Headlines On 3rd August 2020 Till 6pm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • [email protected]: સુશાંતની ગૂગલ હિસ્ટ્રીથી મોટો ખુલાસો, કોરોના કેસમાં USથી આગળ નીકળ્યું ભારત

[email protected]: સુશાંતની ગૂગલ હિસ્ટ્રીથી મોટો ખુલાસો, કોરોના કેસમાં USથી આગળ નીકળ્યું ભારત

 | 5:50 pm IST
  • Share

ભાવનગરની એક ખાનગી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જે ચોંકાવનારો છે. આ વાયરલ વીડિયોમાં કોરોનાના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 52,972 નવા દર્દીઓ આવ્યા છે અને 771 લોકોનાં મોત થયા છે. એક જ દિવસમાં સર્વાધિક કેસનાં મામલે ભારતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડી દીધા છે. કોરોના વાયરસ વેક્સિનને લઇને સારા સમાચાર છે. DCGIએ ઑક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોનાની વેક્સિનનાં ત્રીજા તબક્કા માટે માનવ પરીક્ષણ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને મંજૂરી આપી દીધી છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પહેલી જ વાર મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ મીડિયા સામે આવ્યા હતા અને આ કેસ સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે પરિવારે પહેલા જે નિવેદન આપ્યું હતું ત્યારે કોઈની પર પણ શંકા વ્યક્ત કરી નહોતી, સહિતના મહત્વના સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: કોરોના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યા, ભાવનગરની ખાનગી હોસ્પિટલનો ચોંકાવનારો વીડિયો વાયરલ

રાજ્યમાં કોરોના રોગચાળાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 63 હજારને પાર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક 2,500 નજીક પહોંચ્યો છે. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જે ચોંકાવનારો છે. આ વાયરલ વીડિયોમાં કોરોનાના દર્દીના નામે ઈન્જેક્શનની ખરીદી કરી વેચી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: કોરોના સંકટ વચ્ચે CM વિજય રૂપાણીએ આ રીતે કરી રક્ષાબંધનની ઉજવણી

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. કોરોનાના કાળ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં ઉત્સાહપૂર્વક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન કરી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કોરોનાનો ભારતમાં હાહાકાર, એક દિવસમાં સૌથી વધુ કેસના મામલે US-બ્રાઝિલને છોડ્યા પાછળ

ભારતમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 52,972 નવા દર્દીઓ આવ્યા છે અને 771 લોકોનાં મોત થયા છે. એક જ દિવસમાં સર્વાધિક કેસનાં મામલે ભારતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડી દીધા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધારે તો બ્રાઝીલમાં 25 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. હવે દેશમાં કુલ દર્દીઓનો આંકડો 18 લાખથી વધારે છે, જેમાં 38 હજાર 135 લોકોનાં મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધી લગભગ 12 લાખ લોકો ઠીક થઈ ગયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 5.79 લાખથી વધારે છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ઑક્સફર્ડની કોરોના વેક્સિનને લઇને સારા સમાચાર, દેશમાં અનેક જગ્યાએ ટ્રાયલને મળી મંજૂરી

કોરોના વાયરસ વેક્સિનને લઇને સારા સમાચાર છે. DCGIએ ઑક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત કોરોનાની વેક્સિનનાં ત્રીજા તબક્કા માટે માનવ પરીક્ષણ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને મંજૂરી આપી દીધી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે એસઆઈઆઈને આ મંજૂરી Drug Controll General ડૉ. વીજી સોમાનીએ રવિવારનાં મોડી રાત્રે આપી.

વધુ વાંચવા કરો ક્લિક-5: સતત ચોથા દિવસે માર્કેટમાં નિરાશાઃ સેંસેક્સમાં 667 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 10,900ની નીચે

આજે અઠવાડિયાના પહેલાં કારોબારી દિવસે શેરબજાર રેડ સિગ્નલ સાથે બંધ થયું હતું. સેંસેક્સમાં 1.77% એટલે કે 667.29 અંકોના ઘટાડા સાથે 36,939.60ના સ્તરે બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 1.64% એટલે કે 181.85 અંકોના કડાકા સાથે 10,891.60ના સ્તર પર બંધ થયું હતું. સેંસેક્સમાં સતત ચોથા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6: BCCIનું નવુ ફરમાન, હવે આટલા વર્ષથી વધુ ઉંમરના કોચ નહીં રાખવામાં આવે

ભારતીય ક્રિકેટ બોર્ડની સ્ટેટ એસોસિએશનને આપવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 6૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને તાલીમ શિબિરનો ભાગ બનતા અટકાવે છે, જેની અસર અરુણ લાલ અને ઓસ્ટ્રેલિયન ડેવ વ્હોટમોર પર પડી શકે છે. જે બંગાળ અને બરોડા ટીમોના કોચ છે. એપ્રિલમાં 66 વર્ષીય વટમોરને બરોડાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે 65 વર્ષીય અરૂણ લાલના માર્ગદર્શન હેઠળ બંગાળે માર્ચમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7: સુશાંત કેસમાં મુંબઈ પોલીસ કમિશ્નરે કર્યો ધડાકો, આત્મહત્યા પહેલાની ગુગલ હિસ્ટ્રી આવી સામે

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પહેલી જ વાર મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ મીડિયા સામે આવ્યા હતા અને આ કેસ સાથે જોડાયેલી વાતો શૅર કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે પરિવારે પહેલા જે નિવેદન આપ્યું હતું ત્યારે કોઈની પર પણ શંકા વ્યક્ત કરી નહોતી. સિંહે કહ્યું હતું કે રિયાના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તેવા કોઈ જ પુરાવા મળ્યા નથી. SPને ક્વૉરન્ટીન કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે આ BMCનો મુદ્દો છે. સિંહે વાત-વાતમાં એમ પણ કહ્યું હતું કે બિહાર પોલીસને આ કેસમાં તપાસ કરવાનો અધિકાર નથી.

વધુ વાંચવા કરો ક્લિક-8: ફાઈલ શેરિંગ ‘Share It’ના સ્થાને 17 વર્ષનાં આ ભારતીય છોકરાએ બનાવી ધાંસૂ એપ

સરકારે ચાઈનીઝ એપ્સને બેન કર્યા બાદ લોકોને ફાઈલ શેરિંગ માટે Share Itના સ્થાને અન્ય કોઈ એપની તલાશ હતી. પણ હવે લોકોની આ સમસ્યાને એક ભારતીય યુવાને જ ખતમ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના યુવાને શેર ઈટના સ્થાને Dodo Drop નામની એપ્લિકેશન ડેવલપ કરી છે. આ એપની મદદથી યુઝર્સ શેર ઈટની જેમ જ ઈન્ટરનેટ વગર બે ડિવાઈઝ વચ્ચે ઓડિયો, વીડિયો, ઈમેજ અને ટેકસ્ટને શેર કરી શકશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: શ્રાવણનો સોમવાર અને પૂનમનો ખાસ સંયોગ આ રીતે કરો ભોલેનાથની પૂજા, મહાદેવ હરશે સંકટ

શ્રાવણનો મહિનો શિવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો છે. સોમવાર ભોલેનાથનો ખાસ દિલસ છે તેમાય જો શ્રાવણનો સોમવાર હોય તો ભોલેનાથ ઇચ્છીત ફળ જરૂરથી આપે છે. આ મહિનામાં ભોલેનાથ ભક્તોને ઇચ્છિત વરદાન પણ આપે છે. જ્યોતિષ અનુસાર, ગ્રંથોમાં કેટલાક શ્રેષ્ઠ ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે જેના કરવાથી મહાદેવ તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જાણો, ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક સચોટ અને કારગત ઉપાય.

વધુ વાંચવા કરો ક્લિક-10: બાપ-દિકરાએ ખતરનાક જુસ્સા સાથે ‘એક પલ કા જીના’ ગીત પર કર્યો ડાન્સ, જોનારાને સુરાતન ચડી ગયું!

જો તમે રિતિક રોશનના ફેન્સ હોય તો પછી આ વીડિયો તમને ગમશે. એક ઇવેન્ટમાં તેના પપ્પા સાથે 2000ના હિટ ગીત એક પલ કા જીના પર નાચતા એક છોકરાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તે એકદમ અદ્ભૂત છે. રોશન પ્રકાશ નામના એક ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે અને તેને લાખો લોકોએ જોઈ નાંખ્યો છે અને હજુ પણ શેર થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: આર્મી ઓફિસર બનવાનું હતું સપનુ, આ કારણે આવી બોલિવૂડમાં! હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા ઈન્ટરનેટ પર ધમાલ મચાવવામાં મોખરે છે. કંગના ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન આપવાને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે અવાર નવાર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. જો કે કેટલીક વખત તે ટ્રોલ પણ થતી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન