Headlines On 2nd August 2020 Till 6pm
  • Home
  • Gujarat
  • [email protected]: અમિત શાહ કોરોના પોઝિટિવ, સુરતમાં COVID-19થી સ્થિતિ ચિંતાનજક

[email protected]: અમિત શાહ કોરોના પોઝિટિવ, સુરતમાં COVID-19થી સ્થિતિ ચિંતાનજક

 | 5:47 pm IST

દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. બૉર્ડર પર ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકાર જલદી ડ્રેગનને વધુ એક ઝાટકો આપી શકે છે. આમાં ભારતની નજર એ સંસ્થાઓ પર છે જેના પર ભારતમાં ચીનનાં પ્રચાર-પ્રસારનો શક છે. આવી 7 કૉલેજ અને યૂનિવર્સિટીનો રિવ્યૂ આવનારા અઠવાડિયામાં થવાનો છે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત કેટલાક દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે ત્યાં જ ગઇ કાલે પણ રાજ્યમાં કોરાનાનાં 1136 કેસ નોંધાયા હતા. વામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે હવે ખેડૂતોમા પણ આશા બંધાઇ છે કે તેમનો વાવણી કરેલો પાક નિષ્ફળ નહી જાય, સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી, કુલ આંકડો 14,000ને પાર થતા સરકાર એક્શન મોડમાં

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત કેટલાક દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે ત્યાં જ ગઇ કાલે પણ રાજ્યમાં કોરાનાનાં 1136 કેસ નોંધાયા હતા. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1136 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 62,574એ પહોંચી છે. આ દરમિયાન વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 262થી વધુ કેસ મળ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-2: સંતાકૂકડી રમતા મેઘરાજાને લઇ IMDની સચોટ આગાહી, ઓગસ્ટમાં થશે જળબંબાકાર

ગત કેટલાક દિવસથી રાજ્યમા વરસાદ જાણે સંતાકૂકડી રમી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જોકે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદના નાના-મોટા ઝાપટા પડી જાય છે પરંતુ આ દરમિયાન લોકો બફારામાં શેકાઇ રહ્યા છે. અને જગતનો તાત પણ મેઘરાજાનને રિઝવવા માટે અનેક પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે હવે ખેડૂતોમા પણ આશા બંધાઇ છે કે તેમનો વાવણી કરેલો પાક નિષ્ફળ નહી જાય.

વધુ વાંચવા કરો ક્લિક-3: ગૃહમંત્રી અમિત શાહને થયો કોરોના, ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી

ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે અને આ ખતરામાં અનેક નામી લોકો પણ સપડાયા છે. ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: એપ પર પ્રતિબંધ બાદ ચીનને ભારત આપશે વધુ એક ઝાટકો, લાલચોળ થઈ જશે ડ્રેગન

બૉર્ડર પર ચીનની હરકતોનો જવાબ આપવા માટે ભારત સરકાર જલદી ડ્રેગનને વધુ એક ઝાટકો આપી શકે છે. આમાં ભારતની નજર એ સંસ્થાઓ પર છે જેના પર ભારતમાં ચીનનાં પ્રચાર-પ્રસારનો શક છે. આવી 7 કૉલેજ અને યૂનિવર્સિટીનો રિવ્યૂ આવનારા અઠવાડિયામાં થવાનો છે. જાણકારી મળી છે કે ચીને આ સંસ્થાઓની સાથે મળીને પોતાની કન્ફ્યૂશિયસ સંસ્થાઓનાં લોકલ ચેપ્ટર ખોલી દીધા છે. કન્ફ્યૂશિયસ સંસ્થાઓનો અહીં મતલબ છે કે એવી સંસ્થાઓ જેમનું કામ જ ચીનનાં પ્રોપગેંડાને ફેલાવવાનું હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચીન તરફથી વધ્યો ભારતને ખતરો, લદ્દાખની નજીક ખડક્યા લાંબી રેન્જનાં પરમાણુ બૉમ્બર

એક તરફ જ્યાં ચીનનાં નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતની સાથે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ પીપલ્સ લિબરેશન આર્મી સરહદની પાસે જ પોતાની તાકાત વધારી રહી છે. લેટેસ્ટ તસવીરોમાં પીએલએનાં ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આમાં જોઇ શકાય છે કે સરહદ પર ચીનની પીએલએની એરફોર્સ કાશગર એરપોર્ટ પર તૈનાત છે. ઑપન ઇન્ટેલિજન્ટ સોર્સ Detresfaની સેટેલાઇટ ઇમેજમાં જોવા મળ્યું કે એરબેઝ પર રણનીતિક બોમ્બર અને બીજા એસેટ પણ તૈનાત છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: હેલમેટ પહેરીને નીકળશો તો પણ ફાટશે પાવતી! જાણો કારણ અને સરકારના નવા નિયમો અંગે

સામાન્ય રીતે જ્યારે તમે ટુ વ્હીલર પર હેલમેટ નથી પહેરતા ત્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તમારે દંડ ચૂકવવો પડે છે. પરંતુ હવે હાઈવે અથવા કોઈ સડક કિનારેથી હેલમેટની ખરીદ પણ ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે. જેમાં ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે લોકલ ક્વોલિટીનું હેલમેટ પહેરવા પર પાવતી ફાટી શકે છે. આ નિયમ અલમમાં આવ્યા બાદ જો કોઈ ટુ વ્હીલર ચાલક લોકલ હેલમેટ પહેરીને બહાર નિકળશે તો તેને નિમય મુજબ દંડ ચૂકવવો પડશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: કોરોના કાળ વચ્ચે સંન્યાસને લઈ સ્ટાર મહિલા ક્રિકેટર મિતાલી રાજે કહી આ મોટી વાત

ભારતીય મહિલા ક્રિકેટની વન ડે ટીમ કેપ્ટન મિતાલી રાજે તાજેતરમાં એક મોટી વાત કહી છે. મિતાલીએ તેના સંન્યાસ અંગે વાત કરી. મિતાલી રાજે કહ્યું કે હાલ તેનું સંપૂર્ણ ધ્યાન આગામી વર્ષે થનારા વર્લ્ડ કપ પર છે. જેને જીતીને તે પોતાના કરિયરને સફળતા પૂર્વક વિરામ આપવા ઇચ્છે છે. એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: મહાનાયકે મહામારીને હરાવી દીધી, અમિતાભને કોરોના નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. ત્યારબાદ એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. આ પહેલાં એશ્વર્યા અને આરાધ્યા સાજી થઈને ઘરે પહોંચી હતી અને હવે ફરી એક સારા સમાચાર આવી રહ્યા છે કે બીગ બીને પણ હવે ડિસ્ચાર્જ કરાયા છે. પુત્ર અભિષેક બચ્ચને આ વાતની જાણકારી ટ્વીટ કરીને આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: કોરોનાથી બચાવશે Samsungનું આ ડિવાઇસ! મોબાઇલ, ચશ્મા સહિત એક્સેસરીઝ કરશે સેનિટાઇઝ, જાણો કિંમત

હાલ આખી દુનિયા કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. લોકો સાવચેતી પગલે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથ ધોવા અને સેનેટાઇઝ કરવા જેવી કાળજી રાખી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે(Samsung) UV Sterilizer ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસથી યુઝર્સ તેના સ્માર્ટફોન્સ, ચશ્મા, ઇયરબડ્સ વગેરેને સેનિટાઇઝ કરી શકશે.

વધુ વાંચવા કરો ક્લિક-10: રક્ષાબંધન આ પવિત્ર ધાર્મિક ગ્રંથમાં પણ પામ્યુ છે સ્થાન, ધાર્મિક દૃષ્ટીએ આ છે મહત્વ

રક્ષાબંધન ભારતમાં તમામ ધર્મોમાં મનાવવામાં આવે છે. ભાઈ હોંશે હોંશે પોતાના ભાઈને રક્ષા બાંધે છે. શ્રાવણ માસની પૂનમે ભારે ઉત્સાહથી આ તહેવાર ઉજવાય છે પણ તેની શરૂઆત આશરે 6000 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: દયા અને કરુણાનો આ વીડિયો સૌથી અલગ તરી આવ્યો, જુઓ ક્યારેય ન જોયેલા અદ્ભૂત દ્રશ્યો!

એક હ્રદયસ્પર્શી વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં એક શાકભાજી વહેંચતી મહિલા બતાવવામા આવી છે. તે પોતાના ખુલ્લા હાથથી મોરને ખવડાવતી જોવા મળી રહી છે. જ્યારે તે એક બાજુ શાકભાજીનું વેચાણ કરી રહી છે, ત્યારે પક્ષીને પણ બીજી તરફ ખાવાનું આપી રહી છે. આ વીડિયો શેર કરનારે કેપ્શનમાં લખ્યું કે “તે દિલથી સમૃદ્ધ છે.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન