નાનકડી આંબલી સાંધાના દુખાવા સહિત આ બિમારીઓ કરશે દૂર  - Sandesh
  • Home
  • Health & Fitness
  • નાનકડી આંબલી સાંધાના દુખાવા સહિત આ બિમારીઓ કરશે દૂર 

નાનકડી આંબલી સાંધાના દુખાવા સહિત આ બિમારીઓ કરશે દૂર 

 | 5:16 pm IST

ખાટી-મીઠી આંબલી ભોજનનો સ્વાદ વધારે છે. ઘણાં લોકો તેને ચટણી બનાવવામાં પણ ઉપયોગ કરે છે. પરંતુ સ્વાદ વધારવા સિવાય આંબલી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. વિટામીન સી, એન્ટી ઓક્સીડેન્ટ, આર્યન, ફાઇબર, મેગેજીન, કેલ્શિયમ અને ફોસ્ફરસના ગુણોથી ભરપૂર આંબલીનું રોજ સેવન કરવાથી ઘણી બિમારીઓને જડમૂળથી ખતમ કરે છે. સ્વાસ્થ્યની સમસ્યા દૂર કરવાની સાથે સાથે તે ત્વચા અને બ્યુટી સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આંબલીના પ્રયોગથી સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરી શકો છો. તો આવો જોઇએ આયુર્વેદિક ગુણોથી ભરપૂર આંબલીના ફાયદા..

સાંધાનો દુખાવો
આંબલીના બીજને શેકીને તેનો પાઉડર દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરવું જોઇએ. તેના સેવનથી સાંધા, ઘુંટણ, લુબ્રિકેશન અને ગરદનના દુખાવાથી રાહત મળે છે.

બવાસીર
બવાસીરની સમસ્યા દૂર કરવામાં માટે દિવસમાં 2 વાર આંબલીનું પાણી પીઓ. નિયમિત રીતે આંબલીના પાણીના સેવનથી બવાસીરની સમસ્યા જડમૂળથી દબર કરી શકાય છે.

ખંજવાળ
આંબલીના બીજને પીસીને તેમા લીંબુનો રસ મિક્સ કરો. તે બાદ આ પેસ્ટને ડાઘ કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

ગળુ છોલાવું
ગળુ છોલાવું કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આંબલીના પાણ રામબાણ ઉપાય છે. આંબલીના પાનને પીસીને પીવાથી ગળું છોલાઇ જવું તેમજ ઉધરસની સમસ્યામાંથી મિનિટોમાં રાહત મળે છે. દિવસમાં બે તેનું સેવન કરવું જોઇએ.

કેન્સર
એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર સેલ્સ વધવા દેતી નથી. જેનાથી કેન્સર જેવી બિમારીઓ દૂર રહે છે. આંબલીને પાણીમાં થોડીક વાર પાણીને પલાળી રાખવી અને આ પાણીને ભૂખ્યા પેટે સેવન કરવું જોઇએ.

નશાની આદત
વધારે પડતા દારૂના સેવનથી કેન્સર જેવી બિમારીઓ થાય છે. નશાની આદત દૂર કરવા માટે રોજ આંબળીને પલાળી રાખો અને તે બાદ તેમા ગોળ મિક્સ કરીને દિવસમાં 2-3 વાર પીવાથી નશાની આદત દૂર થાય છે.

ડાયાબિટીસ
1 ગ્લાસ આંબલીના પાણીનું દરરોજ સેવન શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સને એકઠું થવા દેતું નથી. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને નવા રેડ બ્લડ સેલ્સ બને છે.

વીંછી કરડવો
જો કોઇને પણ વીંછી કરડયો હયો તો તે જગ્યા પર તરત જ આંબલીના બે ટૂકડા કરીવે લગાવી દો. જેનાથી ઝેર બેઅસર થઇ જશે.