Health A lot of advantages of not wearing a bra
  • Home
  • Featured
  • બ્રા ના પહેરવાના અઢળક ફાયદા, જાણીને લાગશે નવાઇ

બ્રા ના પહેરવાના અઢળક ફાયદા, જાણીને લાગશે નવાઇ

 | 11:21 am IST

મહિલાઓને દરેક ડ્રેસની સાથે ફિટિંગ અને મેચિંગની બ્રા પહેરવી ખૂબ પસંદ હોય છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જેને 24 કલાક બ્રા પહેરવી એક ઝંઝટ લાગે છે. ત્યારે કેટલીક મહિલાઓ બ્રેસ્ટની સાઇઝ બગડવાના ડરથી બ્રા પહેરી રાખે છે. પરંતુ બ્રા પહેરવાના કેટલાક ફાયદા અંગે તમે નહીં જાણતા હોવ. બ્રા બ્રેસ્ટની આસપાસ લિમ્ફ વેસલ્સ અને વેન્સ પર પણ પ્રેશર કરે છે જે ટોક્સિસને જામવામાં મદદ કરે છે. પરંતુ તમે બ્રા નથી પહેરતા તો ટોક્સિસ બોડીમાંથી બહાર નીકળી જાય છે. તે સિવાય બ્રા બ્લડ વેસલ્સ અને વેન્સ પર પણ પ્રેશર કરે છે અને આજ કારણથી ઓક્સિજનને બોડી સુધી પહોંચવાથી રોકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તો આવો જોઇએ બ્રા પહેરવાથી ફાયદા થાય છે કે નુકસાન,,,

– તમે નોટિસ કર્યું હશે કે રાત્રે બ્રા નીકાળી દીધા બાદ તમને ખૂબ આરામનો અનુભવ થાય છે. આખો દિવસ બ્રા પહેરી રાખવાથી અનકંફર્ટેબલ અનુભવ થાય છે એવામાં તમને બ્રા પહેરવાથી રાહત મળશે.

– જો તમે બ્રા આખો સમય પહેરો છો તો તે બ્રેસ્ટની આસપાસ લિમ્ફ પર પ્રેશર પડે છે. સૂતા સમયે છાતીમાં દુખાવો કે ગભરામણ જેવી સમસ્યાઓ થાય છે. આજ કારણ છે કે તમારુ શરીર યોગ્ય રીતે ટેસ્ટ કરી રહ્યું નથી. તે સિવાય રાત્રે જ્યારે તમે સૂઇ જાવ છો તો તમારું શરીર આગામી દિવસ માટે તૈયાર થાય છે અને શરીરને યોગ્ય રીતે ઓક્સિજન મળતુ નથી તો તેની અસર તમારા વાળ અને ચહેરા પર પડશે.

– કેટલીક મહિલાઓને એવું લાગે છે કે બ્રા ન પહેરવાથી તેમના બ્રેસ્ટ લૂઝ થઇ જશે. પરંતુ આ વિચાર બિલકુલ ખોટા છે. બ્રા ચેસ્ટ મસલ્સને કમજોર કરી દે છે અને આજ કારણથી બ્રેસ્ટ ઢીલા થવા લાગે છે. જોકે વ્યસ્ત લાઇફમાં એક્ટિવીટી જેવી સ્વિમિંગ, વર્કઆઉટ અને વોક દરમ્યાન બ્રાની આવશ્યકતા હોય છે. બાકીના સમયમાં તમે બ્રા વગર રહી શકો છો.

– ઘણી બધી મહિલાઓ બ્રેસ્ટના આકાર બરાબર કરવા માટે અનેક રીત અપનાવે છે. જો તમે પણ બ્રા પહેરો છો અને તમારા બ્રેસ્ટની સાઇઝ કુદરતી રીતે વધે છે. પરંતુ જો તમે બ્રા નહી પહેરો તો તમારા બ્રેસ્ટની સાઇઝ ખૂબ ઝડપથી વધે છે. કારણકે બ્રા ના પહેરવાથી પેક્ટોરલ મસલ્સ કામ કરે છે જેનાથી બ્રેસ્ટનો આકાર વધે છે અને તે સારા દેખાય છે.

– શુ તમે જાણ છો કે તમારી બ્રા હૃદય સંબંધી પ્રોબ્લેમ્સથી પણ સંબંધિત છે. બ્રા વેન્સ અને બલ્ડ વેસલ્સ પર પ્રેશર કરે છે અને આ કારણથી ઓક્સીજનનુ સામાન્ય વિતરણ થઇ શકતું નથી અને સેલ્સને હેલ્ધી પોષક તત્વ મળવામાં અડચણ થાય છે. જ્યારે બ્રા ન પહેરવાથી આ સમસ્યાથી બચી શકાય છે.