આ 5 ડ્રાઇ ફ્રૂટ્સ તમારા બાળકોને રાખસે સ્વસ્થ - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ 5 ડ્રાઇ ફ્રૂટ્સ તમારા બાળકોને રાખસે સ્વસ્થ

આ 5 ડ્રાઇ ફ્રૂટ્સ તમારા બાળકોને રાખસે સ્વસ્થ

 | 12:32 pm IST

બાળકો ખૂબ કોમળ અને સેંસેટિવ હોય છે. જેથી તેમણે સ્વસ્થ રાખવા માટે સૌથી મોટી જવાબદારી તેમના પેરેન્ટ્સના હાથમાં હોય છે. બાળકોને ખાણીપીણી જેમ કે ફાસ્ટફૂ઼ડ આપવાથી તે લોકોને ઝડપથી ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. જેથી બાળકોને એવું ખાવાનું બિલકુલ પણ ન આપવું જોઇએ. જે ખોરાકથી તેમના શરીરમાં બક્ટેરિયા અને જીવાણું જાય અને બિમારીનો ખતરો વધી શકે. બાળકોને હેલ્થી રાખવા માટ તેમણે ડ્રાય ફ્રૂટ્સ આપવા જોઇએ. કારણકે તેમા પ્રોટીન, મિનરલ અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે ઇન્ફેક્શનથી બચાવીને ઉર્જા પ્રદાન કરે છે. તો આવો જોઇએ બાળકોને ડ્રાય ફ્રૂટથી થનારા ફાયદા અંગે જણાવીએ.

કિશમિશ
બાળકોને કિશમિશનું સેવન કરાવવાથી તેમનું બ્લડ સર્કુલેશન સારુ રહે છે. કિશમિશ બાળકોને આંખો અને દાંતની બિમારીથી બચાવે છે. તે સિવાય બાળકોને કબજિયાતની સમસ્યા થવા પર ઘણી ફાયદાકારક છે.

બદામ
બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેને રાત્રે પાણીમાં પલાળીને બાળકોને સવારે આપવાથી સ્વાસ્થ્યમાં ઘણો વધારો થાય છે. બાળકોને દૂધમાં બદામ પીસીને પીવડાવવાથી શરીરમાં ઉર્જા રહે છે. તે સિવાય તમે બાળકોને મધમાં બે બદામ પલાળીને પણ આપી શકો છો. તેમજ બાળકોને માલિશ કરવા માટે બદામનું તેલ ખૂબ લાભદાયક છે.

કાજૂ
કાજૂમાં વિટામીન ઇ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. તેના સેવનથી ત્વચામાં ચમક આવે છે અને ત્વચા સુંદર પણ રહે છે. સાથે જ તે શરીમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.

પિસ્તા
પિસ્તામાં વિટામીન ઇ ભરપૂર પ્રમાણમાં રહેલા છે.તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાતે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ પૌષ્ટિક હોય છે. પિસ્તા સ્કિન કેન્સર અને શુગરને પણ નિયંત્રિત કરે છે.

અખરોટ
બાળકોને અખરોટનું સેવન કરાવવાથી તેમની સ્મરણશક્તિ વધે છે. સાથે જ તે હૃદય સંબંધી બિમારીઓથી બચાવે છે. જ્યારે કોઇ બાળકને પથારીમાં જ યુરિન કરવાની સમસ્યા હોય તો આ સમસ્યાથી છૂટકારો આપવા માટે તમે એક અખરોટમાં 4-5 કિશમિશ મિક્સ કરીને સેવન કરાવો. જેથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.