આ ખાસ તેલની માલિશથી કમરના દુખાવાથી મળશે છૂટકારો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ ખાસ તેલની માલિશથી કમરના દુખાવાથી મળશે છૂટકારો

આ ખાસ તેલની માલિશથી કમરના દુખાવાથી મળશે છૂટકારો

 | 6:50 pm IST

ઓફિસમાં સતત બેસીને કામ કરવા અને તહેવારના દિવસોમાં ઘરની સાફ-સફાઇ કરવામાં શરીરના મહત્વના અંગ કમર પર ખરાબ અસર પડે છે. કેટલાક એવા કામ કરવા પર કમરનો દુખાવો થવા લાગે છે. આ દુખાવો એટલો અસહ્ય હોય છે જેથી ઉઠવા અને બેસવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. તો આજે અમે તમને એક એવો ઘરેલુ નુસખો જણાવીશુ જેને અપનાવીને તમે કમરનો દુખાવો દૂર કરી શકો છો.

કમરના દુખાવાથી રાહત મેળવવા માટે આપણે કેટલીક પેન કિલર દવાઓનો સહારો લઇએ છીએ. આ દવાઓથી થોડાક સમય માટે રાહત મળી શકે છે. પરંતુ તેની આડ અસર પણ થઇ શકે છે. જોકે અમારી પાસે ખાસ એવા ઘરેલુ ઉપાય છે જે અજમાવશો તો ધીમે-ધીમે કમરના દુખાવાથી રાહત મળી શકે છે.

ભોજનને સ્વાદિષ્ટ બનાવાવ અને કેટલીક બીમારીઓમાંથી રાહત અપાવવામાં સરસોનું તેલ ખૂબ મદદગાર હોય છે. તેની સાથે જ તે કમરના દુખાવાને પણ જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે. જેના માટે સરસોના તેલને નવશેકુ ગરમ કરી લો અને હળવા હાથથી કમર પર લગાવીને માલિશ કરો. આશરે 5-10 મિનિટ સુધી માલિશ કરવાથી આ દુખાવો દૂર થાય છે. ધ્યાન રહે કે સ્નાન કરતા પહેલા માલિશ કરવી.

માલિશ કર્યા બાદ સ્નાન કરવું જોઇએ અને સ્નાન કરતા સમયે નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ. દરરોજ આ ઉપાય કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.