7 દિવસમાં એડીના દુખાવાથી મળશે રાહત, કરો આ ઘરેલું ઉપાય - Sandesh
  • Home
  • Health & Fitness
  • 7 દિવસમાં એડીના દુખાવાથી મળશે રાહત, કરો આ ઘરેલું ઉપાય

7 દિવસમાં એડીના દુખાવાથી મળશે રાહત, કરો આ ઘરેલું ઉપાય

 | 4:36 pm IST

એડીમાં દુખાવો થવો એક સામાન્ય વાત છે. આ દુખાવો ખસા કરીને મહિલાઓને થાય છે. ખાસ કરીને વધારે ઉભા રહેવાથી, પગ ઉતરી જવો, ટાઇટ ફુટવેર પહેરવા, ઊંધની ગોળીનું વધારે સેવન, ડાયાબિટીસ કે વધતું વજન, શરીરમાં પોષક તત્વોની ઉણપ, પગનું હાડકું વધવાના કારણે એડીમાં દુખાવો થાય છે. એડીમાં દુખાવો થવાથી વ્યક્તિને ચાલવા-ફરવામાં સમસ્યા થવા લાગે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે લોકો દવાઓનો સહારો લે છે. પરંતુ આ દુખાવાથી રાહત મેળવવા માટે દવાઓ ખાવાથી શરીર પર ખરાબ અસર પડે છે. એવામાં ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને એડીના દુખાવાથી છૂટકારો મેળવી શકો છો.

ટુવાલ દૂર કરશે દુખાવો
સૌ પ્રથમ એક ટુવાલને વાળીને તમારા તળિયાની નીચે રાખો. હવે એડીને ઉપરની તરફ ઉઠાવો અને પગને સ્ટ્રેચ કરો. આ પોઝિશનમાં આશરે 15-30 સેકન્ડ માટે રહો. એવામાં આ પ્રક્રિયા બીજા પગથી કરો. આમ કરવાથી થોડાક સમયમાં એડીનો દુખાવો દૂર થઇ જશે.

હળદર
હળદરમાં રહેલા ગુણ કોઇપણ દુખાવાથી રાહત મેળવવા માટે ઉપયોગી છે. એડીના દુખાવાથી રાહત મેળવવા માટે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર અને મધ મિક્સ કરીને પીઓ. રોજ હળદર વાળું દૂધ પીવાથી થોડાક દિવસમાં આ દુખાવાથી રાહત મળી જશે. પરંતુ ધ્યાન રહે કે હળદર ગરમ હોય છે.માટે ગરમીમાં તેનું સેવન ઓછું કરવું જોઇએ.

એલોવેરા
એલોવેરા એડીના દુખાવાથી છૂટકારો અપાવવા માટે અસરકારક ઉપાય છે. દુખાવાથી રાહત મેળવવા માટે એલોવેરાને છોલીને તેનું સેવન કરવું જોઇએ. થોડાક દિવસમાં આ દુખાવાથી રાહત મળી જશે.

લેપ
દુખાવાને દૂર ભગાડવા માટે ડુંગળી, લીંબુ અને મીઠુ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા પગ પર લગાવી લો. સવારે ઉઠીને તેને ધોઇ લો, થોડાક દિવસમાં એડીનો દુખાવો દૂર થશે.