પેટમાં રહે છે અતિશય દુખાવો તો આ 5 વસ્તુથી રહો દૂર - Sandesh
  • Home
  • Health & Fitness
  • પેટમાં રહે છે અતિશય દુખાવો તો આ 5 વસ્તુથી રહો દૂર

પેટમાં રહે છે અતિશય દુખાવો તો આ 5 વસ્તુથી રહો દૂર

 | 5:58 pm IST

આજકાલ 5માંથી 3 લોકો પેટમાં દુખાવો થવાની સમસ્યાથી પરેશાન રહે છે. ખરાબ ખાણી-પાણી, કલાકો એક જગ્યા પર બેસી રહેવાથી તે સિવાય પેટમાં ચરમિયા થવાના કારણે પણ દુખાવો થવા લાગે છે. પેટમાં દુખાવો થવાના કેટલાક કારણો હોય છે. આજે અમે તમને કેટલાક એવા અનહેલ્ધી ફૂડ્સ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. પેટમાં દુખાવો થવા પર આ વસ્તુઓનું સેવન તમારા પેટના દુખાવાને વધારી શકે છે.

દૂધ અને તેનાથી બનેલી વસ્તુ
જે લોકોને પેટમાં દુખાવાની સમસ્યા રહે છે તે લોકોએ દૂધ કે તેનાથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. દૂધમાંથી બનેલી વસ્તુઓ વસ્તુઓને પચાવવાનું મુશ્કેલ થઇ જાય છે. આજ કારણથી લોકોને અપચાની સમસ્યા રહે છે. જેથી દૂધથી બનેલી વસ્તુનું સેવન ન કરવું જોઇએ.

વધારે સોસ ન ખાઓ
ખાવાની સાથે સોસ અને શરબતનું વધારે સેવન કરવાથી ફ્રકટોજ કોન સિરપનું પ્રમાણ વધી જાય છે. જે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.

ચા કે કોફી ન પીઓ
કોફી કે ચાનું સેવન કરવાથી પેટમાં દુખાવો કે એસિડીટી થાય છે. ભોજન કર્યા પછી તરત ચા બિલકુલ ન પીવી જોઇએ આમ કરવાથી પેટમાં ગેસ થઇ જાય છે.

ફાસ્ટ ફૂડ
આજકાલ લોકો ફાસ્ટફૂડના દીવાના બની ગયા છે. પરંતુ તીખા અને તરેલા ખોરાકનું સેવન કર્યા પછી પેટમાં ગેસ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે. કેટલીક વખત પેટમાં દુખાવો થવા પર ફાસ્ટફૂડ ખાઇ લેવાથી પેચિશ અને ઉલટીની સમસ્યા પણ શરૂ થઇ જાય છે.

દારૂ
દારૂનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે. આલ્કોહોલ પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. તેની સાથે જ પેટમાં સોજો આવી પણ શકે છે અને આંતરડાથી જોડાયેલી સમસ્યા પણ થવા લાગે છે.

તરબૂચ
ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો ખાસ કરીને વધારે પ્રમાણમાં તરબૂચ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેમા રહેલા ફ્રક્ટોજ પેટમાં ગેસની સાથે સોજો આવવાની સમસ્યા પણ વધી જાય છે. જેથી તરબૂચનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ.