Headline On 19th May Till 6 PM
  • Home
  • Featured
  • [email protected]: પંજાબનાં CMની ખુરશી હડપવા માંગે છે સિદ્ધુ, ચૂંટણી દરમિયાન બંગાળમાં હિંસા

[email protected]: પંજાબનાં CMની ખુરશી હડપવા માંગે છે સિદ્ધુ, ચૂંટણી દરમિયાન બંગાળમાં હિંસા

 | 5:45 pm IST

પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે પોતાની હટાવીને નવજોતસિંહ સિદ્ધુ મુખ્યમંત્રી બનવા માંગે છે. તો આજે અંતિમ તબક્કાનાં મતદાનમાં પણ પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી હતી. અહીં બીજેપી અને ટીએમસીનાં કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બીજી તરફ ત્રિપુરાની જમીનમાંથી એવું પ્રવાહી નીકળ્યું છે જેને જોઇને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે અને તેમણે તેને લઇને સંશોધન ચાલુ કર્યું છે. જો કે આ પ્રવાહીનાં કારણે સ્થાનિકો ચિંતિત છે. ગુજરાતની વાત કરીએ તો અહીં અનુસૂચિત જાતિનાં લોકો પર થઈ રહેલા અત્યાચારોને લઇને ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખર આઝાદે આંદોલનને ચેતવણી આપી છે. સહિતનાં સમાચાર વાંચવા આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: પંજાબમાં સત્તા સંઘર્ષ, કેપ્ટન અમરિંદર બોલ્યા-મને હટવીને CM બનવા માગે છે સિદ્ધુ

એકબાજુ પંજાબમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે, તો બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેનો અણબનાવ ખૂલીને સામે આવી ગયો છે. કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર પલટવાર કરતાં કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને પોતે મુખ્યમંત્રી બનવા માગે છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અંતિમ તબક્કાના મતદાનમાં પણ બંગાળમાં હિંસા, રક્ષામંત્રીએ કહ્યું- TMC નરસંહાર કરાવી શકે છે

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન સમયે પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે. ડાયમંડ હાર્બર લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર નિલંજન રોયની કાર પર હુમલો કરાયો હતો. બંગાળમાં અગાઉના છ તબક્કા સમયે પણ ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જાધવપુર અને બસીરહાટમાં બીજેપીએ ટીએમસી પર વોટિંગમાં ગડબડીનો આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: ત્રિપુરામાં જમીનમાંથી જે નીકળ્યું તેને જોઈ લોકો રહી ગયા દંગ, વૈજ્ઞાનિકોએ આપ્યા ‘તબાહી’ના સંકેત

ત્રિપુરાના અગરતલામાં એક અજીબોગરીબ ઘટનાથી લોકો હેરાન છે. અહીં કઠહલતલી ગામના મધુવન વિસ્તારમાં લાવા જેવો તરલ પર પદાર્થ જમીનમાંથી નીકળતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ગ્રામજનો પરેશાન થઈ ઉઠ્યા છે. તો વૈજ્ઞાનિકોની એક ટીમ પણ તપાસ માટે અગરતલા પહોંચી ગઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ગુજરાતમાં અનુસૂચિત જાતિ પર થઇ રહેલા અત્યાચારોને લઇ ભીમ આર્મી એક્શનમાં

ભીમ આર્મી પ્રમુખ ચંન્દ્રશેખર આઝેદે ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્ધ અત્યાચારનો આરોપ લગાવતા રાજ્યમાં મોટા પ્રમાણમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે. આઝાદે મહેસાણાના લ્હોર ગામમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા દલિત લોકોના કથિત રીતે બહિષ્કાર કરવાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ખેડૂતોને પડતા પર પાટું: હવે બિયારણમાં પણ સામે આવ્યું મસમોટું કૌભાંડ

પોરબંદરના ખેડૂતે વાવણી કરવા માટે બિયારણ લીધું ઘરે જઈને બિયારણ ખોલ્યું તો બિયારણનું બી બગડેલું નીકળ્યું હતું. હવે ખેડૂત વળતરની માંગ સાથે બિયારણ બદલી આપવાની માંગ કરી રહ્યા છે તો અન્ય ખેડૂતો પણ છેતરતા આક્રમક બની ગયા છે. પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામના ખેડૂતોએ નજીકના બગવદર ગામે આવેલા એગ્રો સેન્ટરમાંથી મગફળીનું બિયારણ ખરીદ્યુ હતું.

વધુ વાંચવા કરો ક્લિક-6: પાકિસ્તાનને અઢારમી વખત મોટો ઝટકો, કરોડોનું ખોદકામ કર્યું છતાં કંઈ ન મળ્યું!

સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાનને ફરી વખત મોટો ઝટકો લાગ્યો છે. કરાચી પાસે પાકિસ્તાને ટાપુના વિસ્તારમાં પાણીમા ખોદકામ કરીને તેલ અને ગેસની શોધ શરૂ કરી હતી. કારણ કે અહીંયાથી મોટો ભંડાર મળે એવી લાલસા હતી. પરંતુ શનિવારે પાકિસ્તાને સતાવાર રીતે આ વિસ્તારમાં તેલ અને ગેસની શોધ કરવાનો પ્રયત્ન બંધ કરી દીધો છે. આનાથી પોતાની તેલીય જરૂરિયાતો સંતોષતું પાકિસ્તાન હવે ઝટકા સહેવા સિવાય કંઈ બીજુ નથી કરી રહ્યું. ફેકરા 1 સેક્ટરમાં ટાપુથી દુર ખોદકામ ચાલી રહ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-7: વર્લ્ડ કપ: રાહુલ દ્રવિડે કોહલીને કેપ્ટનશિપમાં સુધારો લાવવાનો આપ્યો ગુરૂમંત્ર

ભારતીય ટીમનાં પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. વિરાટની પ્રશંસા કરતા દ્રવિડે કહ્યું કે, “તે જેવી કમાલ કરી રહ્યો છે અમારા સમયમાં ત્યાં સુધી પહોંચવું અશક્ય હતુ. તે સમય સાથે વધારે સારો થતો જઈ રહ્યો છે. પોતાની રમત દ્વારા તે એવો માપદંડ સેટ કરી રહ્યો છે જ્યાં પહોંચવું અમારા સમયમાં અશક્ય હતુ.

વધુ વાંચવા કરો ક્લિક-8: વર્લ્ડ કપ માટે ગૌતમ ગંભીરે ભારતને નહીં, પરંતુ આ ટીમને ગણાવી ફેવરેટ

વર્લ્ડ કપ 2011માં ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયાઈ ટીમને પોતાની પહેલી પસંદ ગણાવી છે. ગંભીરનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાએ નિશ્ચિત રીતે વર્લ્ડ કપની ફાઇનલ રમવી જોઇએ. ગંભીર અનુસાર ઑસ્ટ્રેલિયાનો મુકાબલો તેની બે મનગમતી ટીમ ઇંગ્લેન્ડ અથવા ભારત સાથે થશે. ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલા બીજેપીનાં લોકસભા ઉમેદવાર ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે ઇંગ્લેન્ડની ટીમ તેની બીજી પસંદગી એ માટે નથી કારણ કે તે ઘરમાં રમી રહી છે, પરંતુ તેની પાસે બધા જ સ્થાન માટેનાં ક્રિકેટર છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ‘ફર્સ્ટ લુક’ લોન્ચના એક દિવસ બાદ જ અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’માં થયો મોટો ધડાકો

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પહેલુ પોસ્ટર શનિવારે લોન્ચ થયું હતું. જેમાં અક્ષય કુમાર પાવરફુલ લૂકમાં દેખાયો હતો. આ ફિલ્મમાં અક્ષય એક ટ્રાન્સજેન્ડર ભૂતનો રોલ પ્લે કરવાનો છે. ફિલ્મનું ફર્સ્ટ લુક ઘણું ચર્ચામાં છે. જોકે માત્ર એક દિવસ પછી જ આ ફિલ્મને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મના ડાયરેક્ટર રાઘવ લોરેંસે ફિલ્મ છોડી દીધી છે. ડાયરેક્ટરે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: વાસ્તુશાસ્ત્રમાં કર્યો છે ઉલ્લેખ, જો નૈઋત્ય તરફ માથું રાખીને સુવો તો થાય છે આવુ

વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે કઈ દિશામાં સૂવુ કઈ દિશામાં નહી. ક્યા સકારાત્મક ઉર્જા મળે છે ક્યા નકારાત્મક ઉર્જા મળે છે. આ પ્રકારની નકારત્મક ઊર્જા કેવી રીતે ઉદભવે તે આપણે વાસ્તુના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ.જયારે નૈઋત્યનો દોષ હોય અને નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા હોય ત્યારે મનોવિકાર આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન