આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે લવિંગનું તેલ, જાણો તેના ફાયદા - Sandesh
  • Home
  • Health & Fitness
  • આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે લવિંગનું તેલ, જાણો તેના ફાયદા

આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે લવિંગનું તેલ, જાણો તેના ફાયદા

 | 1:39 pm IST

ભારતીય ખાવાનામાં લવિંગનો ઉપયોગ અલગ -અલગ રીતે કરવામાં આવે છે. એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલના ગુણોના કારણે લવિંગ એક યોગ્ય ઔષધિ છે.પરંતુ લવિંગની જેમ તેનું તેલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકાર હોય છે. કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામીન એ અને સીથી ભરપૂર લવિંગનું તેલ ડાયાબિટીસથી લઇને શ્વાસની સમસ્યાઓ દૂર કરે છે. આજે અમે તમને લવિંગના તેલથી સ્વાસ્થ્યને થતા ફાયદા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. તો આવો જોઇએ લવિંગના તેલથી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થઇ શકે છે.

ડાયાબિટીસ
ભોજનમાં લવિંગના તેલના ઉપયોગથી ડાયાબિટીશના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગનું તેલ લોહીની ઉણપની સાથે સાથે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.

શ્વાસની બિમારી
શરદી,ઉધરસ અસ્થમાં અને ફેફસામાં સૂજન જેવી સમસ્યાઓને દૂર કરવામાં લવિંગનુ તેલ ખૂબ લાભલાયી છે. આ તેલના ઉપયોગથી શ્વાસની બિમારીઓથી લઇને ઘણી બિમારીઓ દૂર થાય છે.

કાનમાં દુખાવો
લવિંગ અને તલના તેલને મિક્સ કરીને તેના ટીંપા કાનમાં નાખો. આમ કરવાછી કાનનો દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે. તે સિવાય કાનમાં થઇ રહેલો જૂનો દુખાવો પણ આ તેલથી દૂર થઇ શકે છે.

માથાનો દુખાવો
માથાના દુખાવાને દૂર કરવા માટે લવિંગના તેલમાં મીઠુ ઉમેરી માથા પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળી શકે છે. તે સિવાય લવિંગ અને નારિયેલ તેલને મિક્સ કરીને માલિશ કરવાથી પણ માથાનો દુખાવો ગાયબ થઇ જાય છે.

કેન્સર સેલ્સ
એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર લવિંગનું તેલ ઉપયોગ થયેલી પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. જેથી શરીને કેન્સર સેલ્સથી લડવામાં મદદ મળે છે.

સંક્રમણ
એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપૂર લવિંગનું તેલ ઇન્ફેક્શનના ખતરાને દૂર કરે છે. તેના માટે ઇજા, ઘા, ખંજવાળ, ડંખ પર આ તેલ લગાવવાથી રાહત મળે છે.