ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ભારત પર ઠાલવ્યો રોષ, BCCIને ગણાવ્યું 'મતલબી' - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ભારત પર ઠાલવ્યો રોષ, BCCIને ગણાવ્યું ‘મતલબી’

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ ભારત પર ઠાલવ્યો રોષ, BCCIને ગણાવ્યું ‘મતલબી’

 | 8:11 pm IST

બીસીસીઆઈ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ મેચના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરો દ્વારા બીસીસીઆઈના આ નિર્ણયની ટીકા કરાઈ રહી છે જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. ગવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર માર્ક વોએ બીસીસીઆઈને ડે-નાઇટ ટેસ્ટ મેચનો રમવાનો ઇનકાર કરવા બદલ સ્વાર્થી ગણાવ્યું છે.

માર્ક વોએ કહ્યું, કે, ભારત તરફથી આ તેમનો થોડો સ્વાર્થી વ્યવહાર હતો કારણ કે, અમે ક્રિકેટને પુનર્જીવન આપવું છે. કેટલાક દેશોમાં ડે-નાઇટ ટેસ્ટ જરૂરી બની શકે છે જે ટેસ્ટ મેચને ફરી લોકપ્રિયતા અપાવી શકે. ભારતીય ટીમ ડે-નાઇટ ટેસ્ટ માટે ઘણી સારી છે.

તેમની પાસે ઝડપી બોલર છે આથી તેઓ હવે સ્પિન બોલર પર નિર્ભર નથી. તેમના બેટ્સમેન પણ ટેક્નિકલી ઘણા મજબૂત છે. આથી જો બીસીસીઆઈએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઓફર સ્વિકારી હોત તો સારું લાગતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ઇયાન ચેપલે પણ ભારતના આ નિર્ણયને નિરાશાજનક ગણાવ્યું હતું.

ભારતીય ટીમે હજુ સુધી એકેય વખત ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી નથી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ આ અંગે કહ્યું હતું કે, ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે ઓછામાં ઓછા 15 મહિનાની તૈયારી જરૂરી છે આથી ઓસ્ટ્રેલિયા સામે ભારત ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા તૈયાર નથી. આ ઉપરાંત બીસીસીઆઈનું માનવું છે કે, 2019થી શરૂ થનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ડે-નાઇટ ટેસ્ટ મેચને સ્થાન અપાયું નથી જેથી અત્યારે રમવાનો કોઈ મતલબ નથી.