્પ’ અથવા ‘નમસ્તે પ્રેસિડેન્ટ’ નામ રાખવામાં આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મત વિસ્તાર વારાણસીમાં છે.  વડાપ્રધાને કહ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયો લેવા જરૂરી હતા. તમામ પ્રકારના દબાણ હોવા છતાંયે અમે આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, અમે આ નિર્ણયો પર આજે પર યથાવત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. અરવિંદ કેજરીવાલે ત્રીજીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લીધા બાદ પોતાના પહેલા ભાષણમાં એ લોકોને પણ જવાબ આપ્યો જેમણે તેમના પર ‘મફત’ની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

 

વધુ વાંચવા ક્લિક કરો-1: અમદાવાદમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ બદલાયું, AMCએ નવા પોસ્ટર ટ્વિટ કર્યાં

અમદાવાદમાં આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોંઘેરા મહેમાન બનવાના છે. ત્યારે અમદાવાદને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. હાલ અમદાવાદના રસ્તાઓથી માંડીને સુરક્ષાની દ્દષ્ટિએ પણ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-2: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ગુજરાતભરમાં ક્યારથી શરૂ થવાની ગરમી

હાલમાં શિયાળાની ઋતુ હોવા છતાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે પ્રકારનો હવામાન પલટો આવતા સપ્તાહે પણ આવશે. 18મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ રહે, ઠંડા પવનો ફૂંકાવા છતાં દિવસે મહત્તમ તાપમાન વધે અને ગરમીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: CAA પર PM મોદીનો 56 ઈંચની છાતીનો હુંકાર : PAK, મલેશિયા સહિતના દેશોને મારી લપડાક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મત વિસ્તાર વારાણસીમાં છે. અહીં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહીં તેમને નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને હુંકાર ભર્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયો લેવા જરૂરી હતા. તમામ પ્રકારના દબાણ હોવા છતાંયે અમે આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, અમે આ નિર્ણયો પર આજે પર યથાવત છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.

વધુ વાંચવા ક્લિક કરો-4: દિલ્હીમાં કેજરીવાલે ‘ફ્રી’ની રાજનીતિ કરી મેળવી સત્તા? વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

અરવિંદ કેજરીવાલે ત્રીજીવાર મુખ્યમંત્રી પદનાં શપથ લીધા બાદ પોતાના પહેલા ભાષણમાં એ લોકોને પણ જવાબ આપ્યો જેમણે તેમના પર ‘મફત’ની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, “પ્રકૃતિ આપણને બધું જ મફતમાં આપે છે.” કેજરીવાલે શપથ ગ્રહણ બાદ સંબોધનની પોતાની પરંપરા જાળવી રાખી અને કહ્યું કે જો સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને હૉસ્પિટલોમાં દર્દીઓ પાસેથી પૈસા લેવા કોઈ ધિક્કારથી ઓછું નથી. તેમણે કહ્યું કે તેમનો દિલ્હીની જનતા પ્રત્યે પ્રેમ છે તે માટે કેટલીક સુવિધાઓ ફ્રી કરી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: આ ઘટના હચમચાવી દેશે, ખોદકામમાં નીકળ્યા 6000 લોકોનાં હાડપિંજર અને હજારો ગોળીઓ

જમીનનાં ખોદકામમાંથી 6 હજારથી વધારે લોકોનાં હાડપિંજર મળી આવ્યા છે. આ ઘટના પૂર્વ આફ્રિકી દેશ બુરુંડીની છે. સરકાર તરફથી જાન્યુઆરીમાં દેશભરમાં શરૂ કરવામાં આવેલા ખોદકામ અભિયાન બાદ આ હાડપિંજરની અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે. બુરુંડીનાં કરૂસી પ્રોવિન્સમાં 6 જગ્યાઓથી 6033 લોકોનાં હાડપિંજર મળી આવ્યા છે. હાડપિંજરની સાથે ગોળીઓ, લોકોનાં કપડા, ચશ્મા અને અન્ય સામાન પણ જમીનની અંદરથી મળ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: જો કાર-બાઈક ખરીદવાનો વિચાર છે તો થઈ જાઓ સાવધાન, આ તારીખથી બદલાઈ રહ્યા છે નિયમ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વાહન નિર્માતા કંપનીઓની એ માંગને ફગાવી છે, જેમાં BS-IV વાહનોને વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. કોર્ટે ઓટોમોબાઇલ ડીલર્સ ફેડરેશનની અરજી ફગાવી દેતા કહ્યું કે 31 માર્ચ, 2020 પછી BS-IV પ્રદૂષણ માનક વાહનોનું વેચાણ નહીં થઈ શકે. આ નિર્ણય બાદ હવે ભારતમાં કોઈ પણ વાહન બનાવનારી કંપની BS-IV વાહનોનું વેચાણ નહીં કરી શકે.

વધુ વાંચવા ક્લિક કરો-7: ધોનીની વાપસીની અટકળોને લઇને આવ્યો હતો અંત, પરંતુ આટલા દિવસ બાદ છોડી દેશે મેદાન

ગત વર્ષે વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળ્યા બાદથી ભારતના અનુભવી વિકેટ કીપપ બેટ્સમેન એમએસ ધોની ક્રિકેટથી દૂર છે. જે બાદ તેમના ભવિષ્યને લઇને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તેમણે મેદાનથી દૂર થયેલા આશરે 8 મહિના વીતી ગયા છે. જે બાદ વાપસીની તૈયારી કરી રહ્યા છે. આઇપીએલ 2020 સત્ર માટે ધોની એક માર્ચથી ચેન્નાઇમાં તૈયારી શરૂ કરશે. આઇપીએલની આગાજ 29 માર્ચથી થઇ રહી છે અને સીઝનનું ઉદ્ધાટન મુકાબલો ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન઼્ડિયન્સની વચ્ચે રમવામાં આવશે.

વધુ વાંચવા ક્લિક કરો-8: આલિયા ભટ્ટ પર વરસી પડી કંગનાની બહેન, ખરીખોટી સંભળાવી ગામ ગજાવ્યું

છેલ્લા કેટલાક વર્ષોથી આલિયા ભટ્ટ હવે એક્ટિંગ પર વધારે ધ્યાન આપી રહી છે અને એક પછી એક શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. એકટ્રેસે હાલમાં જ 2019માં આવેલી ફિલ્મ ગલી બોય માટે બેસ્ટ એકટ્રેસ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યાં એક બાજુ આલિયા પર પ્રશંસકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે તો બીજી બાજુ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે આલિયાને મળેલ આ સન્માનથી વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર રંગોલીએ ગાઈ વગાડીને આ વાત કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: Hero Splendor Plus, Maestro Edge125 અને Destin125, BS6 એન્જિનમાં લોન્ચ, જાણો કિંમત

દેશની ટુ-વ્હીલર્સ નિર્માતા કંપની Hero MotoCorp(હીરો મોટોકોર્પ) એ તેની લોકપ્રિય મોટરસાયકલ Splendor Plus ને BS6 એન્જિન ઉત્સર્જનના ધોરણો સાથે લોન્ચ કરી છે. હીરોએ આ સિવાય અન્ય બે મોડલ્સ Maestro Edge 125 અને Destini 125 સ્કૂટર્સ પણ BS6 એન્જિન સાથે લોન્ચ કર્યા છે. ત્રણે ટુ-વ્હિલર્સ વાહનોની કિંમતમાં BS4 વેરિએન્ટની સરખામણીએ વધારો કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: Photos: દુલ્હન બની સ્ટેજ પર સારા અલી ખાને કરી જમાવટ, જોનારાના ઉડી ગયા હોશ

સારા અલી ખાન તેના લુક્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન આઉટફીટ હોય કે ટ્રેડિશનલ લુક, સારા દરેક કપડામાં એકદમ પરફેક્ટ લાગે ચે. હાલમાંજ તેણે દિલ્હીમાં આયોજીત એક ફેશન શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે બ્રાઈડલ લુક જોવા મળ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-11: VIDEO: રિયાલિટી શોમાં શ્વાસ થંભાવતી દુર્ઘટના, મહિલાનો પગ હાથમાંથી છૂટ્યો અને નીચે આગ…

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આમ તો જુનો છે. પરંતુ ફરીથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ ટેલેન્ટ શોનો આ વીડિયો છે. લોકો રિયાલિટી શોમાં કઈ હદ સુધી જઈ શકે તે તમે એમાં જોઈ શકો છો. એક શો ચાલી રહ્યો છે અને કપલનું તેમાં પરફોર્મન્સ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન