Headline Till 6 pm On 7th November 2019
  • Home
  • Featured
  • [email protected]: ટળ્યું ‘મહા’ વાવાઝોડાનું સંકટ, ખેડૂત હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય

[email protected]: ટળ્યું ‘મહા’ વાવાઝોડાનું સંકટ, ખેડૂત હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય

 | 5:52 pm IST

‘મહા’ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળી ગયું છે. આ વાવાઝોડું બપોર 12 વાગ્યા બાદ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તો ગુજરાતનાં ખેડૂતોને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત ખાતેદાર ખરાઇ અંગેની કાર્યપધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ કરતારપુર કોરિડોરને લઇને પાકિસ્તાન ડબલ ગેમ રમી રહ્યું છે. પાકિસ્તાનનાં પીએમે જ્યાં પાસપોર્ટ જરૂરી નથી તેવું કહ્યું છે, તો પાકિસ્તાની સેનાએ પાસપોર્ટને જરૂરી ગણાવ્યો છે. તો ભારતે હવે સ્પષ્ટ કહ્યું છે કે કરતારપુર વિઝિટ માટે પાસપોર્ટ જરૂરી છે. સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘મહા’ વાવાઝોડું સમુદ્રમાં જ ડિપ ડ્રિપેશનમાં ફેરવાશે, બુલબુલની નહીં થાય કોઈ અસર

ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું બપોર 12 વાગ્યા બાદ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ હજુ 24 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારનો મહત્વપુર્ણ નિર્ણય, હવે ઓનલાઈન કરી શકશો આ કામ

ઓનલાઈન વ્યવસ્થા મુદ્દે આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં મહેસૂલ મંત્રીએ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધેલાં મહત્વપુર્ણ નિર્ણય અંગે જાણકારી આપી હતી. મહેસૂલ મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરાયેલા બીનખેતીની કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિષે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, હાલમાં ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કરતારપુર કોરિડોર પર પાકિસ્તાનની ડબલ ગેમ, ભારતે શ્રદ્ધાળુઓને આપી મહત્વપૂર્ણ સૂચના

કરતારપુર સાહેબ જનારા ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટ જરૂરી છે કે નહીં, આના પર પાકિસ્તાન તરફથી વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન જ્યાં પાસપોર્ટને જરૂરી ના હોવાનું કહી રહ્યા હતા તો તેમની સેના કહી રહી છે કે પાસપોર્ટ જરૂરી છે. ભારતે આ વિશે પાકિસ્તાનને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતુ. હવે વિદેશ મંત્રાલયે ગુરૂવારનાં સ્પષ્ટ કહ્યું છે કે બંને દેશોની વચ્ચે જે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર સહી થઈ છે, તેના પ્રમાણે પાસપોર્ટ જરૂરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: મહારાષ્ટ્રનાં રાજ્યપાલને મળ્યા BJP નેતા, સરકાર બનાવવાને લઇને આપ્યું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે બીજેપી નેતાઓએ રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ બીજેપી નેતાઓએ દાવો કર્યો કે પ્રદેશમાં ગઠબંધનની જ સરકાર બનશે. બીજેપી પ્રતિનિધિ દળમાં સામેલ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે ગવર્નર સાથે મળીને તેમણે તમામ કાયદાકીય અને રાજનૈતિક પાસાઓ પર ચર્ચા કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ‘મહા’ વાવાઝોડા બાદ હવે દેશનાં આ વિસ્તારો પર ‘બુલબલ’નું સંકટ, હવામાન વિભાગની ચેતવણી

‘મહા’ વાવાઝોડું ગુજરાતમાં ટકરાવવાથી પહેલા નબળું પડી ગયું છે, પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં બુલબુલ નામનાં ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી 24 કલાકમાં બુલબુલ વાવાઝોડુ ઝડપી બને તેવા અણસાર છે. ચેન્નાઈમાં પત્રકારોને સંબોધતા Director of Area Cyclone Warning Center નિર્દેશક પુવિઆરાસને કહ્યું કે, “વાવાઝોડું બંગાળનાં કિનારા તરફ વધી રહ્યું છે, માછીમારોને વિનંતી છે કે તેઓ બંગાળની ખાડીનાં મધ્ય ક્ષેત્ર તરફ ના જાય.”

એક તરફ ઈરાન પર આકરા પ્રતિબંધ અને સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો પર થયેલા મિસાઈલ હુમલાને લઈને દુનિયામાં ક્રુડ ઓઈલ પર વિપરીત અસર જોવા મળી રહી છે ત્યારે યૂનાઈટેડ અરબ અમિરાતની રાજધાની અબૂ ધાબીથી રાહતના સમાચાર આવ્યા છે. અહીં જમીનના પાતાળમાં હાઈડ્રોકાર્બનના નવા ભંડાર હોવાની જાણકારી મળી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: પાકિસ્તાનમાં હિંદુ મેડિકલ વિદ્યાર્થિનીનાં મોતનાં રિપોર્ટમાં મોટો ધડાકો, સત્ય આવ્યું સામે

પાકિસ્તાનમાં વિશ્વવિદ્યાલયની હોસ્ટેલમાં પોતાના રૂમમાં સપ્ટેમ્બરમાં રહસ્યમયી પરિસ્થિતિઓમાં મૃત મળેલી એક હિંદૂ મેડિકલ વિદ્યાર્થિનીનાં અંતિમ ઑટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હત્યાથી પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. નિમ્રતા કુમારીનો મૃતદેહ 16 સપ્ટેમ્બરનાં લરકાના સ્થિત શહીદ મોહતરમા બેનઝીર ભુટ્ટો મેડિકલ યૂનિવર્સિટીની હોસ્ટેલમાં તેના રૂમનાં સીલિંગ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: હવે બદલાઈ ગયો છે ATMમાંથી કેશ નીકાળવાનો નિયમ! 1 ડિસેમ્બરથી લાગશે ચાર્જ

ખાનગી ક્ષેત્રની બેંક આઈડીબીઆઈ બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે આઈડીબીઆઈ બેંકે તેના ગ્રાહકોને એસએમએસ દ્વારા માહિતી આપી છે. આ એસએમએસમાં આઈડીબીઆઈ બેંકે ગ્રાહકોને કહ્યું છે કે, જો તેઓ બિન-આઈડીબીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે

વધુ વાંચવા કરો ક્લિક-9: અશ્લીલ અખાડાનો નવો કાંડ કેમેરામાં કેદ! શહનાઝ રાત્રે અંધારામાં સિદ્ધાર્થને કિસ કરવા ગઈ…

જ્યારથી બિગ બોસ 13 ચાલુ થયો છે ત્યારથી કંઈક ને કંઈક નવા કાંડ ખુલતા રહે છે. કોઈવાર કોઈની વાહિયાત વાતો લીક થાય કે પછી કોઈ વખત એકીજા પર પાયા વિહોણા આરોપો નાખવા. પરંતુ આ વખતે તો નવો જ કાંડ સામે આવ્યો છે. લોકો સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની રિલેશનશીપની મજા લઇ રહ્યા હતા. પરંતુ આ અઠવાડિયે તેમની મિત્રતામાં થોડુ ભંગાણ જોવા મળ્યું.

વધુ વાંચવા કરો ક્લિક-10: રાજકોટમાં T20 મેચ પહેલા આ દિગ્ગજે શિખર ધવન પર સાધ્યું નિશાન, કહ્યું- તેને બહાર કરો…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે રાજકોટ ખાતે 3 ટી20 મેચ સિરીઝની બીજી મેચ રમાશે. આ સિરીઝની પહેલી મેચ બાંગ્લાદેશે જીતી અને આ સાથે ટી20 ઇન્ટરનેશનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની આ પહેલી જીત હતી. સિરીઝમાં 1-0થી પાછળ રહેતા ટીમ ઇન્ડિયા આજે સિરીઝ બચાવવા મેદાન પર પૂરજોશે ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન