Health Before drinking flavored milk, know these things
  • Home
  • Featured
  • ફ્લેવર્ડ મિલ્ક પીતા પહેલા જાણી લો આ વાતો, નહીંતર થશે ગંભીર નુકસાન

ફ્લેવર્ડ મિલ્ક પીતા પહેલા જાણી લો આ વાતો, નહીંતર થશે ગંભીર નુકસાન

 | 12:24 pm IST

દૂધ સૌથી હેલ્ધી ફૂ઼ડ અને પીણું માનવામાં આવે છે. જો તમે રોજ સવારે અને સાંજે ખાવામાં દૂઘ સામેલ કરો છો તો તમે આખી લાઇફ સ્વસ્થ રહેશો. તેમા પૂરતા પ્રમાણમાં વિટામીન્સ હોય છે. તેમા રહેલા કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવા જેવા રોગથી બચાવે છે. પરંતુ તેમા રહેલા લેક્ટોજનો સ્વાદ ઘણા લોકોને પસંદ આવતો નથી જેના કારણે તેમા કેટલાક લોકો ફ્લેવર્ડ મિક્સ કરીને તેનું સેવન કરે છે જેથી આજકાલ ફ્લેવર્ડ મિલ્કનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

નુકસાનકારક છે ફ્લેવર્ડ મિલ્ક
બાળકોને દૂધ પીવાનું પસંદ હોતું નથી. જેથી તેમની મમ્મીઓ તેમને ફ્લેવર્ડ મિલ્ક આપે છે આ ફ્લેવર્ડ મિલ્કને બાળકો ખુશી-ખુશી પી જાય છે.

અનેક પ્રકારના હોય છે ફ્લેવર્ડ મિલ્ક
ચોકલેટ મિલ્ક
સ્ટ્રોબેરી મિલ્ક
વેનીલા મિલ્ક

સ્વાદથી ભરપૂર હોય છે આ મિલ્ક
ફ્લેવર્ડ મિલ્ક ખૂબ ટેસ્ટી હોય છે અને તે પીવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તે જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ આપણા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પરંતુ તેની જાણકારી ખૂબ ઓછા લોકોને જ હોય છે. જોકે કેટલીક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ફ્લેવર્ડ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને તે દૂધને અનહેલ્ધી બનાવી દે છે. પરંતુ લોકોનું સેવન એટલા માટે સેવન કરે છે કારણકે તેના અંગે કોઇ જાણકારી હોતી નથી.

શુગર લેવલમાં વધારો
ફ્લેવર્ડ મિલ્કના સેવનથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. કારણકે તેમા આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. જેના કારણે તેની મીઠાશથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તેનાથી શુગર લેવલ વધવાની આશંકા રહે છે. આર્ટિફિશિયલ સ્વીટનર તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

વજનમાં વધારો
તેમા કેલરીનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને ચોકલેટ મિલ્કમાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે. જ્યારે બાળકો ચોકલેટ મિલ્ક પીવાનું પસંદ કરે છે. વધારે કેલરી લેવાથી વજન વધવા લાગે છે. જો તમારું બાળક રોજ ચોકલેટ મિલ્ક પીએ છે તો તેના વજન પર ધ્યાન આપો.

રોગ પ્રતિકારક શક્તિ કમજોર
ફ્લેવર્ડ મિલ્ક ઘણી સામગ્રીથી બને છે. જે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આ સામગ્રીઓમાં ઘણા એવા તત્વ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરી શકે છે.