Health Alert! It is also a good time to take medicine, do you know?
  • Home
  • Featured
  • Health Alert! દવા લેવા માટે પણ હોય છે એક યોગ્ય સમય, શું તમે જાણો છો?

Health Alert! દવા લેવા માટે પણ હોય છે એક યોગ્ય સમય, શું તમે જાણો છો?

 | 2:53 pm IST

કોઇપણ બીમારીમાં દવા લેવાનો સમય ખૂબ જરૂરી હોય છે. તમને થોડીક શરદી કે ઉધરસ પણ થઇ છે. પરંતું તમને ડોકટરને દવા લેવાનો યોગ્ય સમય પૂછવો જોઇએ. નિષ્ણાંતો અનુસાર એવી ખાસ દવાઓ હોય છે જેને રાતે સૂતા પહેલા લેવી ફાયદાકારક માનવામાં આવે છે ઘણી એવી દવાઓ છે જેને દિવસમાં માત્ર એક વખત લેવાની હોય છે. તો આજે અમે તમને જણાવી દઇએ કે કઇ દવાને લેવાનો યોગ્ય સમય શું છે,

ડિપ્રેશનની દવા

આ તો દરેક લોકો જાણે છે કે ડિપ્રેશનની દવા લેવાથી ઉંઘ આવે છે. જેથી તેણે સૂતા પહેલા લેવી યોગ્ય માનવામાં આવે છે.

સ્લીપિંગ પિલ્સ

કેટલીક વખત ઘણા વોકોને ઉંઘ ન આવવાની સમસ્યા રહે છે. એવામાં કે સ્લીપિંગ પિલ્સ લેતા હોય છે પરંતુ આ દવાઓમાં રહેલી સામગ્રીના કારણે ખૂબ વધારે ઉંઘ આવે છે જેથી સૂતા સમયે જ લેવી જોઇએ।

બીપી હાઇની દવા

રાતે બી.પી વધી ગયું છે સૂતા પહેલા બીપીની દવા લેવાથી સવારે વહેલા હાર્ટ એટેકથી બચી શકાય છે.

તાવની દવા

આજકાલ ઋતુ બદલાવવના કારણે છીંક આવવી, નાકમાંથી પાણી નીકળવું અને શરીર ગરમ રહેવાના કારણે લોકો તાવની દવા લે છે. આ દવાઓનું જો તમે આખી રાતે કરશો તો વધારે ફાયદો મળશે.

કોલેસ્ટ્રોલની દવા

કોલેસ્ટ્રોલ આજકાલ અનેક બીમારીઓનું મૂળ છે. એવામાં કોલેસ્ટ્રોલને ઓછું કરવના માટે દવાઓ રાતે વધારે અસર કરે છે. જેથૂી તેને રાતે સૂતા પહેલા લેવી જોઇએ.

આ પણ જુઓ : શિયાળામાં ઘટાડવું છે વજન તો કરો આ વસ્તુનું સેવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન