1 ચપટી હિંગથી કાયમ માટે દૂર કરો આ બિમારીઓ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • 1 ચપટી હિંગથી કાયમ માટે દૂર કરો આ બિમારીઓ

1 ચપટી હિંગથી કાયમ માટે દૂર કરો આ બિમારીઓ

 | 4:36 pm IST

હિંગ ખાવના પ્રયોગમાં ઉપયોગ કરવાથી પેટ સંબંધી બિમારીઓ જેવી કે અપચો, આંતરડા સંબંધી રોગ, ગેસની સમસ્યાઓથી તમને દૂર રાખે છે. તે સિવાય હિંગ શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. તો આવો જોઇએ હિંગથી સ્વાસ્થ્ય સંબંધી કેટલા અન્ય ફાયદાઓ છે. હીંગથી સ્વાસ્થ્યને લગતી કઇ સમસ્યાઓ દૂર કરી શકાય છે.

ડાયાબિટીસમાં ઉપયોગી
શુ તમે તમારું બ્લડ શુગર લેવલ ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં હિંગ ઉમેરવાનું શરૂ કરી દો. હિંગ ઇંસુલિનને છૂપાવવા માટે અગ્નાશયની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

હાઇ બીપીમાં હેલ્પફુલ
હીંગમાં કોમરિન્સ નામના તત્વ રહેલા છે. જે લોહીને પાતળું કરીને બ્લડ ફ્લો વધારે છે. તેના કારણથી લોહી જામતું નથી. તેમા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ ઘટે છે. જેના કારણથી હાઇપરટેન્શનથી બચાવ થાય છે.

પીરિયડ્સ સંબંધિત સમસ્યા
હીંગમાં રહેલા તત્વ પીરિયડ્સથી જોડાયેલી દરેક સમસ્યા જેમ કે ક્રેમ્પસ, અનિયમિત પીરિયડ્સ તેમજ દુખાવામાં રાહત અપાવે છે. તે સિવાય લ્યુકોરિયા અને કૈડિડા ઇન્ફ્કેશન ઝડપથી સારુ કરવામાં મદદ કરે છે.

શ્વાસ સંબંધી રોગ
હીંગ કુદરતી રીકે બલગમને દૂર કરીને છાતીના કંજસ્શનને સારું કરે છે. આ એક શક્તિશાળી શ્વસન ઉત્તેજક છે. હિંગને મધ અને આદુ મિક્સ કરીને ખાવાથી ઉધરસ તેમજ બ્રોકાઇટિસની સમસ્યાથી આરામ મળે છે.

કેન્સરના જોખમને દૂર કરે
હિંગમાં શક્તિશાળી એન્ટી-ઓક્સીડે્ટસ હોય છે. હિંગને સતત ખવાથી ફ્રી રેડિકલ્સથી શરીરની કોશિકાઓને બચાવ પ્રદાન કરે છે. હિંગની કેન્સર વિરોધી ગતિવિધિ કેન્સર કોશિકાઓનો વિકાસ અવરોધિત કરે છે.

દુખાવામાં રાહત
હિંગના સેવનથી પીરિયડ્સ, દાંત, માઇગ્રેઇન સહિતના દુખાવા દૂર કરી શકાય છે. જોકે હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વ રહેલા છે. જે તમને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. દુખાવો થવા પર ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવું જોઇએ.દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવથી રાહત મળે છે.

ત્વચાની સમસ્યામાં રાહત
હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇનફ્લેમોટરી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કિન કેર ઉત્પાદનોને મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી જ્વલન જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા રાખે છે. હિંગથી ત્વચા પર ઠંડક થાય છે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ માટે બેક્ટેરિયા પણ દૂર કરે છે.

સૂકી ઉધરસ
આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી કાળી ઉધરસ અને સૂકી ઉધરસમાં આરામ મળે છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઉપાય છે. હિંગ એક બેસ્ટ ઉપાય છે દરરોજ ભોજનમાં હિંગ ઉમેરવાથી ઘણા ફાયદા મળે છે.