Headline-on-17th-november-2019-till-06pm/
  • Home
  • Featured
  • [email protected]: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગંભીર આરોપ, અયોધ્યા કેસ ફરી સુપ્રીમમાં

[email protected]: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગંભીર આરોપ, અયોધ્યા કેસ ફરી સુપ્રીમમાં

 | 5:49 pm IST

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ, વિદ્યાર્થીઓએ લગાવ્યો મોટો આરોપ. અમારી બહેન અમને સોંપો નહીતર આશ્રમ સળગાવી દઇશું: કરણી સેનાની ખુલ્લી ધમકી. અયોધ્યા મામલે AIMPLBની બેઠક પૂર્ણ, SCનાં ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પીટીશન કરશે મુસ્લિમ પક્ષ. શ્રીલંકામાં રાજપક્ષેને મળી સત્તા, ભારત માટે ચિંતાનો વિષય – ચીનને પડી જશે બખ્ખાં. બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસૈનિકોએ કર્યું ગેરવર્તન. જીમમાં લેડી ટ્રેનર સાથે હાર્દિક પંડ્યા કરી રહ્યો કસરત, જસપ્રિત બુમરાહે કરી આવી કોમેન્ટ. Big Boss: સિદ્ધાર્થે બધાની વચ્ચે રશ્મિને પુછ્યું- શું તું મને પ્રેમ કરે છે? મુંબઈમાં શાહરૂખે પોતાના ફેન્સને કહી દીધી આ મોટી વાત, કહ્યું ઈજા પહોંચવા છતા પણ… જ્યારે ટોપના કારણે ટ્રોલ થઈ હતી અભિનેત્રી તારા સુતારિયા, હવે એક્ટ્રેસે આપ્યો આ જવાબ સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ, વિદ્યાર્થીઓએ લગાવ્યો મોટો આરોપ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કનીની પરીક્ષા હતી. હાલ બિનસચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થઇ ગઇ છે. શાંતિમય માહોલમાં રાજ્યમાં પરીક્ષા પૂર્ણ થતા તમામે હાશકારો અનુભવ્યો છે, ખાસ કરીને સરકારે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: અમારી બહેન અમને સોંપો નહીતર આશ્રમ સળગાવી દઇશું: કરણી સેનાની ખુલ્લી ધમકી

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: અયોધ્યા મામલે AIMPLBની બેઠક પૂર્ણ, SCનાં ચુકાદા વિરુદ્ધ રિવ્યૂ પીટીશન કરશે મુસ્લિમ પક્ષ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુમતાજ ડીગ્રી કૉલેજમાં થયેલી ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની બેઠક 3 કલાક બાદ સમાપ્ત થઈ. બેઠક પછી જમીયત ઉલેમા હિન્દનાં રાષ્ટ્રિય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, “અમે ચુકાદાની વિરુદ્ધ રિવ્યૂ પીટીશન દાખલ કરીશું.”

વધુ વાંચવા કરો ક્લિક-4: શ્રીલંકામાં રાજપક્ષેને મળી સત્તા, ભારત માટે ચિંતાનો વિષય – ચીનને પડી જશે બખ્ખાં

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણના સમાપ્ત થઈ ચુકી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેનાં નાના ભાઈ અને પૂર્વ સચિવ ગોતબયા રાજપક્ષેએ સત્તારૂઢ પાર્ટીનાં ઉમેદવાર સાજિત પ્રેમદાસાને હરાવ્યા છે. આ ચૂંટણી સાથે જ એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગૌતબયા રાજપક્ષેની જીત ભારત અથવા ચીન કોના માટે વધારે ફાયદાકારક રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે શિવસૈનિકોએ કર્યું ગેરવર્તન

શિવેસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેની સ્મૃતિ સભામાં શિવસેના ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા પણ શ્રદ્ધાંજલિ આપવા પહૉંચ્યા હતાં. કાર્યક્રમમાં શામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાળા સાહેબને શ્રદ્ધાંજલિ આપીને પાછા ફરતા શિવસૈનિકો તરફથી કડવો અનુંભવ થયો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-6: જીમમાં લેડી ટ્રેનર સાથે હાર્દિક પંડ્યા કરી રહ્યો કસરત, જસપ્રિત બુમરાહે કરી આવી કોમેન્ટ

જસપ્રિત બુમરાહે હાર્દિક પંડ્યાના વર્કઆઉટ વીડિયો પર એવી કોમેન્ટ કરી છે કે, ઈન્ટરનેટ પર લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. 15 નવેમ્બરે હાર્દિક પંડ્યા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કસરત દરમિયાન તે શ…શ…શ…નો અવાજ નીકાળી રહ્યો હતો. આ વીડિયો ઉપર જસપ્રિત બુમરાહે કોમેન્ટ કરતાં લખ્યું કે, 

વધુ વાંચવા કરો ક્લિક-7: ડોપિંગ ટેસ્ટમાં ફેઈલ થયો હતો આ ક્રિકેટર, હવે મેદાન પર કરી ધમાકેદાર વાપસી

પૃથ્વી શોએ ક્રિકેટનાં મેદાન પર દમદાર વાપસી કરતાં રવિવારે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં મુંબઈ માટે રમતાં આસામની સામે હાફ સેન્ચુરી ફટકારી છે. શોએ શાનદાર બેટિંગ કરી હતી અને 32 બોલમાં જ પોતાની હાફ સેન્ચુરી પુર્ણ કરી હતી. પૃથ્વી શોએ 39 બોલમાં 63 રન ફટકાર્યા હતા,

વધુ વાંચવા કરો ક્લિક-8: Big Boss: સિદ્ધાર્થે બધાની વચ્ચે રશ્મિને પુછ્યું- શું તું મને પ્રેમ કરે છે?

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેશાઈ બિગ બોસ 13નાં સૌથી ચર્ચામાં રહેલાં છે. શોની શરૂઆતમાં બંને વચ્ચે અનેકવાર ઝઘડાઓ થયા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ એકબીજાને નીચા દેખાડવાનો એક પણ મોકો જવા દેતા ન હતા. પણ હવે લાગે છે કે, બંને વચ્ચેની આ નફરત દોસ્તીમાં બદલાઈ ગઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: મુંબઈમાં શાહરૂખે પોતાના ફેન્સને કહી દીધી આ મોટી વાત, કહ્યું ઈજા પહોંચવા છતા પણ…

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને છેલ્લા કેટલાક સમયમાં કોઈ મોટી સફળતા મળી નથી. આના પર તેનું કહેવું છે કે તેને ક્યારેય નકામી ફિલ્મોમાં જાણી જોઈને અભિનય કર્યો નથી. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ જલ્દી જ કોઈ ફિલ્મની ઘોષણા કરશે, જોકે કંઇ થયું નથી, જેના કારણે તેના ચાહકો ખૂબ નિરાશ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: જ્યારે ટોપના કારણે ટ્રોલ થઈ હતી અભિનેત્રી તારા સુતારિયા, હવે એક્ટ્રેસે આપ્યો આ જવાબ

એક્ટ્રેસ તારા સુતારિયાની ફિલ્મ ‘મરજાવાં’ રિલીઝ થઈ છે અને આ કારણે તારા ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસ પહેલા એક પાર્ટીમાં તેને ટ્યૂબ ટોપ પહેર્યું હતું. જેના પછી તે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રોલ થઈ હતી. જ્યારે તાજતેરમાં તારાએ એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન