ફક્ત 2 ગોળી બ્લડ પ્રેશર સહિતની દરેક બિમારીનો કરશે ઇલાજ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ફક્ત 2 ગોળી બ્લડ પ્રેશર સહિતની દરેક બિમારીનો કરશે ઇલાજ

ફક્ત 2 ગોળી બ્લડ પ્રેશર સહિતની દરેક બિમારીનો કરશે ઇલાજ

 | 3:59 pm IST

કિંગ ઓફ સ્પાઇસ કે બ્લેક પેપર નામથી જાણીતા કાળામરી ભોજનમાં ઉપયોગ કરવામાં આવતા ગરમ મસાલાનો મહત્વનો ભાગ છે. કાળામરી આપણા ભોજનનો સ્વાદ જ નહીં પરંતુ ઘણી બિમારીઓના ઇલાજમાં મદદગાર સાબિત થયા છે.કાળામરી, સંચળ, શેકલું જીરૂ અને અજમાને પીસીને લીંબુ પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયા સારી રહે છે. જેમા કેલ્શ્યિમ, આર્યન, ફોસ્ફરસ, કૈરોટિન, થાઇમન અને રિથોફ્લેબ્ન જેવા પોષ્ટિક તત્વ હોય છે.

સામગ્રી
15 કાળામરી
2 – બદામ
1 -ગુલાબનું ફુલ
1/2 ચમચી – ખસખસ
250 ગ્રામ – દૂધ

બનાવવાની રીત
– સૌ પ્રથમ કાળામરી, બદામ, ઇલાયચી, એક ગુલાબનું ફુલ, અડધી ચમચી ખસખસને રાત્રે એક વાસણમાં ઉમેરીને પલાડી દો અને સવારે મશળીને દૂધમાં મિક્સ કરીને દરરોજ પીવાથી દિમાગમાં તાજગી આવશે અને થાક દૂર થશે.
– 20 ગ્રામ કાળામરી, 50 ગ્રામ બદામ, 20 ગ્રામ તુલસીના પાનને એક સાથે પીસીને ગોળ મિક્સ કરીને નાની ગોળી બનાવી લો. આ ગોળીને – મધમાં મિક્સ કરીને ચાટવાથી દિમાગથી તાકાતમાં સુધારો આવે છે.
–  એક ચમચી ઘી અને 8 કળામરી તેમજ ખાંડ મિક્સ કરીને ચાટવાથી યાદ શક્તિમાં સુધારો આવે છે. તથા દિમાગની કમજોરી દૂર થાય છે.

ફાયદા
બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ આપવામાં કાળામરી ફાયદાકારક છે. જો તમારું બ્લડ પ્રેશર વધી જાય છે તો એક નાની ચમચી કાળામરી પાઉડરને અડધા ગ્લાસ પાણીમાં ઉમેરીને પીઓ, જેથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થવા લાગશે.

ગેસ કે એસિડીટી
પેટમાં ગેસ કે એસિડિટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુમાં સંચળ અને કાળામરી પાઉડરના ઉમેરી તેનો રસ ચૂસો. આમ કરવાથી અપચો અને ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે.

પેટમાં કીડા
જો પેટમાં કીડાની સમસ્યા હોય તો થોડાક પ્રમાણમાં કાળામરી પાઉડરને એક ગ્લાસ છાશમાં મિક્સ કરીને પીઓ. તે સિવાય કિશમિશની સાથે કાળામરી દિવસમા ત્રણ વખત ખાઓ.