Health benefits of before sleep bath for health disease
  • Home
  • Health & Fitness
  • સૂતા પહેલા સ્નાન કરવાથી સ્વાસ્થ્યને થશે આ 5 ફાયદા

સૂતા પહેલા સ્નાન કરવાથી સ્વાસ્થ્યને થશે આ 5 ફાયદા

 | 4:23 pm IST

દિવસની શરૂઆતમાં તો દરેક લોકો સ્નાન કરે છે. પરંતુ રાત્રે સૂતા પહેલા અમૂક લોકો જ સ્નાન કરે છે. શુ તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા સ્નાના કરવાથી શરીરને કેટલાક ફાયદા મળે છે. ગરમી હોય કે શરદી દરેક ઋતુમાં લોકોને રાત્રે સૂતા પહેલા સમસ્યાના હિસાબથી ઠંડા કે ગરમ પાણીથી જરૂર સ્નાન કરવું જોઇએ. જેનાથી શરીરની ગંદકી સાફ થઇ જાય છે. સાથે આખા દિવસનો થાક પણ દૂર થઇ જાય છે. આવો જોઇએ રાત્રે સૂતા પહેલા સ્નાન કરવાથી શરીરને કયા કયા ફાયદા મળે છે.

હાઇ બ્લડ પ્રેશરથી રાહત
હાઇ બ્લડ પ્રેશક કે તાવ આવવા પર રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. જેનાથી શરરીમાં પરસેવો નીકળે છે અને શરીર જલદી ઠંડુ થવા લાગે છે.

પૂરતી ઊંઘ
કામ કર્યા પછી થાક અને તનાવના કારણે કેટલાક લોકોને ઊંઘ આવતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડૂક એસેંસ ઓઇલ મિક્સ કરીને એક વખત સ્નાન કરી લો. તેનાથી શરીરનો થાક દૂર થવાની સાથે રાત્રે સારી ઊંઘ પણ આવશે.

બ્લડ સર્કુલેશન
સૂતા પહેલા ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશ ન વધે છે. જે હૃદય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે સિવાય શરીરને બીમારીથી બચાવી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગે છે.

ઓછુ વજન
સ્થૂળતા ફક્ત જિમમાં જઇને કે ડાયેટિંગ કરવાથી ઘટાડી શકાતું નથી. પરંતુ રાત્રે સૂતા પહેલા સ્નાન કરીને પણ ઓછું કરી શકાય છે. સ્નાન કરવા માટે ગરમ પાણી કરીને કે વધારે ઠંડા પાણીનો ઉપયોગ કરો. તેનાથી શરીરની કેલરેી બર્ન થઇ શકે છે અને વજન સહેલાઇથી ઓછું થશે.

ત્વચામાં ગ્લો
રાત્રે સ્નાન કરવાથી આખા દિવસની ધૂળ-માટી અને ગંદકીથી રાહત મળે છે. તેનાથી ત્વચા પર ડ્રાયનેસ કે ખીલ પણ થતા નથી અને સાથે ત્વચા ગ્લો કરવા લાગે છે.