Health before pregnancy breast leak problem follow tips
  • Home
  • Featured
  • બ્રેસ્ટ લીક થાય છે તો ગભરાશો નહીં, અજમાવો આ 4 ટિપ્સ

બ્રેસ્ટ લીક થાય છે તો ગભરાશો નહીં, અજમાવો આ 4 ટિપ્સ

 | 4:29 pm IST

મહિલાઓંમાં પ્રેગનેન્સી બાદ બ્રેસ્ટ લીક થવું એક સામાન્ય વાત છે અને ખાસ કરીને મહિલાઓએ આ સમસ્યામાંથી પસાર થવું પડે છે. જોકે આ કોઇ સમસ્યા નથી. જોકે આ તે વાત તરફ ઇશારો કરે છે કે તમારા બ્રેસ્ટમાં દૂધનું નિર્માણ સારી રીતે થઇ રહ્યું છે. પરંતુ તે વર્કિંગ વૂમન માટે સમસ્યાનું કારણ બની શકે છે. કારણકે જો સાર્વજનિક જગ્યા પર બ્રેસ્ટ લીક થવા લાગે તો શરમ અનુભવાય છે. જોરે બ્રેસ્ટ લીકેજ ઓછું કરવા માટે કઇ કરી શકાય નહીં. પરંતુ કેટલીક એવી ટિપ્સ અપનાવીને તમે આ લીકેજથી રાહત અને બ્રેસ્ટ મિલ્કના ધબ્બાથી બચી શકો છો. તો આવો જોઇએ કઇ રીત છે.

બ્રેસ્ટ ફીડિંગ કરાવો
જોકે દર સમયે બાળકેન બ્રેસ્ટ ફીડિંગ કરાવવું સંભવ હોય શકે નહીં. ખાસ કરીને જ્યારે મહિલા વર્કિગ હોય. પરંતુ જો તમે ઘરમાં છો અને તમારા બ્રેસ્ટ ખૂબ ભારે લાગી રહ્યા છે તો લીકેજથી બચવા માટે શિશુને ફીડ કરાવો.

બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરો
જો તમને તમારા સ્તન ભારે લાગે છે તેમજ તમને એવુ લાગે છે કે કોઇપણ સમયે દૂધ લીક થવાનું શરૂ થઇ શકે છે તો બ્રેસ્ટ પમ્પનો ઉપયોગ કરીને મિલ્ક બહાર નીકાળી લો અને એરટાઇટ અને બીપીએ-ફ્રી કંટેનરમાં રાખો. ઘરે ગયા પછી તમે તે બાળકને આપી શકો છો. પરંતુ ધ્યાન રહે કે તેને તમે ફ્રીઝમાં ન રાખી શકો. 4 કલાકની અંદર તેનો ઉપયોગ કરી લેવો જોઇએ.

બ્રા પહેરીને સૂઓ
જો રાતના સમયે પણ તમારા બ્રેસ્ટ લીક થાય છે અને તમને લાગે છે કે રાત્રે સૂતા સમયે બેડશીટ ખરાબ થઇ શકે છે તો રાત્રે સૂતા પહેલા બ્રા પહેરીને સૂઓ. તે સિવાય સૂતા પહેલા બ્રેસ્ટને કવર કરવા માટે ટુવાલનો પણ ઉપયોગ કરી શકો છો.

બ્રેસ્ટ પેડનો ઉપયોગ કરો
બ્રેસ્ટ લીકેજ રોકવા માટે બ્રેસ્ટ પેડનો ઉપયોગ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. જેના માટે તમે વારંવાર ઉપયોગ કરી શકાય, ડિસ્પોજેબલ કે સિલિકોન પેડને પસંદ કરી શકો છો તે સિવાય તમે કોટન પેડ પણ ખૂબ સારા રહે છે. જેને તમારે બ્રાના કપમાં રાખવાના છે. જે દૂધને શોષી લે છે. તમારા કપડા પર ડાઘ પણ નહીં લાગે તેમજ કોઇની સામે શરમ પણ અનુભવાશે નહીં.