તુટી ગયો છે ફેવરિટ હેડફોન? ચપટીમાં રિપેર કરવાની ટેકનિક એક ક્લિકમાં - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • તુટી ગયો છે ફેવરિટ હેડફોન? ચપટીમાં રિપેર કરવાની ટેકનિક એક ક્લિકમાં

તુટી ગયો છે ફેવરિટ હેડફોન? ચપટીમાં રિપેર કરવાની ટેકનિક એક ક્લિકમાં

 | 4:39 pm IST

સ્માર્ટફોનના જમાનામાં હેડફોન બહુ મહત્વની એસેસરી સાબિત થયો છે. જોકે આ હેડફોન જો સરખો સાચવવામાં ન આવે તો વારંવાર બગડી જતો હોય છે. ઘણીવાર તેવું પણ બને છે કે માત્ર એક સાઇડનો હેડફોન બગડી જાય. આવું થાય ત્યારે નાછૂટકે બીજો હેડફોન જ ખરીદવો પડે છે કારણ કે મોટાભાગની દુકાનોમાં કોઇ પણ હેડફોન રિપેર નથી કરી આપતા.

જોકે આવો હેડફોન તમારો ફેવરિટ હોય તો એને જાતે પણ રિપેર કરી શકાય છે. એક બાજુના હેડફોનના ખરાબ થવા પાછળ અનેક કારણ જવાબદાર બની શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ છે હેડફોનના વાયરનું અંદર જ તૂટી જવું. હેડફોનની અંદર ખૂબ જ પળતા વાયરો હોય છે. જેને તમે સાવધાની પૂર્વક રિપેર કરી શકો છો. હેડફોન રિપેર કરવા માટે સૌથી પહેલા તો હેડફોનની સાફ સફાઇ કરી લો. બની શકે તેમાં પાણી કે કોઇ અન્ય કેમિકલ કે કચરો જતો રહ્યો હોય. આ માટે કોટન બડનો ઉપયોગ કરો. કોટન બડ પર આલ્કોહોલ લગાવીને હેડફોનને સાફ કરી લો.

સફાઈ પછી હેડફોનના કેબલને ધ્યાનથી ચેક કરો. જો કેબલ ઇડરબડની પાસેથી તૂટ્યો છે તો નવું કેબલ ખરીદી લો. પણ જો વચમાંથી ક્યાંથી તૂટ્યો છે તો તેની પર નિશાન લગાવી દો. હવે જ્યાં નિશાન છે ત્યાંથી કેબલને કાપો. ધ્યાન રાખો કે કે ખાલી તે ભાગને જ કાપો જે કપાયો છે. જો તમારો વાયર યોગ્ય છે. તો હેડફોનના સ્પીકર ચેક કરી લો ક્યાંક તેમાં તો કોઇ વાયર નથી તૂટ્યોને. હેડફોનના સ્પીકરોમાં આપવામાં આવેલી પીનોને સાવધાની પૂર્વક અલગ કરીને તેને ખોલો અને સ્પીકરના વાયર ચેક કરો. તપાસીને નક્કી કરો કે તે યોગ્ય રીતે જોડાયા છે કે નહીં. કારણ કે હેડફોનમાં વાયર જોઇન કરવા માટે સોલ્ડરિંગ કરવામાં આવે છે. જે દબાણના કારણે ઘણીવાર અલગ થઇ જાય છે. હેડફોનના સ્પીકરોથી જો વાયર તૂટ્યું છે. તો તેને ટેમ્પરરી જોડવાના બદલે કોઇ ઇલેક્ટ્રોનિક શોપમાં જઇને ફરીથી સોલ્ડરિંગ કરાવવું સલાહભર્યું છે.