Health Avoid swine flu than best these things in Kitchen
  • Home
  • Featured
  • સ્વાઇન ફ્લૂથી બચવું છે તો રસોડામાં પડેલી આ વસ્તુ છે ખાસ

સ્વાઇન ફ્લૂથી બચવું છે તો રસોડામાં પડેલી આ વસ્તુ છે ખાસ

 | 9:24 am IST

સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા, અથવા પિગ ઇન્ફ્લૂએન્ઝા, સ્વાઇન ફ્લૂ, હોગ ફ્લૂ અને પિગ ફ્લૂ, એ વિવિધ પ્રકારના સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા વાયરસથી ફેલાતો ચેપ છે. સ્વાઇન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (SIV) અથવા સ્વાઇન-ઓરિજિન ઇન્ફ્લૂએન્ઝા વાયરસ (S-OIV) એ ભૂંડોમાંથી ઉદ્ભવતા વાયરસના કુળના છે. સ્વાઇન ફ્લૂ એક ગંભીર બીમારી છે. જેનાથી તમારું બચવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે સ્વાઇન ફ્લૂથી બચી શકો છો.

ઇલાયચી, તુલસી અને કપૂરનું મિશ્રણ

સ્વાઇન ફ્લૂથી બચવા માટે તમે ઇલાયચી, તુલસી અને કપૂરને એક સમાન પ્રમાણમાં લઇને પીસી લો. આ મિશ્રણને દિવસમાં 4-5 વખત સુંઘવાથી સ્વાઇન ફ્લૂથી બચી શકાય છે. એક ઘરેલું નુસખો ખૂબ અસરકારક છે.

લીમડો

કહેવામાં આવે છે કે લીમડાના પાનને ખાવાથી શરીરનું લોહી શુદ્ધ થાય છે. તમે દરેક લોકો આ વાત જાણો છો. જો તમે સ્વાઇન ફ્લૂથી બચવા માંગો છો તો રોજ લીમડાની 4-5 પાન ચાવીને ખાઓ.

લીંબુ પાણી

લીંબુના અઢળક ફાયદા છે જે આપણે દરેક લોકો જાણીએ છીએ. લીંબુનો રસ આપણા શરરીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમા રહેલા વિટામીન સી સ્વાઇન ફ્લૂથી બચવા માટે ખૂબ મહત્વના છે. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી સ્વાઇન ફ્લૂથી બચી શકાય છે.

હળદર

અત્યાર સુધી તમે હળદરના ઘણા ફાયદા અંગે જાણતા હશો. પરંતુ હળદર તમને સ્વાઇન ફ્લૂથી લડવાની ક્ષમતા આપે છે. તેમા કરક્યૂમિન તત્વ રહેલા છે. સ્વાઇન ફ્લૂથી બચવામાં અસરકારક હોય છે.

આંબળા

આંબળા તે ત્વચા અને સુંદર વાળ માટે ફાયદાકારક હોય છે. જ્યારે તે સ્વાઇન ફ્લૂ જેવી ખતરનાક બીમારીથી પણ બચાવે છે. તેમા રહેલા વિટામીન સી શરરીને ઘણી બીમારીઓથી બચાવવામાં સક્ષમ હોય છે.

તુલસી

તુલસીની ચાના ફાયદા તો તમે જાણતા જ હશો તેના પાન ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાઇન ફ્લૂના ઇન્ફેક્શનથી બચાવે છે. રોજ સવારે 8-10 તુલસીના પાન ચાવવાથી ખૂબ ફાયદો થાય છે.

એલોવેરા જ્યૂસ

જે રીતે એલોવેરા જ્યૂસ આંખો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે રીતે તેના નિયમિત સેવનથી તેમ સ્વાઇન ફ્લૂથી પણ બચી શકો છો. તેનું જ્યૂસ પીવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે.

લસણની કળી

રોજ ભૂખ્યા પેટે લસણની બે કળીઓ ખાઇ લો. સ્વાઇન ફ્લૂ સિવાય અન્ય બીમારી પણ તમારી નજીક આવશે નહીં. લસણ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.