Health 52 years of Akshay Kumar's fitness mantra is hidden in these videos
  • Home
  • Featured
  • 52 વર્ષના બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ફિટનેસનું રહસ્ય છુપાયુ છે આ વીડિયોમાં

52 વર્ષના બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ફિટનેસનું રહસ્ય છુપાયુ છે આ વીડિયોમાં

 | 12:51 pm IST

અક્ષય કુમારને બોલિવુડનો ખેલાડી કેમ કહેવામાં આવે છે તમે ક્યારેય વિચાર્યું, ખાસ કરીને લોકો એવું વિચારતા હશે કે 1992માં આવેલી તેની ફિલ્મ ‘ખિલાડી’થી તેને આ નામ મળ્યું છે પરંતુ અક્ષયે તેની ઓળખને અત્યાર સુધી સૌથી અલગ રાખી છે. 1992થી લઇને અત્યાર સુધીની લગભગ ફિલ્મોમાં આપણે અક્ષયને એક ખિલાડી તરીકે જોતા આવ્યા છીએ, જે રીતે એક ખિલાડીની ફિટનેસ આપણે રમતના મેદાનમાં જોવી મળે છે તેજ રીતે અક્ષયની ફિટનેસ આપણે તેમની ફિલ્મોમાં નજરે પડી શકે છે.

અક્ષય કુમાર આજે તેનો 52મોં જન્મદિવસ મનાવી રહ્યો છે. તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1967માં પંજાબના અમૃતસરમાં થયો હતો. અક્ષયકુમાર તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. હાલમાં પીએમ મોદીનું ઇન્ટરવ્યુ લેનાર અક્ષયે જણાવ્યું હતુ કે તેણે યોગથી ખૂબ પ્રેમ છે અને તે રોજ યોગ કરે છે. તે સિવાય તે તેના શરીરને ફિટ રાખવા માટે રોજ સાયકલ ચલાવે છે.

તેમજ રમત, સ્વિમિંગ દ્વારા પણ પોતાને ફિટ રાખે છે. અક્ષય સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેના ફિટનેસ વીડિયો શેર કરતો રહે છે. જેના કેટલાક ફિટનેસ વીડિયો છે જે તમે પણ જોઇ શકો છો. જેને જોયા પછી તમે પણ જાણી જશો કે અક્ષય કુમારનો ફિટનેસ મંત્ર શુ છે.

1991માં ફિલ્મ સૌગંધથી બૉલિવૂડમાં એન્ટ્રી કરનાર અક્ષય આજે પણ ફિટ છે અને તે એકથી એક જોરદાર ફિલ્મોમાં કામ કરતા નજરે પડી રહ્યો છે. અક્ષય કુમારને બોક્સ ઓફિસના કિંગ કહેવામાં આવે છે. કારણકે તેની લગભગ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી નજરે પડે છે.


અક્ષયની હાલની ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર અત્યાર સુધી આ ફિલ્મની કમાણીની સ્પીડ યથાવત છે. અત્યાર સુધી આશરે 187 કરોડ કમાનારી ફિલ્મ જલદી 200 કરોડનો આંકડો પાર કરી શકે છે. અક્ષય આવનાર દિવસમાં તેની ફિલ્મ ‘સૂર્યવંશી’, બચ્ચન પાંડે, અને લક્ષ્મી બમથી બોક્સ ઓફિસ પર ફરીથી ધમાકો કરવાની છે. 2020 સુધી આ ત્રણેય ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની પુરી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન