Headlines At 12pm On 22nd March 2019
  • Home
  • Featured
  • [email protected]: એર સ્ટ્રાઇક પર પિત્રોડાએ ઉઠાવ્યા પ્રશ્નો, CM રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં

[email protected]: એર સ્ટ્રાઇક પર પિત્રોડાએ ઉઠાવ્યા પ્રશ્નો, CM રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં

 | 11:53 am IST

લોકસભાની ચૂંટણીનાં મહોલામાં નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. સપાનાં નેતા રામ ગોપાલ યાદવ બાદ હવે કૉંગ્રેસનાં સામ પિત્રોડાએ પુલવામા હુમલાને લઇને પાકિસ્તાનની ફેવર કરતું નિવેદન આપીને વિવાદ છેડ્યો છે. તો અમેઠીથી સ્મૃતિ ઇરાનીને ટિકિટ મળતા જ તેમણે કહ્યું કે, “હવે કમળનું ફૂલ ખિલાવીને નવો ઇતિહાસ બનાવવાનો છે.” તો ભાજપને શૂન્યમાંથી ટોચ પર પહોંચાડનારા અડવાણી રાજનીતિમાંથી આઉટ થયા છે. ગાંધીનગર બેઠક પર તેમના સ્થાને અમિત શાહને ઉતારવામાં આવ્યા છે. તો ગુજરાતમાં બાકીની 25 સીટો માટે ઉમેદવારો માટે મહામંથન શરૂ થયું છે, તેના માટે આજે ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં આજે હાઇકમાન સાથે બેઠક કરશે. સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: એરસ્ટ્રાઇક પર રાહુલ ગાંધીના નજીક મનાતા પિત્રોડા એ પ્રશ્ન ઉઠાવતા PM મોદીએ આપ્યો સણસણતો જવાબ

ચૂંટણી માહોલમાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પણ ચર્ચાનો વિષય બની રહે છે. જેમ કે ગઇકાલે સપા નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતા અને ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડા એ પણ એક મોટું નિવેદન આપી દીધું છે. પિત્રોડા એ કહ્યું કે પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણાવું યોગ્ય નથી. 

વધુ વાંચવા કરો ક્લિક-2: અડવાણીની સીટ અમિત શાહને આપી ભાજપે એક તીરથી બે નિશાન સાધ્યા

ભાજપે વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર સીટ પરથી અમિત શાહને ઉતારી એક તીરથી બે શિકાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સીટ પર અડવાણી છેલ્લાં ત્રણ દાયકાથી પ્રતિનિધિત્વ કરતા રહ્યાં છે. પાર્ટી સૂત્રોના મતે અમિત શાહને ગાંધીનગર મોકલી ભાજપે લાલકૃષ્ણ અડવાણીની સીટ પરથી તેમને હટાવી કોઇ નબળા વ્યક્તિને આપવાની જગ્યા એ પોતાના અધ્યક્ષને મોકલ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: લોકસભા ચૂંટણી 2019: અમેઠીમાં જૂની ફાઈટ, સ્મૃતિ ઇરાની ટિકિટ મળતાં જ બોલ્યા કે…

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 184 ઉમેદવારોની પહેલી યાદી રજૂ કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રસ્તા અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને રાજ્યવર્ધન સિંહ રાઠોર જેવા મોટા નામ સામેલ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ટિકિટ આપવા પર પાર્ટીનો આભાર માન્યો છે.

           વધુ વાંચવા કરો ક્લિક-4: ભાજપને શૂન્યમાંથી ટોચ સુધી પહોંચાડનાર અડવાણી રાજકારણમાંથી OUT!

આખરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારોની પહેલી યાદી આવી ગઇ છે. પાર્ટી એ 184 નામોની પોતાની પહેલી યાદી રજૂ કરી દીધી છે. આ યાદીની સાથે સૌથી હેરાન કરનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામને લઇ થઇ જે ગાંધીનગરથી ચૂંટણી લડશે. અત્યાર સુધી આ સીટ પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણીની પાસે હતી. તો શું તેનો સીધો મતલબ એ થયો કે અડવાણી ચૂંટણી સીનમાંથી બહાર થઇ ચૂકયા છે. અડવાણીનું નામ લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ ઉમેદવારોની પહેલી યાદીમાં દાખલ નહીં હોવાથી તેમની રાજનીતિ સમાપ્ત થવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: CM રૂપાણી સહિતનાં દિગ્ગજ નેતાઓના આજે દિલ્હીમાં ધામા, ઉમેદવારોના નામને લઇને કરશે મહામંથન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ શરૂ થયો છે. ભાજપ ગુજરાતમાં પોતાની 26 સીટો માટે ધરખમ ઉમેદવારોની શોધમાં કમર કસી રહ્યું છે. ગુરુવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના ગાંધીનગર સીટ પર અમિત શાહના નામ પર મોહર લાગી ગઇ છે. હવે બીજી 25 સીટો માટે ઉમેદવારો માટે મહામંથન શરૂ થયું છે, તેના માટે આજે ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં આજે હાઇકમાન સાથે બેઠક કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-6: જૂનાગઢ: જમીન બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, 1નું મોત, 12થી વધુ ઘાયલ

રાજ્યમાં અનેક વખત જૂથ અથડામણના અહેવાલો મળતા હોય છે, ત્યારે ગઇકાલે રાત્રે એટલે કે ગુરુવારે મોડી સાંજે જૂનાગઢમાં જૂથ અથડામણ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 12થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ કાફલો ગામમાં આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-7: …મારી આંખ સામે જ પ્લાસ્ટિકની બેગની જેમ લાશો તરવા લાગી, 90 લોકોના મોત

ઇરાકમાં મોસુલ શહેરની નજીક ટિગરિસ નદીમાં હોડી ડૂબતા ઓછામાં ઓછા 90 લોકોના મોત થયા છે. હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા, તેઓ કુર્દ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી છે. ઉત્તરી નાઇનવેહ પ્રાંતમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે કહ્યું કે ઘટના ગુરૂવારના રોજ ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં લોકો નવરોઝ મનાવા માટે બહાર નીકળ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-8: ‘પીએમ નરેન્દ્ર મોદી’ના બાળપણથી લઈ વડાપ્રધાન બનવા સુધીની સફર

લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ચર્ચામાં છે. જોકે હવે હોળીના તહેવારની ઉજવણી વચ્ચે વિવેક ઓબેરોયની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું ટ્રેલર લોન્ચ થયું છે. દેશના વડાપ્રધાનની આ મોસ્ટ અવેટેડ બાયોપિક જલ્દી રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ટ્રેલરમાં પીએમના બાળપણથી લઈને સ્વયં સેવક, ચા વાળા, સીએમ અને પીએમ બનવા સુધીની કહાની નજરે આવી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: પાકિસ્તાનમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણીની રંગીન તસવીરો આવી સામે

પાકિસ્તાનના લાહોરમાં હિન્દુઓએ ધામધૂમથી હોળીનો તહેવાર મનાવ્યો. અહીં બધાએ એકબીજાને અબીર-ગુલાલ છાંટી હોળીની શુભકામનાઓ પાઠવી હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-10: ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ઘાતક બોલર મેક્ગ્રાએ કહ્યું, “વર્લ્ડ કપમાં ભારત માટે આ બે બૉલર્સ છે મહત્વનાં”

પૂર્વ ઑસ્ટ્રેલિયાઈ ઝડપી બૉલર ગ્લેન મેક્ગ્રા 3 વખત વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહ્યા છે. તેઓ જાણે છે કે મોટી ટૂર્નામેન્ટ્સ કઈ રીતે જીતી શકાય છે. તેઓ અત્યારે ભારતમાં એમઆરએફ પેસ અકેડેમીનાં નિર્દેશક છે. તેમણે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનાં જીતવાની તકો પર વાત કરી. આ ઉપરાંત સ્ટિવ સ્મિથ અને ડેવિડ વૉર્નરનાં આવવાથી ટીમ પર શું અસર પડશે તેના પર પણ વાત કરી.

વધુ વાંચવા કરો ક્લિક-11: 25 બૉલમાં સદી અને એક ઑવરમાં 6 છગ્ગા ફટકારી ઇંગ્લેન્ડનાં બેટ્સમેને મચાવ્યો તરખાટ

ઇંગ્લેન્ડની સરે કાઉન્ટીનાં વિલ જૈક્સે ઘરેલૂ સીઝનની શરૂઆત પહેલા દમદાર રમત દર્શાવી છે. તેણે લંકાશર સામે ફક્ત 25 બૉલમાં સદી ફટકારી દીધી છે. આ પ્રોફેશનલ ક્રિકેટમાં કોઈપણ ઇંગ્લિશ બેટ્સમેન દ્વારા લગવાવામાં આવેલી સૌથી ઝડપી સદી માનવામાં આવે છે. જૈક્સે પોતાની ઇનિંગમાં 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા છે. દુબઈમાં રમવામાં આવેલી ટી-10 ત્રિકોણીય સીરીઝમાં તેણે આ ઇનિંગ રમી છે. ટૂર્નામેન્ટમાં ત્રીજી ટીમ આઈસીસી એકેડમી છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: સંતાન સુખથી વંચિત છો તો પહેરો આ આંગળીમાં સોનાની વીંટી

કહેવાય છે જ્યોતિષ અનુસાર ઘણી એવી વાતો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો ઘણું બધુ સારુ થઇ શકે છે. એવામાં જ્યોતિષમાં ઘણી વાતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે અને તે બાદ પર ધ્યાન રાખવામાં આવે તો ખૂબ લાભ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રત્યેક ધાતુ આપણા પર અસર કરે છે અને દરેક ધાતુ પહેરવા માટે એક અલગ મતલબ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન