Health 80-90% Indians suffer from Vitamin D deficiency, bones become Weak
  • Home
  • Featured
  • વિટામીન-ડીની ઉણપ છે તો ખાસ વાંચો, હાડકા થઇ જશે ખોખલા

વિટામીન-ડીની ઉણપ છે તો ખાસ વાંચો, હાડકા થઇ જશે ખોખલા

 | 9:42 am IST

તડકાનુ ભરપૂર પ્રમાણ હોવા છતાં 80-90 ટકા ભારતીય વિટામીન-ડીની ઉણપથી થનારી બીમારીઓથી પીડિત છે. ખાસ કરીને હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધારે રહે છે. વિટામીન-ડીની ઉણપ હાઇપરટેન્સન, ઇસ્કેમિક હાર્ટ બીમારી અને હાર્ટ ફેલ્યોર જેવી હૃદયની બીમારીઓના ગંભીર ખતરાથી જોડાયેલી હોય છે.

ઉલ્લેખનીય છે કે વિટામીન ડી આપણા શરીર અને હાડકા તંત્રમાં કેલ્શ્યિમના પ્રમાણને યોગ્ય રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. જોકે હવે આ વાત પણ સામે આવી રહી છે કે તે શરીરમાં હૃદય રોગને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે અને હાઇપર ટેન્શન, ડાયાબિટીસ અને વધતા વજન જેવા ખતરાથી જોડાયેલી હોય છે. વિટામીન-ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યનો પ્રકાશ અને શરીર માટે જરૂરી પ્રમાણમાં 95 ટકા ભાગ તડકાથી શેકવાથી મળી શખે છે. બાકીનો ભાગ અન્ય ખાદ્ય પદાર્થોથી પ્રાપ્ત કરી શકાય છે.

– રોજ સવારે 10 વાગ્યા કે ત્રણ વાગ્યાની વચ્ચે માત્ર 30 મિનિટ સુધી તડકામાં સમય પસાર કરવો જોઇએ.

– ખાસ કરીને ખભા પર તડકાથી શેક થવો ફાયદાકારક માનાવમાં આવે છે.

– વિટામીન ડીની ઉણપથી પહેલા હૃદય રોગથી પીડિત દર્દીઓમાં હાઇપરટેન્શન અને અચાનક હૃદયના ધબકારા રોકાવાથી મોત થવાનો ખતરો વધી જાયછે.

– ભારતીયોમાં વિટામીન-ડીની વધારે પડતી ઉણપને કારણે તડકાથી દૂર રહેવાથી આ સમસ્યા થાય છે.

– તો કેટલીક વખત કલાકો ઓફિસમાં બેસી રહેવું, તણાવ તેમજ સાયકલ કે ચલાવાની જગ્યાએ વાહનો પર નિર્ભર રહેવાના કારણે વિટામીન ડીની ઉણપ થાય છે.

– રમત-ગમતમાં ભાગ લેવાની જગ્યાએ ટેકનીકલ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યાઓ થાય છે.

આ પણ જુઓ : ગ્રીન-ટીનું સેવન કરો છો, તો આ વાતોનું રાખો ધ્યાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન