દવા વગર બ્લડ પ્રેશરને આ રીતે કરો સંતુલિત - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • દવા વગર બ્લડ પ્રેશરને આ રીતે કરો સંતુલિત

દવા વગર બ્લડ પ્રેશરને આ રીતે કરો સંતુલિત

 | 1:33 pm IST

લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણી અસ્વસ્થ થઇ જવાના કારણે શરીરમાં બ્લડ પ્રેશર અસંતુલિત થવા લાગે છે. જેનાથી હૃદય સંબંધી કેટલીક સમસ્યાઓ થવા લાગે છે. હૃદય રોગના નિષ્ણાંત અનુસાર દવા વગર પણ બ્લડ પ્રેશરને સંતુલિત કરી શકાય છે. તેને સંતુલિત કરવા માટે તમારે લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીમાં બદલાવ કરવાની જરૂરત છે.

નિયમિત વ્યાયામ કરો
નિયમિત વ્યાયામ કરવાછી તમારું બ્લડ પ્રેશર 4-9 મિલિમીટર સુધી ઓછું થઇ શકે છે. જેથી તમારે ફરવું, સાઇકલિંગ, સ્વીમિંગ કે દોડવા જેવી કસરક કરવી જોઇએ. તે સિવાય રોજનું 30-45 મિનિટ કસરત કરવી જોઇએ.

તમારા વજન પર ધ્યાન આપો
ખાસ કરીને બ્લડ પ્રેશર તમારા વધતા વજનની સાથે અસંતુલિત થતું રહે છે. જેથી તમારે તમારા વજન પર ધ્યાન આપવું જોઇએ. જો તમારું વજન વધારે વધી રહ્યું છે તો તમે તેને નિયંત્રિત કરવું જોઇએ.

સ્વસ્થ આહારનું સેવન
આહારમાં વધારે મીઠું, અથાણું, ચટણી, પાપડ, ફ્રાઇડ વસ્તુઓ, સોડા, બિસ્કિટ, માખણ સહિતની વસ્તુથી દૂર રહો. તેની જગ્યાએ તમે આહારમાં ટામેટા, ઇંડા, ગ્રીન ટી, ઓલિવ ઓઇલ્સ, ફ્લેક્સ સીડ્સ, બદામ સહિતની વસ્તુઓ સામેલ કરો.

દારૂ કે ધુમ્રપાન ન કરો
દારૂમાં રહેલા આલ્કોહોલ બ્લડ પ્રેશરને વધારે છે. સાથે ધ્રુમપાનથી પણ બ્લડ પ્રેશર થોડીક વાર માટે વધી જાય છે. જેથી આ બન્ને વસ્તુઓથી કાયમ માટે દૂર રહો.

તનાવ
તનાવના કારણે પણ બ્લડ પ્રેશર વધી જાય છે. તે સિવાય મગજમાં એક કેમિકલ ઉત્પન્ન થાય છે. જેનાથી લોહીની ધમનીઓ સંકુચિત થઇ જાય છે અને હૃદયની ગતિ તેજ થઇ જાય છે.