Health Be careful when you use earphones in large quantities, otherwise ...
  • Home
  • Featured
  • વધારે પ્રમાણમાં કરો છો ઇયરફોનનો ઉપયોગ તો ચેતી જજો, નહીંતર…

વધારે પ્રમાણમાં કરો છો ઇયરફોનનો ઉપયોગ તો ચેતી જજો, નહીંતર…

 | 4:55 pm IST

આપણા જીવનમાં વધતી ટેકનોલોજીની આવશ્યકતા તેની સાથે ઘણી બિમારીઓ પણ લઇને આવે છે.જેમા ઇયરફોન અને હેડ ફોન સામેલ છે. જેનો વધારે સમય ઉપયોગ કરવાથી તમને કાનથી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કોઇ વ્યક્તિ પ્રતિદિવસ એક કલાકથી વધારે સમય સુધી મોટા અવાજમાં ગીત સાંભળે છે, તો સાંભળવામાં સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.તેમજ સ્થાયી રૂપથી બહેરાશ આવી શકે છે. ગત કેટલાક વર્ષોમાં ઇયરફોનના વધારે પડતા ઉપયોગના લીધે અક્સમાતની ઘટનાઓ સામે આવી છે.તો આવો જોઇએ વધારે સમય સુધી ઇયરફોનના ઉપયોગથી તમને કાન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઓછું સંભળાવવું

દરેક ઇયરફોનમાં આશરે હાઇ ડેસીબલ વેવ્સ હોય છે. જેનો ઉપયોગ કરવાથી તમે હંમેશા માટે તમારી સાંભળવાની ક્ષમતા ખોઇ શકો છો. તેના સતત પ્રયોગથી સાંભળવાની ક્ષમતા 40થી 50 ડેસીબલ સુધી ઓછી થઇ જાય છે.કાનના પડદા પર વાઇબ્રેટ થવા લાગે છે. દૂરની અવાજ સાંભળવમાં પણ મુશ્કેલી થઇ શકે છે. એટલું જ નહી બહેરાશ પણ આવી શકે છે. જેથી ઇયર ફોનથી ગીત સાંભળતા દરમિયાન અમૂક સમયે બ્રેક પણ લેવો જોઇએ.

દિમાગ પર ખરાબ અસર થવી

તેના સતત ઉપયોગથી દિમાગ પર પણ ખરાબ પ્રભાવ પડે છે. ઇયરફોનથી નીકળનારી વિદ્યુત ચુંબકીય તરંગ દિમાગના સેલ્સને ઘણી ક્ષતિ પહોંચાડે છે. ઇયરફોન્સના વધારે પ્રયોગથી કાનમાં દર્દ,માથામાં દુખાવો તેમજ ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ થઇ શકે છે. આજે વધારે પડતા યુવાઓમાં કાનની સમસ્યાઓનું કારણ ઇયરફોન્સનો વધારે પડતો ઉપયોગ છે.

કાનમાં ઇન્ફેક્શન થવું

ઇયરફોનથી લાંબા સમય સુધી ગીત સાંભળવાથી કાનમાં ઇંફેક્શન પણ થઇ શકે છે. જ્યારે કોઇને પણ ઇયરફોન શેર કરો તો તેને સેનેટાઇઝરથી સાફ કરવાનું ન ભૂલો.

આ પણ જુઓ : આ 1 વસ્તુથી કબજિયાતની સમસ્યાથી કાયમ માટે મળશે છૂટકારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન