Headline On 22nd November 2019 Till 3pm
  • Home
  • Featured
  • [email protected]: BRTSએ સર્જ્યો વધુ એક અકસ્માત, ઉદ્ધવે BJP સાથે છેડો ફાડવાનું જણાવ્યું કારણ

[email protected]: BRTSએ સર્જ્યો વધુ એક અકસ્માત, ઉદ્ધવે BJP સાથે છેડો ફાડવાનું જણાવ્યું કારણ

 | 2:43 pm IST

સિટી બસ, બીઆરટીએસ બસ અને એસટી બસનાં અકસ્માતો તીડની માફક વધી રહ્યા છે. અમદાવાદમાં બીઆરટીએસે બે ભાઈનો ભોગ લીધા બાદ સુરતમાં પણ એક વ્યક્તિનું બીઆરટીએસ બસનાં અકસ્માતમાં મોત થયું હતુ. તો હવે સુરતમાં વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને માથા અને પગમાં ઇજાઓ થવા પામી છે. ગઇકાલે પાંજરાપોળ ખાતે થયેલા બીઆરટીએસ બસનાં અકસ્માતમાં બે યુવાનોનાં મોત બાદ આજે લૉ ગાર્ડન પાસે એનએસયુઆઈનાં કાર્યકરોએ બીઆટીએસ બસને રોકી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માંગણી કરી છે. મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને ટૂંક સમયમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સરકાર બની શકે છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને બીજેપી સાથે ગઠબંધન તોડવાનું કારણે જણાવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પિંક ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. સહિતનાં મહત્વના સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા માટે કરો ક્લિક-1: સિટી-BRTS બસ યમદૂત સમાન! વધુ એક અકસ્માત સર્જાયો, મહિલાને લીધી અડફેટે

હવે સુરતથી વધુ એક બસ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ સુરતમાં સિટી બસના ડ્રાઇવરે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા માથા અને પગમાં ઇજા થઈ છે. સુરતના નાનપુરા નાવડી ઓવારા પાસેની આ ઘટના બતાવવામાં આવી રહી છે. વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે સિટી બસ દ્વારા અડફેટે લીધી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-2: BRTS બસ અકસ્માત: NSUI કાર્યકરોએ લો ગાર્ડન પાસે BRTS બસ રોકી, પોલીસે કરી અટકાયત

અમદાવાદના પાંજરાપોળ ખાતે ગઈકાલે એક BRTS બસ સાથે થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના બે સગાભાઈઓના કરુણ મોત થયા હતા. આ ઘટનાને ઘણો સમય વીત્યા છતા પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો અને ન્યાયની માગ કરવામાં આવી હતી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-3: સુરત: માત્ર 9 વર્ષની બાળાને ઈંડા લાવી આપવાના બહાને ઘરમાં બોલાવી અને પછી નરાધમે…

ગઈકાલે રાજકોટ ખાતે આવેલ ક્રિસ્ટલ મોલમાં એક કિશોરી સાથે અજાણ્યા શખ્સોએ છેડતી કરી હતી અને વિરોધ કરવા પર શખ્સો સાથે 20 જણાના ટોળાંએ કિશોરીના પરિવારને ઢોર માર માર્યો હતો. ત્યારે હવે સમાજને શર્મસાર કરે એવી વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-4: BJP સાથે શિવસેનાએ શા માટે તોડ્યું 25 વર્ષ જુનું ગઠબંધન? ઉદ્ધવે ધારાસભ્યોને જણાવ્યું કારણ

મહારાષ્ટ્રમાં પોતાની કટ્ટર વિરોધી પાર્ટી એનસીપી-કૉંગ્રેસની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા જઇ રહેલી શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારનાં બીજેપી પર જોરદાર પ્રહાર કર્યા છે. ઠાકરેએ શિવસેના ધારાસભ્યોની સાથે બેઠકમાં કહ્યું કે “એનસીપી-કૉંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવાની નોબત બીજેપીનાં કારણે આવી છે.” 

વધુ વાંચવા માટે કરો ક્લિક-5: 4 મહિનાથી કાશ્મીરમાં નજરબંધ ફારૂક અબ્દુલ્લાને ડિફેન્સ કમેિટીમાં સામેલ કરાતા ખળભળાટ

રક્ષા મામલાઓની સંસદીય સમિતિમાં સામેલ નામો પર વિવાદ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશનાં ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર બાદ હવે ફારૂક અબ્દુલ્લાનાં નામ પર વિવાદ ચાલી રહ્યો છે. ફારૂક અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદથી નજરબંધ કરવામાં આવ્યા હતા. નજરબંધ હોવાના કારણે ફારૂક અબ્દુલ્લા સંસદનાં શિયાળુ સત્રમાં પણ સામેલ થઈ શક્યા નથી.

વધુ વાંચવા માટે કરો ક્લિક-6: ભરી સંસદમાં અમેરિકી સાંસદે ભારતને આપ્યો સાથ, અમેરિકાને આપી દીધી શિખામણ

અમેરિકી સાંસદ ફ્રાન્સિસ રૂનીએ સંસદમાં તમામને આતંકવાદની વિરુદ્ધ ભારતની લડાઈમાં સાથ આપવાની અપીલ કરી છે. સાંસદે કહ્યું કે, “ઇસ્લામી આતંકવાદી આખા જમ્મુ-કાશ્મીર અને ભારતમાં અન્ય જગ્યાઓ પર સતત ખતરો પેદા કરી રહ્યા છે અને આતંકવાદને ફેલાવી રહ્યા છે.” સાંસદ રૂનીએ ગુરૂવારનાં કહ્યું કે, “ભારત સામે અનેક ક્ષેત્રીય તેમજ ભૂરાજનૈતિક ખતરા છે. ઇસ્લામી આતંકવાદી આખા જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ઘણી જગ્યાએ સતત આતંકવાદનો ખતરો પેદા કરી રહ્યા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-7: INDvsBAN: બાંગ્લાદેશે જીત્યો ટૉસ, ભારતની પહેલી બોલિંગ, જાણો પ્લેઇંગ XI વિશે

ભારત અને બંગલાદેશની વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવામાં આવશે. બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતને પહેલા બોલિંગ આપી છે. ભારતે ઇંદોરમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 130 રનથી હરાવી સીરીજમાં 1-0ની બઢત મળી. 

વધુ વાંચવા માટે કરો ક્લિક-8: ઇડન ટેસ્ટ: મેચ જોવા કોલકાત્તા પહોંચ્યા બાંગ્લાદેશના PM શેખ હસીના તો BCCI અધ્યક્ષે કર્યું આ કામ

કોલકાત્તાના ઇડન ગાર્ડન્સમાં આજથી શરૂ થઇ રહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ ઉદ્ધાટન માટે બાંગ્લાદેશની પીએમ શેખ હસીના પણ કોલકાત્તા પહોંચી છે. હસીનાને એરપોર્ટ પર રિસીવ કરવા માટે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરભ ગાંગુલી પહોંચ્યા. કોલકાત્તા ગાંગુલીનું ગૃહ નગર પણ છે અને ભારત-બાંગ્લાદેશની વચ્ચે થનારી આ ટેસ્ટ મેચને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા છે.

વધુ વાંચવા માટે કરો ક્લિક-9: અરે બાપ રે…ગંદી બાત ફેમ અભિનેત્રી તાત્કાલિક ICUમાં દાખલ, ડોક્ટરે કહ્યું-હું અત્યારે કંઈ કહીં ન શકું

ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠની તબિયત સારી નથી. તે વેન્ટિલેટર પર છે. ગુરુવારે એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન સાંજે 4.30 વાગ્યે અચાનક અભિનેત્રી બેહોશ થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. મળતા સમાચાર મુજબ અભિનેત્રીની હાલત હજુ ગંભીર છે.

        વધુ વાંચવા માટે કરો ક્લિક-10: આ 5 રાશિના છોકરાઓ હોય છે છોકરીઓના સપનાઓના રાજકુમાર, પતિ તરીકે મળે તો જીવન થાય સફળ

દરેક છોકરી એવો જીવનસાથી ઇચ્છે છે જે તેને જીવનભર પ્રેમ કરે અને સંબંધો પ્રત્યે ઇમાનદાર હોય. પણ બધી છોકરીઓને તેમના મનગમતા પતિ મળતા નથી. આજે અમે તમને એવી રાશિના છોકરાઓ વિશે જણાવીશું જે પરફેક્ટ લાઇફ પાર્ટનર સાબિત થાય છે. જો તમે પણ તમારા માટે જીવનસાથી શોધી રહ્યા છો તો આ રાશિના છોકરાઓ છે તમારા માટે બેસ્ટ. તમે પણ જાણીલો આ સપનાના રાજકુમાર સમા રાશિના જાતકો અંગે વિસ્તૃતથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન