Headline On 9th November 2019 Till 6pm
  • Home
  • Featured
  • [email protected] PM: SCનાં નિર્ણયને નહીં પડકારે સુન્ની વકફ બૉર્ડ, રામ મંદિર માટે આ ગુજરાતી આપશે 11 કરોડ

[email protected] PM: SCનાં નિર્ણયને નહીં પડકારે સુન્ની વકફ બૉર્ડ, રામ મંદિર માટે આ ગુજરાતી આપશે 11 કરોડ

 | 5:49 pm IST

સુપ્રીમ કોર્ટે દેશનાં સૌથી જુના અને સંવેદનશીલ અયોધ્યા વિવાદ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો.  સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સુન્ની વકફ બૉર્ડે પણ સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેને ચુકાદો શિરોમાન્ય છે અને તે મામલાને પડકારશે નહીં. તો ગુુજરાતનાં સુરતનાં એક અખિલ ભારતીય હિંદુ યુવા મોરચાનાં રાષ્ટ્રિય અધ્યક્ષ શિવ ઓમ મિશ્રાએ કહ્યું છે કે તેઓ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયા આપશે. રામ મંદિરને લઇને આવેલા ચુકાદા પર વિદેશી મીડિયાનું વલણ પણ સામે આવ્યું છે. અમેરિકન મીડિયાએ આ ચુકાદાને પીએમ મોદીની મોટી જીત ગણાવી છે. સહિતનાં મહત્વનાં સમાચાર વાંચવા આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1:અયોધ્યા કેસ : SCના નિર્ણયને નહીં પડકારે સુન્ની વક્ફ બોર્ડ, રિવ્યુ પિટિશન પણ દાખલ નહીં કરે

આઝાદ ભારતના સૌથી મોટા અને સંવેદનશીલ કેસની સતત 40 દિવસ સુનાવણી હાથ ધરી આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જે વિવાદીત સ્થળ છે ત્યાં રામ મંદિર બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમના આ પર સુન્ની વક્ફ બોર્ડે જણાવ્યું છે કે તેને અદાલતનો નિર્ણય શિરોમાન્ય છે. તે આ મામલાને પડકારશે નહીં.

વધુ વાંચવા કરો ક્લિક-2: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આ ગુજરાતી આપશે 11 કરોડ રૂપિયા

દેશના સૌથી જુના અને સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠના નિર્ણયને સંભળાવતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં જ કોઈ અન્યત્ર જગ્યાએ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને મળશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી આ 4 દલિલોના કારણે મોકળો બન્યો રામ મંદિરનો માર્ગ

અયોધ્યામાં રાજકીય રૂપે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય પીઠે સર્વસમ્મતિથી એટલે કે 5-0થી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પોતાના નિર્ણયમાં વિવાદીત સ્થળને રામલલાનું ગણાવ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સુન્ની વક્ફ બોર્ડને મસ્જીદ બનાવવા માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. નિર્ણય આપતી વખતે કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી દરમિયાન મુસ્લીમ પક્ષના વકીલ રાજીવ ધવન અને અન્ય વકીલો દ્વારા રજુ કરવામાં આવેલી દલિલો પર પણ સ્પષ્ટ મતેથી નિર્ણય સંભળાવવામાં આવ્યો.

વધુ વાંચવા કરો ક્લિક-4: જાણો રામ મંદિરનાં ચુકાદા પર અમેરિકન અને પાકિસ્તાની મીડિયાએ શું લખ્યું

અયોધ્યા મામેલ સુપ્રીમ કૉર્ટે આજે શનિવારનાં રોજ ચૂકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ એક પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની 5 જજની ખંડપીઠે કહ્યું કે, “કેન્દ્ર સરકાર વિવાદિત સ્થળ પર મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે અને ત્રણ મહિનામાં તેમની યોજના સોંપે.” સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ હવે અમેરિકન મીડિયાનું વલણ પણ સામે આવ્યું છે. અમેરિકાના અખબાર વોશિન્ગ્ટન પોસ્ટે કહ્યું કે, ‘દાયકા જૂના આ વિવાદમાં આવેલો ચૂકાદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી જીત છે.’

વધુ વાંચવા કરો ક્લિક-5: અયોધ્યા: શાંતિ જાળવી રાખવ અને એખલાસનું વાતાવરણ બનાવી રાખવા CM રૂપાણીની અપિલ

દેશના સૌથી જુના અને સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠના નિર્ણયને સંભળાવતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં જ કોઈ અન્યત્ર જગ્યાએ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને મળશે. સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: અયોધ્યામાં રામ મંદિર માટે સવા રૂપિયો ઉઘરાવનાર વ્યક્તિ હું જ હતો : પ્રવિણ તોગડિયા

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જગ્યાને રામલલાની ગણાવી. સાથો સાથ કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. અયોધ્યાના રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: અયોધ્યા ચુકાદા પર હવે પાકિસ્તાનની સામે આવી પ્રતિક્રિયા, ટાઇમિંગ પર ઉઠાવ્યો પ્રશ્ન

દેશનાં સૌથી જૂના અને વિવાદાસ્પદ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદીત જમીન પર રામલલાનો હક માન્યો છે, જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અલગ સ્થાન પર જમીન આપવા કહ્યું છે. અયોધ્યા મામલે ફક્ત દેશની જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર ટકી રહી હતી. પાકિસ્તાનનાંમોટાભાગનાં મહત્વનાં સમાચારપત્રોમાં અયોધ્યા મુદ્દાને પ્રમુખતાથી જગ્યા આપવામાં આવી છે. પાકિસ્તાનમાં ટ્વિટર પર રામ મંદિર અને અયોધ્યા સાથે જોડાયેલા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક -8: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, હવે ચીનની 3 બેંકોએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા

ચીનની 3 મોટી બેંકોએ રિલાયન્સ ગ્રૃપનાં માલિક અનિલ અંબાણીની સામે લંડનની કોર્ટમાં 680 મિલિયન ડોલર એટલે લગભગ 47600 કરોડ ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો છે. આ ત્રણ બેંક- ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલેપમેન્ટ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: વિદેશીને ડેટ કરી રહી હતી અજય દેવગનની આ હીરોઈન, બ્રેકઅપ બાદ થયો આ હાલ

‘બર્ફી’ ફેમ અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝનું તાજેતરમાં જ બ્રેકઅપ થયું હતું. તે ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રૂ નિબોનને ડેટ કરી રહી હતી. ઇલિયાનાને તેના સંબંધો વિશે વાત કરવાનું પસંદ નથી. જ્યારે તેણે સોશિયલ મીડિયા પર એન્ડ્રૂની તસવીરો ડિલીટ કરી ત્યારે લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે ઇલિયાનાએ આ અંગે ખુલ્લેઆમ વાત કરી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નવી ટીમોને જોડવા અંગે 2021માં વિચાર થઈ શકે છે. પણ 2020ની સિઝનમાં આઈપીએલ મેચમાં 3 નવાં શહેર મેચ સ્થળ તરીકે સામેલ કરવામાં આવી શકે છે. આઠ ફ્રેન્ચાઈઝીઓના માલિકોએ મંગળવારે બીસીસીઆઈ મુખ્યાલયમાં બોર્ડનાં નવા પદાધિકારીઓ સાથે મુલાકાત કરી અને જે 3 શહેર મેચ સ્થળના રૂપમાં સામેલ થઈ શકે છે, તેમાં લખનઉ, ગુવાહાટી અને તિરુવનંતપુરમનાં નામ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન